ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PALANPUR : આરોગ્યકર્મીઓની હડતાળ મુદ્દે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું

PALANPUR : તેમનાથી હડતાળ કરવામાં ઉતાવળ થઇ ગઈ છે. એપ્રીલમાં તેમની જોડે ચર્ચા કરીશું તેમ કહેવામાં આવ્યું હતું. - રુષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી
02:58 PM Apr 05, 2025 IST | PARTH PANDYA
PALANPUR : તેમનાથી હડતાળ કરવામાં ઉતાવળ થઇ ગઈ છે. એપ્રીલમાં તેમની જોડે ચર્ચા કરીશું તેમ કહેવામાં આવ્યું હતું. - રુષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી

PALANPUR : આજરોજ પાલનપુરમાં બનાસ જનરલ હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરનું ઉદ્ધાટન રાખવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેષભાઇ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પહોંચ્યા હતા. આ તકે રૂષિકેશભાઇ પટેલે મીડિયા સાથેની વાતમાં આરોગ્યકર્મીઓની હડતાલ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, તેમનાથી હડલાળ કરવામાં ઉતાવળ થઇ ગઇ હતી. તેમને એપ્રીલમાં ચર્ચા કરીશું તેમ કહેવામાં આવ્યું હતું. તેમણે જે મુદ્દાઓ આપ્યા છે, તેને લઇને અને વિચારીશું. (HEALTH MINISTER OF GUJARAT RUSHIKESH PATEL STATEMENT ON HEALTH WORKER STRIKE - PALANPUR)

કાયદાનું શસ્ત્ર ઉગામતા જ મામલો થાળે પડવા તરફ આગળ વધ્યો

તાજેતરમાં રાજ્ય સરકારના આરોગ્યકર્મીઓ દ્વારા ગ્રેડ પે, વિભાગીય પરીક્ષા સહીતની અનેક પડતર માંગણીઓને લઇને વિરોધમાં ઉતર્યા હતા. જેની સામે સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામતા જ મામલો થાળે પડવા તરફ આગળ વધ્યો હતો. આ વચ્ચે આજે આરોગ્ય મંત્રી રૂષિકેશભાઇ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. આજે રાજ્યના આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી બનાસ જનરલ હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરના ઉદ્ધાટન પ્રસંગે પાલનપુરમાં ઉપસ્થિત રહ્યા છે.

તેમના એકલા માટે નિર્ણય લેવાથી અનેક પ્રશ્નો ઉભા થાય

રૂષિકેશભાઇ પટેલે આરોગ્યકર્મીઓના આંદોલન અંગે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, તાજેતરમાં આરોગ્યકર્મીઓએ તેમનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમનાથી હડતાળ કરવામાં ઉતાવળ થઇ ગઈ છે. એપ્રીલમાં તેમની જોડે ચર્ચા કરીશું તેમ કહેવામાં આવ્યું હતું.. તેમના મુદ્દાઓમાં અનેક પાસા પર વિચાર કરવો જરૂરી હતો. તેમના એકલા માટે નિર્ણય લેવાથી અનેક પ્રશ્નો ઉભા થાય તેમ હતા. પંચાયતી કેડરોને અસર થાય તેવી તેમની માંગ હતી. વધુમાં જણાવ્યું કે, અમે અધિકારી સાથે બેસીને તેમના મુદ્દાઓ અંગે ચર્ચા કરીશું. તેમણે જે મુદ્દાઓ આપ્યા છે, તેના પર વિચારીશું.

આ પણ વાંચો ---Ram Navami સંદર્ભે શહેર પોલીસે યોજી સમીક્ષા બેઠક, 250 CCTV કંટ્રોલરૂમને મોકલશે ફીડ

Tags :
GujaratGujarat FirstGujarati NewshealthHealth MinisterPalanpurRushikesh PatelRushikesh Patel Statementstrikeworker
Next Article