ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Plane crash incident in Ahmedabad : અમદાવાદમાં સૌથી મોટી વિમાન દુર્ઘટના, પ્લેનમાં 242થી વધુ મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી

એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન હોવાની આશંકા છે. જેમાં મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા
02:46 PM Jun 12, 2025 IST | SANJAY
એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન હોવાની આશંકા છે. જેમાં મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા
Plane crash incident in Ahmedabad: Biggest plane crash in Ahmedabad, preliminary information that there were more than 242 passengers on the plane

Plane crash incident in Ahmedabad : અમદાવાદમાં 200થી વધુ પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ છે. જેમાં ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ છે. એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન હોવાની આશંકા છે. જેમાં મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા છે. પ્લેન ક્રેશ થતા ભારે નાસ ભાગ સર્જાઈ છે. પ્લેનમાં 242થી વધુ મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી છે. ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના

મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના છે જેમાં ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જાણકારી મેળવી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને મુખ્યમંત્રી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદની ખાતરી આપી છે. અમદાવાદ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી છે.

વિમાન દુર્ઘટના અંગે એર ઈન્ડિયાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે અમદાવાદથી લંડનના ગૈટવિક માટે ઉડાન ભરી હતી. ઘટના અંગે જાણકારી મેળવી રહ્યાં છીએ. જેમાં એર ઈન્ડિયાના પ્રવક્તાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

એર ઈન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ક્રેશ થયું

એર ઈન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ક્રેશ થયું છે. જેમાં ટેક ઓફ કર્યા બાદ 10 મિનિટમાં વિમાન ક્રેશ થયુ છે. અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યાં બાદ મોટી દુર્ઘટના બની છે. ક્રેશ થયેલા પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફર સવાર હતા. એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાન હતુ. બોઈંગ 787 વિમાન અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું. તથા 300 મુસાફરોની કેપેસિટી ધરાવતું વિમાન હતું. અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું છે. જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ મોટાપાયે નુકસાન થયુ છે. રહેણાંક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ક્ષતવિક્ષત મૃતદેહ દેખાઇ રહ્યાં છે. ઘટના સ્થળે રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે છે. એમ્બ્યુલન્સ સહિતના રાહત-બચાવ ટીમો ઘટનાસ્થળે છે. સંપૂર્ણ દુર્ઘટના સ્થળને કૉર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં Air India નું પ્લેન ક્રેશ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના

Tags :
AhmedabadGujaratPlane Crash
Next Article