Expired Relief Goods: પાકિસ્તાને શ્રીલંકાને સહાયના નામે એક્સપાયરી ડેટની સામગ્રી મોકલી! વિશ્વમાં થઇ ફજેતી
- ચક્રવાત દિત્વાહના લીધે શ્રીલંકામાં ભારે થયું છે નુકસાન ( Cyclone Ditwaha)
- શ્રીલંકાનેપાકિસ્તાનને એક્સપાયરી ડેટની મોકલી સામગ્રી
- પાકિસ્તાનના એકસપાયરી ડેટની સામગ્રીને લઇને વિશ્વમાં થઇ ફજેતી
Expired Relief Goods: આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર તેના બેજવાબદાર કૃત્યને કારણે વિશ્વભરમાં હાસ્યનો વિષય બન્યું છે. બંગાળની ખાડીમાં આવેલા વિનાશક ચક્રવાત દિત્વાહાના કારણે શ્રીલંકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સમયે પાકિસ્તાને શ્રીલંકાને મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાહત સામગ્રીના નામે મોકલેલો (Expired Relief Goods) પુરવઠો એક્સપાયરી ડેટ (સમાપ્તિ તારીખ) વાળો નીકળ્યો, જેના કારણે તેની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે.
Cyclone Ditwaha: શ્રીલંકાને સહાયને નામે એક્સપાયરી ડેટનો મોકલ્યો પુરવઠો
શ્રીલંકામાં સ્થિત પાકિસ્તાન હાઈ કમિશને આ રાહત પુરવઠાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા હતા. પોસ્ટમાં લખ્યું હતું, "પાકિસ્તાન તરફથી રાહત પુરવઠો શ્રીલંકામાં પૂરથી પ્રભાવિત અમારા ભાઈઓ અને બહેનોને પહોંચાડવામાં આવ્યો છે."જોકે, આ ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે પુરવઠા પરની સમાપ્તિ તારીખ "ઓક્ટોબર 2024" લખેલી હતી, એટલે કે આ વસ્તુઓ હવે વાપરવા માટે અયોગ્ય (expired) બની ચૂકી છે. આ તારીખ જોતાં જ સમાચાર ઓનલાઈન જંગલની આગની જેમ ફેલાઈ ગયા, અને પાકિસ્તાનની વ્યાપક મજાક ઉડાવવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની થઇ ભારે ફજેતી
પાકિસ્તાન હાઈ કમિશનની આ પોસ્ટ પર યુઝર્સે તીખી પ્રતિક્રિયાઓ આપી.એક યુઝરે લખ્યું, "કચરો કચરાપેટીમાં ફેંકવાને બદલે, પાકિસ્તાને પૂરગ્રસ્ત શ્રીલંકામાં પોતાનો સમયસીમા સમાપ્ત થયેલો ખોરાક મોકલી દીધો છે."બીજા એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતા પૂછ્યું, "શું કોઈ શરમ બાકી છે?"કેટલાક યુઝર્સે તો એવો પણ સવાલ ઉઠાવ્યો કે શું આ વસ્તુઓ ખરેખર પાકિસ્તાનથી આવી છે કે પછી શ્રીલંકામાં બનેલી છે.સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કર્યા પછી, પાકિસ્તાન હાઈ કમિશને તાત્કાલિક આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં આ ફોટા ઓનલાઈન વાયરલ થઈ ચૂક્યા હતા. પાકિસ્તાનના આ કૃત્યથી તેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે.
આ પણ વાંચો: Pakistan : પૂર્વ PM ઈમરાન ખાનના સમર્થનમાં વિરોધ વર્તમાન PM અને મુનીરને ખૂંચ્યો!


