China માં ખળભળાટ! Dalai Lamaને ભારત રત્ન આપવાની ભલામણ, સાંસદોએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
- ગુરુ દલાઇ લામાને ભારત રત્ન આપવાની માગ કરી
- બીજેડી અને જેડીયુ જેવા પક્ષોના સાંસદોનો સમાવેશ
- સાંસદોએ પણ આ અભિયાનને સમર્થન આપ્યું
Dalai Lama : સાંસદોના એક સમૂહે આદ્યાત્મિક નેતા અને ગુરુ દલાઇ લામાને (Dalai Lama )ભારત રત્ન આપવાની માગ કરી છે. આ સમૂહમાં બીજેપી, બીજેડી અને જેડીયુ જેવા પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે. સાસંદોએ કેન્દ્ર સરકારને દલાઇ લામાને ભારત રત્ન આપવાની માગ કરી છે.
શું છે મામલો
સર્વદળીય ભારતીય સંસદીય સ્ટેજ દ્વારા પોતાની બીજી બેઠકમાં સર્વસંમતિથી આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતુ અને સરકારને એક પત્ર મોકલ્યો. જેમાં દલાઇ લામાને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવાનુ અનુમતી આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જે સંભવિત રીતે ચીનની નારાજગીનું કારણ બની શકે છે.દલાઇ લામાના ભારત રત્ન નામાંકન માટે હસ્તાક્ષર અભિયાન પણ શરૂ કરયુ છે. જેમાં અત્યાર સુધી 80 સાંસદોને હસ્તાક્ષર એકત્ર કરવામાં આવ્યા છે. તેઓનું લક્ષ્ય 100 સાંસદોના હસ્તાક્ષર લાવવા બાદ તેને પીએમ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડાશે.
રાજ્યસભા સાંસદ સુજીત કુમાર શું કહે છે?
રાજ્યસભા સાંસદ સુજીત કુમારે કહ્યું કે અમારું જૂથ દલાઈ લામા માટે ભારત રત્નની માંગ કરી રહ્યું છે. વિપક્ષી પક્ષોના સાંસદોએ પણ આ અભિયાનને સમર્થન આપ્યું છે. અમે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોને પત્ર લખીને દલાઈ લામાને સંયુક્ત સત્રને સંબોધિત કરવાની તક આપવા વિનંતી કરીશું.
#WATCH | धर्मशाला | केंद्रीय मंत्री किरेन रिजिजू, राजीव रंजन (ललन) सिंह और हॉलीवुड अभिनेता रिचर्ड गेरे तथा अन्य लोग 14वें दलाई लामा के 90वें जन्मदिन समारोह में शामिल हुए। pic.twitter.com/CUtxUNYepm
— ANI_HindiNews (@AHindinews) July 6, 2025
આ પણ વાંચો -બ્રિક્સના ઘોષણાપત્રથી લાલ પીળા થયા ટ્રમ્પ! ખુલ્લેઆમ આપી દીધી આ ધમકી
90મો જન્મ દિવસ ઉજવ્યો
તિબેટથી ભારતમાં આશ્રય લેનારા બૌદ્ધ ધર્મના પરમ અનુયાયી દલાઈ લામાનો હમણા જ 90મો જન્મ દિવસ ઉજવ્યો. દલાઈ લામાનું પૂરું નામ તેનઝિન ગ્યાત્સો છે. તેમનો જન્મ 6 જુલાઈ 1935 ના રોજ થયો હતો. તેમના જન્મસ્થળ વિશે વાત કરીએ તો તે તિબેટના અમ્ડો પ્રદેશના તકસર ગામમાં થયો હતો જે હાલમાં ચીનના કિંઘાઈ પ્રાંતમાં આવે છે.
આ પણ વાંચો -UAE એ ગોલ્ડન વિઝાના નિયમમાં કર્યા ફેરફાર, હવે ભારતીયોને નાગરિકતા મેળવવી સરળ!
દલાઈ લામા કેવી રીતે બન્યા?
તિબેટીયન બૌદ્ધ સાધુઓએ તેમને 2 વર્ષની ઉંમરે તેમના અનુયાયી તરીકે સ્વીકાર્યા, કારણ કે તેઓ થુબ્તેન ગ્યાત્સોના પુનર્જન્મ છે. તેમને 5 વર્ષની ઉંમરે ઔપચારિક રીતે દલાઈ લામા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે રાજકીય સત્તા સંભાળી હતી. દલાઈ લામાને 1989 માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.
તેમની ફિટનેસનું રહસ્ય શું છે?
દલાઈ લામા પણ તેમનો દિવસ શિસ્તબદ્ધ જીવનશૈલીમાં વિતાવે છે. તેઓ દરરોજ સવારે 3 વાગ્યે ઉઠે છે. તેમનો દિવસ આ સમયે શરૂ થાય છે. આ પછી તેઓ પહેલા સ્નાન કરે છે અને સવારે 5 વાગ્યા સુધી થોડો સમય સતત ધ્યાન કરે છે. તેઓ દરરોજ ચાલે છે અથવા ઘરે ટ્રેડમિલ પર દોડે છે.


