Asia Cup બાદ પણ પાકિસ્તાની ખેલાડીઓનું નાટક જારી, જાણો નવો વિવાદ શું છે
- પાકિસ્તાન મહિલા ટીમની પૂર્વ કેપ્ટને વિવાદીત કોમેન્ટ કરી
- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- આ કૃત્ય કરવા બદલ આઇસીસી દરવાજો દેખાડી શકે છે
Sana Mir Controversy : ભારત અને પાકિસ્તાન (India - Pakistan) વચ્ચેની એશિયા કપ 2025ની (Asia Cup - 2025) ક્રિકેટ મેચમાં ભારે અંધાધૂંધી જોવા મળી હતી, જેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને તેમના બોર્ડે ભારે નાટકીય વર્તન કર્યું હતું. એશિયા કપ સમાપ્ત થયા પછી પણ, પાકિસ્તાની ખેલાડીઓની નિરાશા છલકાય તેવું વર્તન સતત ચાલુ છે. ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025માં (ICC Female ODI World Cup - 2025) પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan - Bangladesh Match) વચ્ચેની મેચ દરમિયાન, પાકિસ્તાન મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન સના મીરે (Pakistan Female Team Ex Caption - Sana Mir Controversy) કાશ્મીર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જે જોતા હવે આઇસીસી બોર્ડ દ્વારા તેને કાઢી મુકવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
Player ‘from Azad Kashmir’ is this kind of commentary allowed?
And then they say keep politics away from sports. pic.twitter.com/1HSHjRWMZG
— Lala (@FabulasGuy) October 2, 2025
સના મીરે વિવાદ સર્જ્યો
ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની ત્રીજી મેચમાં, કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ આમને-સામને હતા. પાકિસ્તાની ટીમે પહેલા બેટિંગ કરી હતી. પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન, કોમેન્ટેટર સના મીરે (Sana Mir Controversy) તે સમયે બેટિંગ કરી રહેલી નતાલિયા પરવેઝનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, નતાલિયા આઝાદ કાશ્મીરથી આવે છે, અને ક્રિકેટ રમવા માટે લાહોર જવાનું છે. આ નિવેદનને કારણે ICC તેમને ટુર્નામેન્ટ માટે તેમની ફરજોમાંથી મુક્ત કરી શકે છે. આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના કારણે ICC દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ICC ના નિયમો અનુસાર રાજકીય નિવેદનો પર પ્રતિબંધ
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને આઝાદ કાશ્મીર કહીને સના મીરે એક નવો વિવાદ ઉભો કર્યો છે. ICC ના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે, કોઈ પણ ખેલાડી, સપોર્ટ સ્ટાફ સભ્ય અથવા અધિકારી મેચ દરમિયાન રાજકીય નિવેદનો આપી શકશે નહીં. આ નિયમ મુજબ, સના મીર સામે કાર્યવાહી હવે નિશ્ચિત છે. આ મેચની વાત કરીએ તો, પાકિસ્તાની મહિલા ટીમને બાંગ્લાદેશ સામે એકતરફી 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો ----- Asia Cup Trophy Controversy : અંતે ટ્રોફી ચોરને જીદ છોડવી પડી!


