Panchmahal: ગોધરાની વૃંદાવન સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી
- Panchmahal: આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા
- મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે
- વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી
Panchmahal: ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. તેમાં મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે. દોશી પરિવારના સભ્યો મોટા પુત્રની સગાઈ હોવાથી વાપી ખાતે જવા માટે ગાડી બોલાવી હતી. ત્યારે વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી.
તમામ સભ્યોને બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
મકાનમાંથી ધુમાડા નીકળતા જોવાતા આજુબાજુના રહીશો સહિતે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. મકાનમાં સોફા સળગી જવા ઉપરાંત એર પ્રુફ મકાન હોવાથી ધુમાડો બહાર નહિં નીકળતાં પરિવારના સભ્યો ગૂંગળાણથી મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે મકાનના દરવાજા તોડી પરિવારના તમામ સભ્યોને બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
Panchmahal: ફાયર વિભાગને બોલાવાયું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું
મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે, ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું. જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો. ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટનાસ્થળે જ ગૂંગળાઈને કરૂણ મોત નિપજ્યાં છે. સવારે જ્યારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ અને ફાયર વિભાગને બોલાવાયું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
- મૃત્યુ પામેલા કમભાગીની યાદી
1.કમલભાઈ દોશી 50 વર્ષ
2. દેવલબેન દોશી 45 વર્ષ
3.દેવ કમલભાઈ દોશી 24 વર્ષ
4.રાજ કમલભાઈ દોશી 22 વર્ષ
આ પણ વાંચો: Jamnagar: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ સહપરિવાર ગરબા રમ્યા