Pavagadh : માલ સામાન લઈ જનારી ગુડ્સ રોપ વેનો તાર તૂટ્યો, 6 નાં મોત
- પંચમહાલનાં Pavagadh ખાતે ગુડ્સ રોપ વેનો તાર તૂટ્યો
- માલ-સામાન લઈ જનારી ગુડ્સ રોપવેનો તાર તૂટતા 6 લોકોનાં મોત
- મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 વ્યક્તિનાં મોત
- પાવાગઢનાં માંચીથી નીજ મંદિર સુધી બાંધકામ માટે લઈ જવાતી હતી સામગ્રી
Panchmahal : પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ઘટી છે. માલ સામાન લઈ જનારી ગુડ્સ રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટનામાં 6 લોકોનાં મોત નીપજ્યા છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 વ્યક્તિ સામેલ હોવાની પ્રાથમિક માહિતી છે. પાવાગઢનાં (Pavagadh) માંચીથી નીજ મંદિર સુધી બાંધકામ માટે લઈ સામગ્રી જવાતી હતી. સામગ્રીને ઉપર પહોંચાડવા માટે રોપવેનો ઉપયોગ કરાય છે. પોલીસ, વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો - Surat : હજીરા દરિયામાં 17 ફૂટ વિશાળ શ્રીજી પ્રતિમાનું ક્રેનની મદદથી વિસર્જન
પંચમહાલના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વે નો તાર તૂટ્યો
રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત@CollectorGodhra #Gujarat #Panchmahal #Pavagadh #RopeWay #Accident #GujaratFirst pic.twitter.com/bEnFAidW7X— Gujarat First (@GujaratFirst) September 6, 2025
Pavagadh માં ગુડ્સ રોપ વેનો તાર તૂટ્યો, 6 નાં મોત
પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. માલ-સામાન લઈ જનારી ગુડ્સ રોપ વેનો (Goods Ropeway) તાર એકાએક તૂટી જતા 6 લોકોનાં મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, પાવાગઢ ખાતે બાંધકામની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બાંધકામનાં માલસામાનને લાવવા-લઈ જવા માટે ગુડ્સ રોપવેનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ વરસાદી માહોલ વચ્ચે ગુડ્સ રોપવે થકી માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવાની કામગીરી ચાલી રહી હતી.
મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિ સામેલ
દરમિયાન, અચાનક ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોનો મોત નીપજ્યા હોવાની માહિતી છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિ સામેલ છે. ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ છે.
આ પણ વાંચો - ગોંડલ નજીક હૃદય કંપાવી દેતો અકસ્માત! એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ


