PM Modi 75th Birthday : મોદી સ્ટેડિયમમાં મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ, એક દિવસમાં 5 લાખથી વધુ યુનિટ એકત્ર કરાશે
PM Modi 75th Birthday : નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
PM Modi Birthday : પ્રધાનસેવકની વિકાસ યાત્રા, PM Modi ને જન્મદિવસની શુભેચ્છાઓ । Gujarat First@narendramodi @PMOIndia #PMModiAt75 #HappyBirthdayModiji #PMModiBirthday #narendramodibirthday #narendramodiji #gujaratfirst pic.twitter.com/ZEAkOhipHV
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કીમી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2025ના રોજ 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસર પર જાણો દિવસભર તેમના વિશે વિવિધ તાજા સમાચાર...
એકનાથ શિંદેએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
September 17, 2025 2:38 pm
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, "પીએમ મોદીએ સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર અભિયાન સાથે તેમનો 75મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે તેમના જન્મદિવસ પર આપણા દેશની માતાઓ અને બહેનોનો વિચાર કર્યો.
જગદગુરુએ કહ્યું- મોદીની સફળતાનું સૌથી મોટું કારણ સમય પ્રત્યેનો તેમનો આદર છે
September 17, 2025 2:36 pm
#WATCH | On PM Modi's 75th birthday, Spiritual Leader Jagadguru Rambhadracharya says, "The biggest reason behind Modi's success is respect for time...'Viksit Bharat' is his doing..."
— ANI (@ANI) September 17, 2025
"... My friendship with Narendrabhai Modi dates back to the time when Advani ji took out the… pic.twitter.com/HHopFwk3nE
પટના હાઇકોર્ટનો કોંગ્રેસને આદેશ- મોદીની માતાનો AI વીડિયો હટાવે
September 17, 2025 2:06 pm
પટના હાઈકોર્ટે કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા પીએમ મોદીની માતાના AI વીડિયોને દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી, ભારતીય ચૂંટણીપંચ, મેટા, ગૂગલ, એક્સ (ટ્વિટર) અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને નોટિસ ફટકારી છે. અરજદાર વતી હાજર રહેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો સંતોષ કુમાર, સંજય અગ્રવાલ અને પ્રવીણ કુમારે કોર્ટને વિનંતી કરી કે તેઓ સંબંધિત એજન્સીઓને તમામ પોર્ટલ પરથી આવી સામગ્રીના પ્રસારને તાત્કાલિક રોકવા અને એને દૂર કરવા માટે કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપે.
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
September 17, 2025 2:03 pm
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે X પર પીએમ મોદી સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તમારી શક્તિ, દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની ક્ષમતા પ્રેરણાનો સ્ત્રોત છે. મિત્રતા અને આદર સાથે, હું તમારા સ્વાસ્થ્ય અને ઉર્જાની ઇચ્છા કરું છું જેથી તમે ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકો અને આપણા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકો.
Buon 75° compleanno al Primo Ministro indiano @narendramodi.
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2025
La sua forza, la sua determinazione e la sua capacità di guidare milioni di persone sono fonte di ispirazione.
Con amicizia e stima gli auguro salute ed energia per continuare a guidare l’India verso un futuro luminoso… pic.twitter.com/OqXr1GFlc0
મધ્યપ્રદેશની ધરા પરથી પાકિસ્તાન પર PM Modi ના પ્રહાર
September 17, 2025 1:19 pm
75માં જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં યોજવામાં આવેલી જનસભામાં ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાડ્યા છે તેમના ઠેકાણાઓને અમે નષ્ટ કર્યા છે. તેમણે કહ્યું આજે દેશ મા ભારતીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. ગઈ કાલે જ દેશે અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત જણાવી છે.. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, આ નવું ભારત છે, તે કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે.
શાહરૂખ ખાને પાઠવી વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ
September 17, 2025 1:07 pm
'કિંગ ખાને' પાઠવી વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
PM મોદીની સફર ઘણી પ્રેરણાદાયકઃ શાહરૂખ ખાન
નાના શહેરથી વૈશ્વિક મંચ સુધીની સફર પ્રેરણાદાયક
શિસ્ત, સખત મહેનત, દેશ પ્રત્યેનું સમર્પણઃ શાહરૂખ ખાન
'75 વર્ષની ઉંમરે પણ યુવાઓને માત આપે તેવી ઊર્જા'@iamsrk @PMOIndia @narendramodi #PMModi… pic.twitter.com/m2PNxzRvGW
નિઃસંદેહ ભારત વિશ્વગુરુ બનવાના માર્ગે આગળ વધશે
September 17, 2025 12:26 pm
આધ્યાત્મિક ગુરુ અને બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવી છે. આચાર્ય શાસ્ત્રીએ વડાપ્રધાન મોદીને યુગ પુરુષ ગણાવ્યા અને જણાવ્યું કે, તેઓ ભારતને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઊભું કરવા આવ્યા છે. જો ભારતનું નેતૃત્વ આવા નેતા દ્વારા થાય, તો નિઃસંદેહ ભારત વિશ્વગુરુ બનવાના માર્ગે આગળ વધશે.
બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છા પાઠવી | Gujarat First@PMOIndia @narendramodi @bageshwardham #PMModi #NarendraModi #HappyBdayPMModi #PMofIndia #BabaBagheshwarDham #GujaratFirst pic.twitter.com/uqZ6RbgAoT
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
અભિનેત્રી આલિયા ભટ્ટે વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
September 17, 2025 12:25 pm
અભિનેત્રી આલિયા ભટ્ટે વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. આલિયા ભટ્ટે કહ્યું કે પીએમ મોદીનું નેતૃત્વ આપણા મહાન રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપતું રહે અને અમને વધુ પ્રગતિ તરફ દોરી જાય. આલિયા ભટ્ટે કહ્યું કે સ્વાસ્થ્ય, શક્તિ અને સફળતા સદાય બની રહે એવી શુભેચ્છાઓ.
અભિનેત્રી આલિયા ભટ્ટે પાઠવી PMને શુભેચ્છા
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
'PMનું નેતૃત્વ મહાન રાષ્ટ્રને પ્રગતિ તરફ દોરી જાય છે'
'મહાન રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપનારું નેતૃત્વ'
સ્વાસ્થ્ય, શક્તિ, સફળતા સદાય બની રહેઃ આલિયા ભટ્ટ
વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓઃ આલિયા@aliaa08 @narendramodi @PMOIndia #PMModi… pic.twitter.com/QdvJh4nGOY
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
September 17, 2025 12:06 pm
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને તેમણે યાદ કરી હતી. ગુજરાતમાં થયેલા વિકાસ અને વડાપ્રધાન મોદીના વિઝન અંગે રવિન્દ્ર જાડેજાએ વાત કરી હતી.
Rajkot ના કલાકારોએ રંગોળી કરી ઉજવ્યો PM Modi નો જન્મદિવસ
September 17, 2025 12:05 pm
Rajkot ના કલાકારોએ રંગોળી કરી ઉજવ્યો PM Modi નો જન્મદિવસ ! | Gujarat First
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
રાજકોટમાં વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી
ગાંધી મ્યુઝિયમમાં 75 જેટલી રંગોળી તૈયાર કરવામાં આવી
રાજકોટના કલાકારો દ્વારા આ રંગોળીઓ તૈયાર કરવામાં આવી
કલાકારો દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર પણ રંગોળી બનાવાઈ… pic.twitter.com/dUqYFCla2X
કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેનું અભિયાન
September 17, 2025 12:04 pm
ગાંધીનગરમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવાકીય કાર્યો
ભાજપ દ્વારા કુપોષિત બાળકો માટે સુપોષણ કીટનું વિતરણ
ભાજપ દ્વારા 30 હજારથી વધુ કીટનું વિતરણ કરવામાં આવશે
કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેનું અભિયાન#PMModi #PMNarendraModi… pic.twitter.com/7t1nXtQrKr
PM મોદીના જન્મદિવસે આજે સૌ પ્રથમવાર 1 લાખ લોકો રક્તદાન કરશે: Harsh Sanghavi
September 17, 2025 12:03 pm
Harsh Sanghavi | PM મોદીના જન્મદિવસે આજે સૌ પ્રથમવાર 1 લાખ લોકો રક્તદાન કરશે | Gujarat First @sanghaviharsh #Gujarat #PMModi #PMNarendraModi #HappyBirthdayModiji #PMModiBirthday #Ahmedabad #HomeMinisterOfGujarat #HarshSanghavi #BloodDonationCamp #NarendraModiStadium… pic.twitter.com/fBiDzgrDvN
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary એ PM Narendra Modi ને જન્મદિવસની પાઠવી શુભેચ્છાઓ
September 17, 2025 11:58 am
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary એ PM Narendra Modi ને જન્મદિવસની પાઠવી શુભેચ્છાઓ | Gujarat First @ChaudhryShankar #PMModi #PMNarendraModi #HappyBirthdayModiji #PMModiBirthday #Gujarat #GujaratAssembly #AssemblySpeaker #ShankarChaudhary #GujaratFirst pic.twitter.com/XpweKVT997
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
September 17, 2025 11:44 am
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. નેતન્યાહૂએ કહ્યુ કે મારા સારા મિત્ર નરેન્દ્ર હું તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છે. નેતન્યાહૂએ કહ્યું કે તમારા જીવનમાં ભારત માટે ઘણું બધું પ્રાપ્ત કર્યુ છે. આપણે સાથે મળીને ભારત અને ઈઝરાયલ વચ્ચેની મિત્રતામાં ઘણું બધુ પ્રાપ્ત કર્યુ છે. નેતન્યાહૂએ પીએમ મોદી સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
PM મોદીના જન્મદિવસ પર શુભેચ્છાઓનો વરસાદ
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
ઈઝરાયલના PM નેતન્યાહૂએ પાઠવી શુભેચ્છાઓ
જન્મદિવસની શુભેચ્છાઓ મારા મિત્રઃ PM નેતન્યાહૂ
ભારત-ઈઝરાયલની મિત્રતામાં ઘણું પ્રાપ્ત થયુંઃ નેતન્યાહૂ
નેતન્યાહૂએ PM મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી@narendramodi @PMOIndia @netanyahu #PMModi… pic.twitter.com/XSjEIYXa9k
મુકેશ અંબાણીએ કહ્યું કે 1.45 અબજ ભારતીયો માટે ઉત્સવનો દિવસ
September 17, 2025 11:14 am
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પીએમ મોદીના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે 1.45 અબજ ભારતીયો માટે ઉત્સવનો દિવસ છે. હું વડાપ્રધાન મોદીજીને મારી શુભેચ્છાઓ પાઠવું છું. મોદીજીનો અમૃત મહોત્સવ ભારતના અમૃત કાળમાં આવી રહ્યો છે તે કોઈ સંયોગ નથી. મુકેશ અંબાણીએ કહ્યું મારી ખૂબ જ ઈચ્છા છે કે મોદીજી સ્વતંત્ર ભારત 100 વર્ષ પૂર્ણ કરે ત્યારે પણ ભારતની સેવા કરતા રહે.
ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ પાઠવી શુભેચ્છાઓ
September 17, 2025 11:13 am
વડાપ્રધાન મોદીના 75માં જન્મદિવસે ભૂતાનના વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન શેરિંગ ટોબગેએ કહ્યું ભૂતાનના લોકો તરફથી 75માં જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. શેરિંગ ટોબગેએ કહ્યું આ ખુશીના પ્રસંગે, સારા સ્વાસ્થ્ય, ખુશી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.
Warm birthday wishes to Hon’ble Prime Minister Shri @narendramodi. Wishing you good health and long life. Grateful for your leadership and the special friendship between Bhutan and India. pic.twitter.com/XvlrhvYzJ8
— Tshering Tobgay (@tsheringtobgay) September 17, 2025
ઋષિ સુનકે વડાપ્રધાન મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી
September 17, 2025 10:43 am
યુકેના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ઋષિ સુનકે કહ્યું કે આ અનિશ્ચિતતાના સમયમાં આપણે બધાને સારા મિત્રોની જરૂર છે અને મોદીજી હંમેશા મારા અને બ્રિટનના સારા મિત્ર રહ્યાં છે. ભારત-યુકેના સંબંધો મજબૂત થતા જોઈને આનંદ થાય છે. ઋષિ સુનકે ક્રિકેટ મેચ અને 2023ના G20 સમિટને પણ યાદ કર્યુ હતું. ઋષિ સુનકે વડાપ્રધાન મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી સૈનીએ માતા માટે એક વૃક્ષ કાર્યક્રમ હેઠળ વૃક્ષ પણ વાવ્યું
September 17, 2025 10:08 am
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના ભાગ રૂપે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી સૈનીએ માતા માટે એક વૃક્ષ કાર્યક્રમ હેઠળ એક વૃક્ષ પણ વાવ્યું હતું.
#WATCH रोहतक: हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी ने प्रधानमंत्री नरेंद्र मोदी के 75वें जन्मदिन के अवसर पर सेवा पखवाड़ा के तहत आयोजित स्वच्छता अभियान में भाग लिया। मुख्यमंत्री सैनी ने 'एक पेड़ माँ के नाम' कार्यक्रम के तहत वृक्षारोपण भी किया।
— ANI_HindiNews (@AHindinews) September 17, 2025
(सोर्स: डीपीआर) pic.twitter.com/GsrmBvfPxr
PM મોદીએ વિશ્વને બતાવ્યું છે કે ભારત દેશ નબળો નથી: C.R.Patil
September 17, 2025 9:59 am
C.R.Patil | PM મોદીએ વિશ્વને બતાવ્યું છે કે ભારત દેશ નબળો નથી | Gujarat First
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
સી.આર. પાટીલે પહેલગામની ઘટનાને લઈને આપ્યું નિવેદન
"પહેલગામ હુમલા બાદ દેશના લોકોમાં એક બદલાની ભાવના હતી"
"દેશના લોકોની ઇચ્છા PM મોદીએ સફળતાપૂર્વક પૂર્ણ કરી"
"PM મોદીએ વિશ્વને બતાવ્યું છે કે ભારત દેશ… pic.twitter.com/fbY504U9Fp
વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે શુભકામનાઓ પાઠવી
September 17, 2025 9:56 am
વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે શુભકામનાઓ પાઠવી છે. પીએમ અલ્બેનીઝે કહ્યું કે મારા મિત્ર વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ. ઓસ્ટ્રેલિયા ભારત સાથે આટલી મજબૂત મિત્રતા શેર કરવાનો ગર્વ અનુભવે છે, અને અમે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના અવિશ્વસનીય યોગદાન માટે દરરોજ આભારી છીએ. અલ્બેનીઝે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે હું ટૂંક સમયમાં તમારી સાથે મુલાકાત કરવા અને મિત્રતા અને પ્રગતિ ચાલુ રાખવા માટે આતુર છું.
Happy birthday, Prime Minister @narendramodi. pic.twitter.com/moxu9mJ4Bj
— Anthony Albanese (@AlboMP) September 17, 2025
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનને વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
September 17, 2025 9:50 am
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનને વડાપ્રધાન મોદીને 75માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. લક્સને પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા 2047ના વિકસિત ભારતના સંકલ્પને યાદ કર્યો હતો અને કહ્યું કે ન્યૂઝીલેન્ડ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા ભાગીદાર બનશે. ક્રિસ્ટોફર લક્સને કહ્યું કે બંને દેશ સુરક્ષા અને સમૃદ્ધિ માટે મળીને કામ કરશે.
