BPSC Students પર ક્રૂરતાપૂર્વક પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો
- ઉમેદવારોએ આજે BPSC કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યું
- પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા
- 4 જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા લેવાની પણ માહિતી આપી હતી
Patna BPSC Students Protest : બિહારની રાજધાની Patna માં ફરી એકવાર BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આજરોજ Police એ BPSC ઉમેદવારોઓએ તેમની માંગણીઓ સાથે BPSC ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન પર બેઠેલા હતા. ત્યારે પહેલા તો Police એે તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને તેમના ધરણાને બંધ કરવાનું સૂચન પાઠવ્યું હતું. પરંતુ ઓફિસની બહાર ભીડ વધુ એકઠી થતા Police એ BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો.
પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા
Patna ના ગાર્દાનીબાગમાં વિરોધ સ્થળ પર ઘણા દિવસોથી આંદોલન કરી રહેલા BPSC ઉમેદવારોએ આજે BPSC કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે Police એનો કાફલો આ BPSC ઉમેદવારોને રોકવા માટે તુરંત ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. તો Police એે પહેલા વિદ્યાર્થીઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે પછી Police એ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કર્યો હતો. Police એ દ્વારા બળપ્રયોગને કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે.
આ પણ વાંચો: PM Modi એ અટલ જયંતી પર અટલજીના સ્વપ્નને સાકર કરી બતાવ્યું : C. R. Patil
4 જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા લેવાની પણ માહિતી આપી હતી
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ BPSC ની પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગર્દાનીબાગમાં વિરોધ સ્થળ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે પણ વિદ્યાર્થીઓના વિરોધને સમર્થન આપ્યું હતું. આ સાથે પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પણ વિદ્યાર્થીઓમાં સામેલ હતા. અહીં BPSC એ રાજધાની Patna માં બાપુ સેન્ટરમાં આયોજિત પરીક્ષા રદ સાથે આગામી 4 જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા લેવાની પણ માહિતી આપી હતી. આ ઉપરાંત BPSC દ્વારા 27 ડિસેમ્બરથી આ પુન: પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડવાની માહિતી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Uttrakhand Accident:નવા વર્ષની ઉજવણી પહેલા ઉત્તરાખંડનામાં અકસ્માતમાં,4ના મોત