Ahmedabad : BJP કાર્યકરના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરી પોલીસને ચેલેન્જ આપનારો મોન્ટુ નામદાર ઝડપાયો
લાખો રૂપિયાની લાંચનો મામલો સામે આવ્યા બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Cyber Crime Branch Ahmedabad) સામે અનેક સવાલો ઉભા થયા છે. સાયબર ક્રાઈમ બ્રાંચમાં ઉપલક ફરજ બજાવતા હથિયારી PI દિગવિજયસિંહ જાડેજા (Digvijaysinh Jadeja) મોબાઈલ ફોન બંધ (Switch Off) કરીને ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે. આ સમગ્ર ઘટનાની વચ્ચે સાયબર ક્રાઈમ બ્રાંચે હત્યા કેસમાં પેરોલ જમ્પ (Parole Jump) કરી ફરાર થયેલા અને અમદાવાદ પોલીસને પડકાર ફેંકનારા ભાજપ કાર્યકર (BJP Worker) ના હત્યારાને ઝડપી પાડ્યો છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની આબરૂ બચાવવા માટે જો કોઈ હોય તો તે છે સાયબર ક્રાઈમ બ્રાંચ.ફરાર થયા બાદ મોન્ટુ ખાડીયામાં ફરતો હતો : જૂન-2022માં અમદાવાદના ખાડીયા વિસ્તારમાં BJP ના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબી (Rakesh alis Bobby) ની હત્યા થઈ હતી. હત્યા કેસમાં સામેલ ગેમ્બલર (Gambler) મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે નામદાર (Montu Namdar) સહિત 6 લોકોની ધરપકડ થઈ હતી. જેલવાસ ભોગવતા મોન્ટુ ઉર્ફે નામદારે ગત જુલાઈ મહિનામાં વચગાળાના જામીન મેળવ્યા હતા અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. ગત 15 સપ્ટેમ્બરના રોજ વૉન્ટેડ મોન્ટુ ખાડીયા વિસ્તારમાં સવારની પહોરમાં આંટાફેરા કરતા CCTV માં કેદ પણ થયો હતો. સીસીટીવી ફૂટેજ વાયરલ (Viral CCTV Footage) થતાં અમદાવાદ પોલીસને મોન્ટુ ચેલેન્જ આપી રહ્યો હોય તેવા મેસેજ પણ ફરતા થયા હતા. દોઢ મહિના બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે મોન્ટુ ઉર્ફે નામદારને રાજસ્થાન ખાતેથી ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે.

મહિનામાં પરોલ જમ્પ ગુનેગાર અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Cyber Crime Branch) છેલ્લાં કેટલાંક મહિનાઓથી નીતનવા કેસ કરી રહી છે. કસ્ટમ વિભાગ (Customs Department) સાથે મળીને સાયબર ક્રાઈમ બ્રાંચે વિદેશથી પાર્સલમાં આવતા ડ્ર્ગ્સ રેકેટ (Drugs Racket) નો પર્દાફાશ કર્યો અને 48.39 લાખની કિંમતનું કોકેઈન-ગાંજો ઝડપ્યો અને એક રશિયન નાગરિકને પણ પકડ્યો. વર્ષ 2003માં વેલેન્ટાઈન ડે (Valentine Day) ના દિવસે પત્ની સજનીની હત્યા કરી તરૂણ જિનરાજ (Tarun Jinraj) લાપતા થઈ ગયો હતો. દોઢ દસક બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના તત્કાલિન DCP દિપન ભદ્રન (Dipan Bhadran IPS) ના સીધા માર્ગદર્શન હેઠળ PI કિરણ ચૌધરી (Kiran Chaudhary) અને તેમની ટીમે વર્ષ 2018માં બેંગ્લુરૂથી ઝડપી પાડ્યો હતો. જેલવાસ ભોગવતા તરૂણ જિનરાજને ગત 4 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટે (High Court of Gujarat) વચગાળાના જામીન હેઠળ છોડ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ તરૂણ ફરાર થઈ જતાં પોલીસનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આખરે સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદ પોલીસની લાજ બચાવી અને તરૂણ જિનરાજ (Tarun Jinraj) ને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો---SVPI : અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ



