Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના રક્ષા મંત્રી Khawaja Asif એ કર્યો મોટો દાવો, ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સાઉદી અરેબિયા પણ કરશે હુમલો!

પાકિસ્તાનના રક્ષા મંત્રી Khawaja Asif  એ મોટો દાવો કર્યો છે કે જો ભારત પાકિસ્તાન પર યુદ્વ લાદે છે તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનું રક્ષણ કરશે
પાકિસ્તાનના રક્ષા મંત્રી khawaja asif એ કર્યો મોટો દાવો  ભારત પાકિસ્તાન યુદ્ધમાં સાઉદી અરેબિયા પણ કરશે હુમલો
Advertisement
  • સાઉદી સાથે  રક્ષા ડિલને લઇને પાક.રક્ષા મંત્રી Khawaja Asif કર્યો મોટો દાવો
  • પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે રક્ષા કરાર કરવામાં આવ્યો છે
  • ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા ખ્વાજા આસિફે આ નિવેદન આપ્યું

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે રક્ષા કરાર કરવામાં આવ્યો છે. આ રક્ષા કરારથી વિશ્વ આશ્ચર્યચક્તિ થઇ ગયો છે. આ કરાર ખાસ કરીને મિડલ ઇસ્ટમાં ઇઝરાયેલના વધતા આક્રમણના સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. આ કરારમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ દેશ સામે હુમલો બંને દેશો સામે હુમલો માનવામાં આવશે. આ કરારને લઇને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એ મોટો દાવો કર્યો છે કે જો ભારત પાકિસ્તાન પર યુદ્વ લાદે છે તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનું રક્ષણ કરશે. ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા ખ્વાજા આસિફે આ નિવેદન આપ્યું હતું.

પાક.રક્ષા મંત્રી Khawaja Asif એ આપ્યું મોટું નિવેદન

Advertisement

નોંધનીય છે કે ખ્વાજા આસિફે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા સાથેનો કરાર રક્ષણાત્મક છે, આક્રમક નહીં. તેમણે કહ્યું, "જો કોઈ હુમલો થાય છે, પછી ભલે તે સાઉદી અરેબિયા હોય કે પાકિસ્તાન, અમે સાથે મળીને તેનો પ્રતિકાર કરીશું. આ મામલે ખ્વાજા આસિફે એ પણ પુષ્ટિ કરી થે કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો જરૂર પડ્યે સાઉદી અરેબિયાને ઉપલબ્ધ રહેશે, જોકે પાકિસ્તાનની સત્તાવાર નીતિ જણાવે છે કે તેનો ઉપયોગ ફક્ત ભારત સામે જ થઈ શકે છે. તેમણે કહ્યું, "આ કરાર હેઠળ અમારી ક્ષમતાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ રહેશે." તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાને હંમેશા તેના પરમાણુ સ્થાપનોના નિરીક્ષણની મંજૂરી આપી છે અને ક્યારેય નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.

Advertisement

Khawaja Asif એ ડિલ અંગે કરી મોટી વાત 

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એ મોટો દાવો કર્યો છે કે જો ભારત પાકિસ્તાન પર યુદ્વ લાદે છે તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનું રક્ષણ કરશે.સાઉદીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કરાર એક વ્યાપક રક્ષણાત્મક કરાર છે જે તમામ લશ્કરી માધ્યમોને આવરી લે છે. આ પરસ્પર સંરક્ષણ કરાર આ અઠવાડિયે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની રિયાધ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. કરારની એક મહત્વપૂર્ણ શરત અનુસાર બંને દેશોમાં કોઈપણ પર કોઈપણ હુમલો બંને દેશો પર હુમલો માનવામાં આવશે.

આ પણ વાંચો:   ટ્રમ્પના H-1B વિઝાના નિર્ણયથી અફરાતફી, ભારતથી USની ફલાઇટના ભાડા આસમાને

Tags :
Advertisement

.

×