Happy Birthday @narendramodi. pic.twitter.com/YFG5u0ZD9H
— Christopher Luxon (@chrisluxonmp) September 17, 2025
સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
September 17, 2025 9:48 am
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 140 કરોડ ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓના વાહક, વૈશ્વિક મંચ પર નવા ભારતને મોખરે રાખનારા, વિશ્વના સૌથી લોકપ્રિય રાજકારણી, આપણા બધાના માર્ગદર્શક, એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવનાને સાકાર કરનારા, સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
140 करोड़ भारतीयों की आशाओं-आकांक्षाओं के संवाहक, वैश्विक मंच पर 'नए भारत' को अग्रिम पंक्ति में प्रतिष्ठित करने वाले, विश्व के सर्वाधिक लोकप्रिय राजनेता, हम सभी के मार्गदर्शक, 'एक भारत-श्रेष्ठ भारत' की संकल्पना को साकार करने वाले यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को… pic.twitter.com/98CdgAPZmP
— Yogi Adityanath (@myogiadityanath) September 16, 2025
શત્રુઘ્ન સિંહાએ જૂની તસવીરો શેર કરી અને લખ્યું...
September 17, 2025 9:47 am
હિન્દી સિનેમાના અભિનેતા અને ટીએમસી નેતા શત્રુઘ્ન સિંહાએ જૂની તસવીરો શેર કરી અને લખ્યું, "આપણા મિત્ર અને સમાજના મિત્ર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને હંમેશા ખુશી, શાંતિ, આનંદ, સારું સ્વાસ્થ્ય અને સ્વસ્થ લાંબુ જીવન આપે."
Wishing our friend & friend of the society hon'ble PM @narendramodi many many happy returns of the day. May God bless you in abundance with happiness, peace, joy, great well-being & a healthy long life ahead always.💐#BirthdayWishes pic.twitter.com/4qCIZj0WRr
— Shatrughan Sinha (@ShatruganSinha) September 17, 2025
NCP (SP) ના નેતા શરદ પવારે નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી
September 17, 2025 9:45 am
NCP (SP) ના નેતા શરદ પવારે નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું, તમારા જન્મદિવસ નિમિત્તે, હું તમને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. ભગવાન તમને સારુ સ્વાસ્થ્ય, ખુશી અને લાંબુ આયુષ્ય આપે. હું ઈચ્છું છું કે આપણો દેશ તમારા સક્ષમ માર્ગદર્શન હેઠળ પ્રગતિ કરતો રહે અને આવનારા વર્ષોમાં તેની વધુ સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરું છું.
On the occasion of your birthday, I extend my warm greetings and good wishes to you. May you be blessed with good health, happiness, and a long life.
— Sharad Pawar (@PawarSpeaks) September 17, 2025
I wish for the continued progress of our nation under your able guidance and look forward to its greater wellbeing and…
હું તેમને સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવું છું: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર
September 17, 2025 9:44 am
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. હું તેમને સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવું છું.
आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। उनके स्वस्थ एवं सुदीर्घ जीवन की कामना है।@narendramodi
— Nitish Kumar (@NitishKumar) September 17, 2025
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
September 17, 2025 9:43 am
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે, જે આપણા રાષ્ટ્રને સ્પષ્ટતા અને દૃઢ નિશ્ચય સાથે માર્ગદર્શન આપી રહ્યા છે. લોકો અને આપણા રાષ્ટ્રની સમૃદ્ધિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ અસંખ્ય જીવનોને સ્પર્શ્યા છે અને સમગ્ર દેશમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવ્યા છે. તેમના સમર્પણથી, તેમણે આપણી વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂત બનાવી છે અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેના તેમના રોડમેપ સાથે આપણને વિશ્વમાં અગ્રણી રાષ્ટ્ર બનવા તરફ દોરી રહ્યા છે. હું તેમને ઘણા વર્ષો સુધી સારા સ્વાસ્થ્ય, અમર્યાદિત ઉર્જા અને આપણી મહાન માતૃભૂમિ પ્રત્યે સમર્પિત સેવાની શુભેચ્છા પાઠવું છું.
Warmest birthday greetings to our Hon’ble Prime Minister, Shri Narendra Modi ji. We are truly fortunate to have the right leader at the right time, guiding our nation with clarity and determination. His absolute commitment to the people and our nation’s prosperity, reflected in… pic.twitter.com/lR4CgatxQt
— N Chandrababu Naidu (@ncbn) September 17, 2025
રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી...
