Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના વિદેશ મંત્રી Ishaq Dar એ ટ્રમ્પના યુદ્વવિરામના દાવાની ખોલી પોલ, ભારતે અમેરિકાના મધ્યસ્થી પ્રસ્તાવને ફગાવ્યો હતો

ઓપરેશન સિંદૂરે અંગે અમેરિકાના ટ્રમ્પના મધ્યસ્થી કરવાના દાવા પર  મંત્રી Ishaq Dar સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમેરિકાના યુદ્વવિરામના પ્રસ્તાવ પર ભારત સંમત થયો ન હતો
પાકિસ્તાનના વિદેશ મંત્રી ishaq dar એ ટ્રમ્પના યુદ્વવિરામના દાવાની ખોલી પોલ  ભારતે અમેરિકાના મધ્યસ્થી પ્રસ્તાવને ફગાવ્યો હતો
Advertisement
  • પાકિસ્તાનના મંત્રી Ishaq Dar એ ઓપરેશન સિંદૂરની મધ્યસ્થતાની પોલ ખોલી
  • અમેરિકાના યુદ્વવિરામના પ્રસ્તાવ પર ભારત સંમત થયો ન હતો
  • ભારત ક્યારેય કોઈ ત્રીજાની મધ્યસ્થી માટે સંમત થયું નથી

ઓપરેશન સિંદૂર અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી કરવાના દાવા પર પાકિસ્તાને મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પોતે સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામનો પ્રસ્તાવ અમેરિકા દ્વારા આવ્યો હતો, પરંતુ ભારત સંમત થયું ન હતું.પાકિસ્તાનના આ કબૂલનામાંથી ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની પોલ ખુલી ગઇ હતી.

પાકિસ્તાનના મંત્રી Ishaq Dar એ જાહેરમાં ટ્રમ્પના દાવાની ખોલી પોલ

નોંધનીય છે કે એક કાર્યક્રમ દરમિયાન, ઇશાક ડારે જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત ક્યારેય કોઈ તૃતીય પક્ષની મધ્યસ્થી માટે સંમત થયું નથી. ડારે ખુલાસો કર્યો કે જ્યારે પાકિસ્તાને યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વિશે પૂછ્યું, ત્યારે રુબિયોએ સ્પષ્ટપણે કહ્યું કે ભારત હંમેશા કહેતું રહ્યું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે.ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે વાત કરવા માટે ઘણી વખત પહેલ કરી છે. તેમણે દાવો કર્યો કે 10 મેના રોજ સવારે 8:17 વાગ્યે, યુએસ વિદેશ મંત્રી રુબિયોએ તેમને કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્વતંત્ર સ્થળે વાતચીત થશે. પરંતુ બાદમાં 25 જુલાઈના રોજ, જ્યારે તેઓ વોશિંગ્ટનમાં રુબિયોને મળ્યા, ત્યારે તેમણે કહ્યું કે ભારતે તૃતીય પક્ષની કોઈપણ ભૂમિકાને નકારી કાઢી છે, તેને ફક્ત દ્વિપક્ષીય મામલો ગણાવ્યો છે.

Advertisement

Advertisement

Ishaq Dar એ ભારતની વાતચીત અંગે આ વાત કહી 

પાકિસ્તાનના વિદેશ મંત્રી ડારે   વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ત્રીજા પક્ષની મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે દ્વિપક્ષીય મામલો છે. ડારે કહ્યું, "અમે ત્રીજા પક્ષની સંડોવણીથી ખચકાટ અનુભવતા નથી, પરંતુ ભારત વારંવાર કહે છે કે તે દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે રુબિયો દ્વારા યુદ્ધવિરામનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે અમને ખાતરી આપવામાં આવી હતી કે ભારત સાથે વાતચીત થશે, પરંતુ પાછળથી કહેવામાં આવ્યું કે ભારતે ના પાડી દીધી.ડારે વધુમાં કહ્યું કે અમને દ્વિપક્ષીય વાતચીત સામે પણ કોઈ વાંધો નથી, પરંતુ વાતચીત વ્યાપક હોવી જોઈએ. તેમાં આતંકવાદ, વેપાર, અર્થતંત્ર, જમ્મુ અને કાશ્મીર, તે બધા વિષયો પર વાતચીત શામેલ હોવી જોઈએ જેના પર અમે બંને ચર્ચા કરી રહ્યા છીએ.

ડારે કહ્યું કે અમે કંઈપણ માટે ભીખ માંગી રહ્યા નથી. જો કોઈ દેશ વાતચીત ઇચ્છે છે, તો અમે ખુશ થઈશું, અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમે શાંતિપ્રિય દેશ છીએ. અમે માનીએ છીએ કે વાતચીત એ આગળનો રસ્તો છે, પરંતુ સ્પષ્ટપણે વાતચીત માટે બે લોકોની ઇચ્છા જરૂરી છે. તેથી જ્યાં સુધી ભારત વાત કરવા માંગતું નથી, ત્યાં સુધી તે થશે નહીં.

આ પણ વાંચો :   ભારતના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરનો આખો પરિવાર ખતમ, કમાન્ડરે કરી કબૂલાત

Tags :
Advertisement

.

×