Pakistan ના દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે કરી ઇચ્છા વ્યકત, ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી ફરી શરુ થાય!
- Pakistan ના ક્રિકેટર અકરમે કરી ઇચ્છા વ્યક્ત
- ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાય
- બંને દેશો વચ્ચે છેલ્લી ટેસ્ટ 2007માં રમાઇ હતી
પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ફાસ્ટ બોલર અને ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમે ભારત-પાકિસ્તાનના ક્રિકેટને લઇને પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે, અકરમે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ ક્રિકેટ શ્રેણી ફરી શરૂ થવી જોઈએ. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમનો નિવેદન એવા સમયે આવ્યો છે કે જ્યારે બંને દેશો એશિયા કપની ગ્રૂપ સ્ટેજ મેચમાં ટકરાવાના છે. જોકે, પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ આ મેચનો બહિષ્કાર કરવાની માંગણીઓએ વિવાદને વધાર્યો છે.
Pakistan ભૂતપૂર્વ કેપ્ટન અકરમે કહ્યું બંને દેશો વચ્ચે ફરી ટેસ્ટ શ્રેણી શરૂ થાય
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2007માં રમાઈ હતી, જ્યારે યુનિસ ખાનની ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ શ્રેણીમાં સૌરવ ગાંગુલીએ 500થી વધુ રન ફટકારી ભારતને 1-0થી વિજય અપાવ્યો હતો. અકરમે આ મામલે વધુમાં જણાવ્યું, હતું કે વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચનો આનંદ માણે છે, જો બંને દેશો ટેસ્ટ શ્રેણી ફરી શરૂ કરે તો તે ઐતિહાસિક ક્ષણ હશે.
Pakistan , એશિયા કપમાંં વિવાદ
એશિયા કપની આગામી મેચ પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના ઓપરેશન સિંદૂર બાદ વિવાદનું કેન્દ્ર બની છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આના પગલે એશિયા કપની મેચનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી. જોકે, ભારતના રમત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દ્વિપક્ષીય શ્રેણી રમાશે નહીં, પરંતુ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જેવી કે એશિયા કપમાં ભાગ લેવાની મંજૂરી છે.
રમત મંત્રાલયનું નિવેદન
રમત મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું, "અમે ભારતીય ટીમને એશિયા કપ જેવી બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવાથી રોકી શકીએ નહીં, કારણ કે આ ઓલિમ્પિક ચાર્ટર હેઠળ આવે છે. પરંતુ પાકિસ્તાનને ભારતની ધરતી પર દ્વિપક્ષીય મેચ રમવાની મંજૂરી નહીં આપવામાં આવે.જો આપણે રમીશું નહીં, તો તેનો ફાયદો પાકિસ્તાનને જ થશે. આપણે તેમને સરહદ પર અને રમતના મેદાન પર હરાવવા પડશે.
અકરમે ઇચ્છા વ્યક્ત કરી
અકરમે એશિયા કપને ચાહકો માટે એક મહાન અનુભવ ગણાવ્યો અને ટેસ્ટ ક્રિકેટની શરૂઆતને બંને દેશોના ચાહકો માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી. જોકે, રાજકીય તણાવ અને દ્વિપક્ષીય શ્રેણી પર પ્રતિબંધને કારણે ટેસ્ટ ક્રિકેટ શરૂ થવાની શક્યતા હાલ અટવાયેલી લાગે છે.
આ પણ વાંચો: Sanju Samson એ કેમ Dhoni ના નામની પહેરી જર્સી? કારણ ચોંકાવી દેશે


