Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘુસ્યા

સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
surat માં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું  વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘુસ્યા
Advertisement
  • સુરતમાં કતારગામ હાથી મંદિર રોડ પર પાણી ભરાયા
  • સવારેથી સાંજ સુધી પાણીનો કોઈ નિકાલ નહીં
  • વહેલી સવારે પડેલા વરસાદથી કમર સુધીના પાણી ભરાયા
  • કલાકો બાદ પાલિકા ટીમે કામગીરી શરૂ કરી
  • પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી ભોગવવાનો વારો

સુરત જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો. કામરેજ તાલુકામાં આભ ફાટ્યું હતું. સવારથી સાંજ સુધીમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસેલા વરસાદને લઈ તંત્ર સતર્ક બન્યું હતું. કામરેજ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત લોકો તુરંત મદદ લે તેવી અપીલ કરાઈ હતી. કામરેજ મામતલદાર અને હેલ્પલાઈન નંબર અને પોતાનો સરકારી નંબર જાહેર કર્યો હતો. આગામી ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે.

લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી જોવા મળ્યા

સુરતમાં પડેલ ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા પુણા વિસ્તારમાં વરસાદમાં ધરણા કરવામાં આવ્યા હતા.વિપક્ષ નેતા પાયલ સાકરીયા અને સ્થાનિક લોકો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી પાણીનો નિકાલ નહી થાય ત્યાં સુધી લોકો ધરણા પર બેસશે. સવારથી બાળકો પણ ભૂખ્યા છે. ઘરમાં પાણી ઘૂસી ગયું હોવાથી જમવાનું બન્યું નથી તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ હજુ સુધી વિઝિટ કરવા પહોંચ્યા નથી. લોકોના ઘરમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

Advertisement

Advertisement

લીંબાયતને જોડતું ગરનાળુ પાણીમાં ગરકાવ

સુરતના ઉધના લીંબાયતને જોડતું ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું. ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ

સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કામરેજ તાલુકામાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. કામરેજ નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. સર્વિસ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. થોડા સમય પહેલા કરોડોનાં ખર્ચે ગટર બનાવવામાં આવી હતી. જોકે ફરીથી પાણી ભરાતા કામગીરી પર આશંકાઓ ઉભી થવા પામી છે. સર્વિસ રોડ પર પામી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદના કારણે લોકોને હાલાકી

સુરતમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી ઉભી થવા પામી છે. ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી હતી. સહારા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો. રીંગ રોડ અને બોમ્બે માર્કેટને જોડતા બ્રિજ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. લાંબી કતારો લાગતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.

ખાડીની જગ્યા બાજુ ચાર ફૂટ સુધી પાણી ભરાયા

સુરતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. ખાડીની જગ્યા બાજુ ચાર ફૂટ સુધી પાણી ભરાયા હતા. પાણી ભરાવવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકાની કામગીરી સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતા અસલમ સાયકલ વાળાએ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નેતાએ ભ્રષ્ટ શાસનના આક્ષેપ કર્યા હતા.

સુદામા ચોક પાસે ગણતરીના કલાકમાં જ ત્રણ ભુવા પડ્યા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે ગણતરીના કલાકમાં જ ત્રણ ભુવા પડ્યા હતા. સુદામા ચોક વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભુવા પડ્યા હતા. સવારના સમયે એક ભુવો પડ્યા બાદ ગણતરીના કલાકામાં જ અન્ય બે ભુવા પડ્યા હતા. 100 મીટરના અંતરમાં જ ભુવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પહેલા જગ્યા પર ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. માટીનું પુરાણ બરાબર ન થતા રસ્તા પર ભુવા પડી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. પ્રમોશન કામગીરી માત્ર પેપર પર થઈ હોય તે પ્રકારના દ્રશ્ય ઠેર ઠેર જગ્યા પર જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Jamnagar Rain: રણજીત સાગરડેમ ઓવર ફલો થતા નવા નીરના વધામણા

ઠેર-ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા

સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતી. વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી.તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે. ઠેર-ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather : હવામાન વિભાગની સાત દિવસ ભારે વરસાદની આગાહી, 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Tags :
Advertisement

.

×