Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી Paresh Shah પોલીસ સમક્ષ થયો હાજર

Paresh Shah : વડોદરા હરણી તળાવ (Harni Lake) માં બનેલી દુર્ઘટનાનો માસ્ટર માઈન્ડ પરેશ શાહ (Paresh Shah) સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થઇ ગયો છે. હરણી તળાવમાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો....
હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી paresh shah પોલીસ સમક્ષ થયો હાજર
Advertisement

Paresh Shah : વડોદરા હરણી તળાવ (Harni Lake) માં બનેલી દુર્ઘટનાનો માસ્ટર માઈન્ડ પરેશ શાહ (Paresh Shah) સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થઇ ગયો છે. હરણી તળાવમાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહ (Paresh Shah) મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, હવે તે પોલીસ (Police) સમક્ષ હાજર થઇ ગયો છે. જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું હતું.

વકીલને મળવા જતા ઝડપાયોનો પોલીસનો દાવો

વડોદરાના હરણી તળાવ (Vadodara Harni Lake) ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિક માટે ગયા પછી જે થયું તે આજે સૌ કોઇ જાણે છે. હવે આ દુર્ઘટના થઇ તેના આરોપીઓને પણ દુનિયા જાણે તે માટે પોલીસ ચૌતરફ તપાસ કરી રહી છે. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, હરણી દુર્ઘટના (Harni Boat Tragedy) નો મુખ્ય આરોપી પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે. જો સુત્રોની માનીએ તો પરેશ શાહ (Paresh Shah) વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને તેને આ દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો, જેનો પોલીસ દાવો કરે છે. પરેશ શાહની ધરપકડ બાદ ઘણા મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવનાઓ છે.

Advertisement

Advertisement

અત્યાર સુધી કેટલા આરોપીઓ પકડાયા ?

બિનિત કોટિયા
ગોપાલ શાહ
ભીમસિંહ યાદવ
શાંતિલાલ સોલંકી
નયન ગોહિલ
અંકિત વસાવા
વેદ પ્રકાશ યાદવ
રશ્મિકાંત પ્રજાપતિ
પરેશ શાહ

કોણ છે પરેશ શાહ ?

પરેશ શાહ કોટિયા કંપનીનો પડદા પાછળનો મુખ્ય વહીવટદાર છે. જોકે વહીવટદાર હોવા છતાં રેકોર્ડ પર તેનું ક્યાંય નામ નથી. ભાજપ (BJP) ના આગેવાનો સાથે તેની સાંઠગાંઠ હોવાનો પણ આરોપ છે. પરેશના ઇશારે તળાવની જગ્યા પર પુરાણ કરી રેસ્ટોરાં પણ ઉભી કરાઇ છે. તળાવનો વહીવટ કરતા કર્મચારીઓના મોબાઇલની ચેટ (Mobile's Chat) માં આ ખુલાસો થયો છે. સાથે જ પરેશ શાહને રોજેરોજનો હિસાબ અપાતો હોવાનો પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચો - ડોદરાના હરણી લેક દુર્ઘટનાનો મુખ્ય આરોપી આવ્યો સકંજામાં

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં 5 દિવસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, SC માં PIL માં કરાઈ આ રજૂઆત!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×