Sudanમાં અર્ધલશ્કરી દળોએ મસ્જિદ પર ડ્રોનથી કર્યો હુમલો, 43 લોકોના મોત
- Sudan માં ડ્રોનથી મસ્જિદ પર કરાયો મોટો હુમલો
- મસ્જિદમાં નમાઝ પઢતા 43 નાગરિકોના મોત થયા
- રેપિડ સપોર્ટ ફોર્સિસ એક અર્ધલશ્કરી દળ દ્વારા હુમલો કરવામાં આવ્યો
સુદાનમાં શુક્રવારે વહેલી સવારે ઉત્તર દારફુરની રાજધાની અલ ફાશેર શહેરમાં એક મસ્જિદમાં નમાઝ પઢતા 43 નાગરિકોની હત્યા કરવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં નમાઝ પઢતા લોકોના મોત થયા છે. આ હુમલામાં બાળકો ,યુવાનો અને વૃદ્વો માર્યા ગયા છે.
Sudan માં ડ્રોનથી મસ્જિદ પર કરાયો મોટો હુમલો
નોંધનીય છે કે સુદાનમાં સેના અને અર્ધલશ્કરી RSF વચ્ચેનો સંઘર્ષ ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયો છે. સુદાનના ઉત્તરી ડાર્ફુર ક્ષેત્રની રાજધાની અલ-ફાશેરમાં એક મસ્જિદ પર અર્ધલશ્કરી દળોએ ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં 43 નાગરિકો માર્યા ગયા, જેના કારણે મસ્જિદમાં હૈયાફાટ રૂદન સાથે કરૂણ ચીસો સંભળાઇ હતી. એક સ્થાનિક તબીબી જૂથે દાવો કર્યો કે આ હુમલો રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એક અર્ધલશ્કરી દળ દ્વારા કરવામાં આવ્યો હતો.મૃતકોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. ડ્રોન હુમલો ત્યારે થયો જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા.
Sudan માં અત્યાર સુધી અસંખ્ય લોકોના થયા મોત
ઉલ્લેખીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર,ઓછામાં ઓછા 40,000 લોકો માર્યા ગયા, 1.2 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા અને ઘણા લોકોને દુષ્કાળની અણી પર ધકેલી દીધા. અલ ફાશેર એક વર્ષથી વધુ સમયથી બે જૂથો વચ્ચેની લડાઈનું કેન્દ્ર રહ્યું છે. ગુરુવારે શહેરના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં સૌથી ભારે લડાઈ થઈ હતી, જ્યાં રહેવાસીઓએ નાગરિકો સામેના દુર્વ્યવહાર પર નજર રાખતી ડાર્ફર વિક્ટિમ્સ સપોર્ટ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું હતું કે તેઓએ મોટા વિસ્ફોટો સાંભળ્યા હતા અને ડ્રોનનો ઉપયોગ થતો જોયો હતો. એક NGO નિવેદન અનુસાર.અલ ફાશર સ્થિત રેઝિસ્ટન્સ કમિટીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે RSF એ શહેરના વિસ્થાપન આશ્રયસ્થાનોમાં મહિલાઓ અને વૃદ્ધો સહિત અનેક નિઃશસ્ત્ર નાગરિકોને નિશાન બનાવ્યા હતા. જૂથે બુધવારે એમ પણ કહ્યું હતું કે RSF વારંવાર ભારે તોપખાનાથી રહેણાંક વિસ્તારોને નિશાન બનાવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના પરમાણુ હથિયારથી મિડલ ઇસ્ટમાં સાઉદી અરેબિયા કરશે રાજ ?


