પાકિસ્તાની સાંસદે PM શરીફને 'કાયર' ગણાવ્યા, કહ્યું 'તે મોદીનું નામ લેતા પણ ફફડે છે'
- પાકિસ્તાનના વડાપ્રધાનની ફીરકી લેતા ત્યાંના સાંસદ
- એક પછી એક સાંસદ પ્રધાનમંત્રીની કાયરતા પર સવાલો ઉઠાવી રહ્યા છે
- એક સાંસદે દેશને બચાવવા અલ્લાહને પ્રાર્થના કરી, અન્યએ કહ્યું, અમારા પીએમ કાયર છે
PAKISTAN MP SLAM PM SHARIF : તાજેતરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવીને સામે વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીનો ફફડાટ હવે પાકિસ્તાનની સંસદમાં પણ જોવા મળી રહી છે. પાકિસ્તાનના એક સાંસદે તેમના વડાપ્રધાન શાહબાઝ શરીફને 'ડરપોક' કહ્યા છે. પાકિસ્તાનના એક પછી એક સાંસદ તેમના વડાપ્રાધન પર તુટી પડ્યા છે. અને તેમને ઉઘાડા પાડી રહ્યા છે.
કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી
પાકિસ્તાનના સાંસદ શાહિદ અહેમદ ખટ્ટકે નેશનલ એસેમ્બલીમાં કહ્યું, "ભારતના વલણ અંગે તેમના (પીએમ શાહબાઝ શરીફ) તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘડીએ મને ટીપુ સુલતાનનું નિવેદન યાદ આવે છે, તેમણે કહ્યું હતું કે, જો સેનાનો નેતા સિંહ હોય અને તેની સાથે શિયાળ હોય, તો તેઓ પણ સિંહની જેમ લડે છે." પરંતુ, જો સિંહોનો નેતા શિયાળ હોય, તો તેઓ યુદ્ધ લડી શકતા નથી અને આસાનીથી હારી જાય છે.
દુશ્મન સામે લડવાની હિંમત હોવી જોઈએ
તેમણે વધુમાં કહ્યું કે, “આ સમયે સરહદ પર ઉભેલા સૈનિકને આશા છે કે આપણા નેતા રાજકીય રીતે પણ મજબૂત હોવા જોઈએ. તેમની પાસે દુશ્મન સામે લડવાની હિંમત હોવી જોઈએ, પરંતુ અમારા વડાપ્રધાન (વડાપ્રધાન શાહબાઝ શરીફ) તો કાયર છે, અને તેઓ મોદીનું નામ લેતા પણ ફફડે છે
ભગવાનને પ્રાર્થના કરીએ છીએ
તાજેતરમાં વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય અને પૂર્વ મેજર તાહિર ઇકબાલ બોલતી વખતે રડી પડ્યા હતા. પૂર્વ મેજર તાહિર ઇકબાલે નેશનલ એસેમ્બલીમાં કહ્યું, "અમે સમુદાયને સાથે ચાલવાનું કહીએ છીએ, અને ભગવાન બધાનું રક્ષણ કરે તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.
અમે તમારા મોટા ગુનેગાર છીએ
વધુમાં તાહિર ઇકબાલે કહ્યું હતું કે, અલ્લાહ ઇચ્છતા હતા કે પાકિસ્તાન બને અને તેમણે જ આ દેશ બનાવ્યો. હવે તેઓ જ તેનું રક્ષણ કરશે. તેમણે રડતા રડતા કહ્યું હતું કે, "અલ્લાહ, કૃપા કરીને અમને માફ કરો." અમે તમારી સમક્ષ માથું નમાવીએ છીએ અને માફી માંગીએ છીએ, અને અમે તમારા મોટા ગુનેગાર છીએ, તેમાં કોઈ શંકા નથી"
આ પણ વાંચો --- ભારતનો ખોફ પાકિસ્તાનમાં વર્તાયો, પૂર્વ મેજરે રડતા કહ્યું, 'પ્રાર્થના કરો કે...'