Ahmedabad Airport પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ફાયર સ્ટેશનની 3 ગાડી હાલ સ્ટેન્ડ બાય
- Ahmedabad Airport: દોહાથી હોંગકોંગ જતું હતું કતાર એરવેઝનું વિમાન
- ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
- એરપોર્ટ ઓથોરિટીની ટીમ, ફાયર વિભાગની ટીમ તૈનાત
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયુ છે. જેમાં દોહાથી કતાર એરવેઝનું વિમાન હોંગકોંગ જતું હતુ. ત્યારે ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. એરપોર્ટ ઓથોરિટીની ટીમ, ફાયર વિભાગની ટીમ તૈનાત છે. તેમજ ચાંદખેડા ફાયર સ્ટેશનની 3 ગાડી હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થતા મુસાફરોમાં દહેશતનો માહોલ છે.
અચાનક ટેકનિકલ ખામીથી હલચલ મચી
અમદાવાદ એરપોર્ટ પર આજે એક મુસાફરી વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. માહિતી મુજબ, દોહાથી કતાર એરવેઝનું વિમાન હોંગકોંગ જતું હતુ ત્યારે એરલાઈનના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાઇલટે તાત્કાલિક એરપોર્ટ કન્ટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો. એ પછી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ માટે તાત્કાલિક તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા.
Ahmedabad Airport પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ | Gujarat First
દોહાથી હોંગકોંગ જતું હતું કતાર એરવેઝનું વિમાન
ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
એરપોર્ટ ઓથોરિટીની ટીમ, ફાયર વિભાગની ટીમ તૈનાત
ચાંદખેડા ફાયર સ્ટેશનની 3 ગાડી હાલ સ્ટેન્ડ બાય#Gujarat #Ahmedabad… pic.twitter.com/0hzlbtAsXk— Gujarat First (@GujaratFirst) October 14, 2025
Ahmedabad Airport: તમામ મુસાફરો સુરક્ષિત, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ તૈનાત
વિમાનમાં મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. લેન્ડિંગ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમો પહેલેથી જ રનવે પાસે હાજર રાખવામાં આવી હતી જેથી કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તરત જ મદદ મળી રહે. લેન્ડિંગ સફળતાપૂર્વક થતાં જ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ વિમાનના ઈન્જિનમાં ટેકનિકલ ફૉલ્ટ જણાયો હતો. વધુ તપાસ માટે DGCA એ એરલાઈન પાસેથી તાત્કાલિક રિપોર્ટ માગ્યો છે.
આ પણ વાંચો: Surat: મોગલ માતાજીના ભુઈનો આઘાતજનક કિસ્સો, ગોરખધંધાનો પર્દાફાશ થયો


