Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન PM શહબાઝ શરીફ UNમાં ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણાં ફેલાવતા પકડાયા, સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કર્યો ખોટો પ્રચાર

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના મંચનો ઉપયોગ કરીને ફરી એકવાર ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણાં ફેલાવતા પકડાયા છે.
પાકિસ્તાન pm શહબાઝ શરીફ unમાં ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણાં ફેલાવતા પકડાયા  સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કર્યો ખોટો પ્રચાર
Advertisement
  • પાકિસ્તાન PM Shehbaz Sharif UNમાં જૂઠું બોલતા પકડાયા
  • ઓપરેશન સિંદૂરને લઇને કર્યો ખોટો દાવો
  • UNGAના મંચ પર ભારતના વિમાન તોડી પાડવાનો કર્યો દાવો

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના મંચનો ઉપયોગ કરીને ફરી એકવાર ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણાં ફેલાવતા પકડાયા છે. તેમણે યુએનજીએમાં સરાજાહેર ખોટો દાવો કર્યો હતો કે પાકિસ્તાની ફાઇટર જેટ્સે ભારતીય વાયુસેનાના સાત વિમાનોને તોડી પાડ્યા હતા. આ દાવાની પુષ્ટિ કરવા માટે તેમણે કોઇ પુરાવા આપ્યા નથી. માત્ર કાલ્પનિક વાતો કરીને ખોટો પ્રચાર કર્યો હતો.

પાકિસ્તાન PM Shehbaz Sharif  UNમાં કર્યો ખોટો દાવો

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ડરનો માહોલ ઘૂસી ગયો છે.જેના લીધે ખોટો પ્રચાર કરી રહ્યો છે. UNGAમાં પાકિસ્તાનના PM શહબાઝ શરીફે કહ્યું કે અમારા પાયલોટે સાત ભારતીય વિમાનોને કબાડમાં બદલી નાખ્યા. જોકે, ભારત આ દાવાઓને વારંવાર નકારી ચૂક્યું છે, અને પાકિસ્તાને તેના સમર્થનમાં ક્યારેય કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

Advertisement

PM Shehbaz Sharif નો દાવો ખોટો, ભારતીય સેનાએ પાક.ના વિમાનો તોડી પાડ્યા

નોંધનીય છે કે આ વર્ષે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પહલગામનો બદલો લેવા ભારતે 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા હતા અને એરબેઝને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ભારતીય એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય વિમાનોએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાંચ પાકિસ્તાની લડાકુ વિમાનો અને એક મોટા વિમાનને તોડી પાડ્યા હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના PM શરીફે સ્વીકાર્યું કે મે મહિનામાં તેમના દેશે "પૂર્વીય મોરચેથી બિનઉશ્કેરણીજનક આક્રમણનો સામનો કરવો પડ્યો," પરંતુ દાવો કર્યો કે તેમણે આત્મરક્ષામાં જવાબ આપ્યો અને ભારતને પાછા ધકેલી દીધું. જોકે, હકીકત એ હતી કે સંઘર્ષ બાદ પાકિસ્તાનને સીઝફાયર કરવા માટે ભારત સમક્ષ વિનંતી કરવી પડી હતી.

PM Shehbaz Sharif એ ડોનાલ્ડ ટ્રમ્પની કરી હતી પ્રશંસા

શરીફે પોતાના સંબોધનમાં ભારત સાથે વાતચીત અને કૂટનીતિ દ્વારા તમામ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન માટે સમગ્ર, વ્યાપક અને પરિણામલક્ષી વાર્તા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.આ ઉપરાંત, તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભરપેટ પ્રશંસા કરી હતી, અને દાવો કર્યો હતો કે ટ્રમ્પના પ્રયાસોએ દક્ષિણ એશિયામાં યુદ્ધ ટાળવામાં મદદ કરી. શરીફે કહ્યું કે પાકિસ્તાને ટ્રમ્પને તેમના "અદભુત અને ઉત્કૃષ્ટ યોગદાન" માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે.

આ પણ વાંચો:   USA: Donald Trump ના નિશાને હવે વિદેશી ફાર્મા સેક્ટર, ફાર્મા પ્રોડક્ટ્સ પર 100 ટકા Tariff

Tags :
Advertisement

.

×