ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જે લોકો બેંગકોક ફ્લાઈટમાં જૂઠ્ઠુ બોલીને આવ્યા છે તેમને ભાભીજી... જુઓ આ પાયલોટનું એનાઉન્સમેન્ટ

ફ્લાઈટમાં પાયલોટ દ્વારા શાયરીના અંદાજમાં કવિતા બોલવામાં આવી જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. ફ્લાઇટના પાયલોટ સામાન્ય રીતે ગોખીને બોલતા હોય છે પરંતુ આ પાયલોટ જે શાયરાના અંદાજમાં કવિતા બોલી રહ્યો છે તેનાથી ફ્લાઈટના મુસાફરોની સાથે ક્રૂ મેમ્બર પણ...
06:59 PM May 09, 2023 IST | Hardik Shah
ફ્લાઈટમાં પાયલોટ દ્વારા શાયરીના અંદાજમાં કવિતા બોલવામાં આવી જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. ફ્લાઇટના પાયલોટ સામાન્ય રીતે ગોખીને બોલતા હોય છે પરંતુ આ પાયલોટ જે શાયરાના અંદાજમાં કવિતા બોલી રહ્યો છે તેનાથી ફ્લાઈટના મુસાફરોની સાથે ક્રૂ મેમ્બર પણ...

ફ્લાઈટમાં પાયલોટ દ્વારા શાયરીના અંદાજમાં કવિતા બોલવામાં આવી જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. ફ્લાઇટના પાયલોટ સામાન્ય રીતે ગોખીને બોલતા હોય છે પરંતુ આ પાયલોટ જે શાયરાના અંદાજમાં કવિતા બોલી રહ્યો છે તેનાથી ફ્લાઈટના મુસાફરોની સાથે ક્રૂ મેમ્બર પણ ખુશ થઇ જાય છે. તાજેતરમાં સ્પાઈટ જેટના પાયલોટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા તે કવિતાના અંદાજમાં મુસાફરોને ટાંકીને કઇંક એવું બોલે છે જે સાંભળી તેઓ થોડી વાર માટે ટેન્સનમાં આવી શકે છે.

ઈન્સ્ટાગ્રામમાં આજકાલ બધા રીલ બનાવતા હોય છે. ત્યારે એક સ્પાઈસ જેટના પાયલોટે પણ એક વીડિયો બનાવી તેના એકાઉન્ટમાંથી શેર કર્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'poeticpilot_' પર વીડિયો શેર કર્યો જેમા તે ફ્લાઈટના મુસાફરોને સંદેશ આપો જોવા મળી રહ્યો છે. જેમા તે કહી રહ્યો છે કે, ‘જમીન સે ઉપર સુંદર હોગા આસમાન, આજ કી ફ્લાઇટ મેં વર્જિત હૈ ગુટખા ઓર પાન, ક્યોકિ ખિડકી ખૂલતી નહીં ઓર નહીં રખતે હમ પીકદાન’. આ કહ્યા પછી પાયલોટ જે કહે છે તેમાં લોકોની ખૂબ હસી નીકળતી સંભળાઈ રહી છે. તેણે કહ્યું કે, ‘જો-જો બેંગકોક ફ્લાઇટ મેં જૂઠ બોલકર આયે હૈ આજ કી શામ, વહ વાપસ ધ્યાન સે આના, ભાભીજી ખીંચ શકતી હૈ કાન... ચલીએ યુહી હસતે-મુસ્કુરાતે હુએ સફર કા મજા લીજીએ..’

મોહિત ટીઓટિયાના આ ઈન્સ્ટાગ્રામ પેજ પર 448K ફોલોઅર્સ છે. જ્યારે તેના આ વીડિયો પર 1 લાખ 42 હજારથી વધુ લાઈક્સ આવી ચુક્યા છે. વળી આ વીડિયો પર ઘણા યુઝર્સ ખૂબ જ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, ભૈયા બિહાર સે હો ક્યા? વળી બીજા યુઝર્સે લખ્યું કે, તમે અદ્ભુત કામ કરી રહ્યા છો. તમારી રમૂજ અને મધુર સ્મિતથી સકારાત્મકતા ફેલાવતા રહો... ભગવાન તમારું ભલું કરે..!

આ પણ વાંચો - દિલ્હી મેટ્રોવાળી છોકરીએ અશ્લીલતાની તમામ હદ વટાવી, પ્રાઈવેટ પાર્ટને આ રીતે છુપાવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
announcement of this pilotBangkok flightflightFlight Pilotlying BhabhijiPilotSpice Jet
Next Article