Patan: બાળ તસ્કરી કેસમાં સૌથી મોટો ખુલાસો, જમીનમાં અન્ય બાળક દાટ્યાનું ખૂલ્યું
- પાટણ બાળ તસ્કરી મામલે સૌથી મોટો ખુલાસો
- બાળ તસ્કરીમાં બીજુ બાળક મળી આવ્યું
- બનાસ નદીમાં બાળકને દફન કરાયું
Patan: પાટણ બાળ તસ્કરી કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. બાળ તસ્કરીમાં બીજુ બાળક મળી આવ્યું છે. સમી નજીક જમીનમાં અન્ય બાળક દાટ્યાનું ખૂલ્યું છે. આરોપીઓને સાથે રાખી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. દાદર ગામ નજીક બનાસ નદીમાં બાળકને દફન કરાયું હતું. ત્યારે વધુ એક બાળક મળતા સમગ્ર પાટણમાં ચકચાર મચી ગઈ છે.
3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો થયો
જણાવી દઈએ કે 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ મોટો ખુલાસો થયો છે. પોલીસે અત્યાર સુધી બાળ તસ્કરી કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. આરોપી દ્વારા દફન કરેલા બાળકને કાઢવા SOG પોલીસ દફન કરેલા સ્થળ પર પહોંચ્યું છે. આ સાથે જ પાટણ SOG, FSLની ટીમ, પેનલ ડોક્ટરની ટીમ, સમી મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને બાળક દફન કરવામાં આવેલા બંને આરોપીઓને સાથે રાખી દફન કરેલ બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર બાળ તસ્કરી રેકેટમાં પકડાયેલા તમામ આરોપીઓ બોગસ ડોક્ટર છે.
આ પણ વાંચો -BZGroupScam: અરવલ્લીના આ શિક્ષકને તો BZ ગ્રૂપે આપી મોંઘીદાટ ગિફ્ટ! ફોટા-વિડિયો થયા વાયરલ
બાળ તસ્કરી કેસમાં વધુ બે નામ આવ્યા સામે
પાટણમાં બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો થયો છે અને બાળ તસ્કરી કેસમાં વધુ બે નામ સામે આવ્યા છે. બાળ તસ્કરી મામલો બનાસકાંઠાના પાટણથી હવે કરછના આડેસર સુધી પહોંચ્યો છે અને સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ બે નવા નામ સામે આવ્યા છે. બાળ તસ્કરી કેસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ ખુલ્યું છે. નરેશ દેસાઈ બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો અને ધીરેન ઠાકોર પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. બંને આરોપીની SOGએ અટકાયત કરી વધુ તપાસ શરુ કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં નવા નામ સામે આવ્યા છે. અગાઉ પાટણમાં બાળ તસ્કરી કેસમાં અન્ય આરોપીઓના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.