September 17, 2025 9:14 am
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને તેમના સારા સ્વાસ્થ્યની કામના."
Wishing Prime Minister Narendra Modi ji a happy birthday and good health.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2025
મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન
September 17, 2025 9:12 am
વડાપ્રધાન મોદીના 75 માં જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણીમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શિબિરનું ઉદ્ઘાટન કરાયુ છે.
વડાપ્રધાન મોદીના 75 માં જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શિબિરનું ઉદ્ઘાટન
યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત અભિયાનની શરૂઆત
યોગ બોર્ડ દ્વારા PM મોદીના 75 માં જન્મદિવસ પર 75… pic.twitter.com/OwWu2KY8qj
Happy 75th Birthday to PM Modi : જનનાયકના જન્મદિવસની ઉજવણી
September 17, 2025 9:11 am
Happy 75th Birthday to PM Modi : જનનાયકના જન્મદિવસની ઉજવણી । Gujarat First @narendramodi @PMOIndia #PMModiAt75 #HappyBirthdayModiji #PMModiBirthday #narendramodibirthday #narendramodiji #gujaratfirst pic.twitter.com/F4lelyBG3x
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
Happy 75th Birthday to PM Modi : અમદાવાદ નમો સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ
September 17, 2025 9:07 am
વડાપ્રધાન મોદીનો આજે 75મો જન્મદિવસ
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
અમદાવાદ નમો સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત
સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ
50 સંસ્થાઓ સાથે મળીને મેગા રક્તદાન કેમ્પ યોજશે
દેશભરમાં PMના જન્મદિવસ પર સેવાકીય પ્રવૃતિ@narendramodi… pic.twitter.com/e5GR6LAyP3
Happy 75th Birthday to PM Modi : રોમની રેસ્ટોરન્ટમાં ગૂંજ્યો ટાન્તી ઓગુરી મોદીનો નાદ
September 17, 2025 9:06 am
Happy 75th Birthday to PM Modi : રોમની રેસ્ટોરન્ટમાં ગૂંજ્યો 'ટાન્તી ઓગુરી મોદી'નો નાદ । Gujarat First
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
રોમની રેસ્ટોરન્ટમાં ગૂંજ્યો 'ટાન્તી ઓગુરી મોદી'નો નાદ
ઈટાલિયન શેફ વેલેન્ટીનો રહીમની PMને વિશેષ શુભેચ્છા
તિરંગા મિલેટ પીઝા તૈયાર કરીને જન્મદિવસની ઉજવણી
રોમના જાણીતા રેસ્ટોરન્ટ… pic.twitter.com/ZRrQvsYq1i
દિલ્હીના મુખ્યમંત્રી PM Modi ના જન્મદિવસ પર વ્યક્તિગત રીતે રક્તદાન કરશે
September 17, 2025 8:25 am
દિલ્હી સરકારના મંત્રી આશિષ સૂદે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર પાંચ ડ્રોન અને 75 મોટા પ્રોજેક્ટ્સ સમર્પિત કરવામાં આવશે. દિલ્હીનો સૌથી મોટા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પોતે રક્તદાન કરી રહ્યા છે. સેવા પખવાડિયા દરમિયાન ભાજપ જનતાની સેવા કરવામાં આગેવાની લે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા રક્તદાન કેમ્પ, 5 લાખથી વધુ યુનિટ એકત્ર કરાશે
September 17, 2025 8:21 am
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા- અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) અને અલગ-અલગ 50 સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ 2.0" અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ કરાવવામાં આવશે. એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી એમ 12 કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
સ્વપ્નદ્રષ્ટા જુઓ આજે સવારે 11:25 કલાકે અને બપોરે 2:55 કલાકે માત્ર Gujarat First પર
September 17, 2025 8:20 am
"સ્વપ્નદ્રષ્ટા" જુઓ આજે સવારે 11:25 કલાકે અને બપોરે 2:55 કલાકે માત્ર Gujarat First પર @narendramodi @PMOIndia #PMModiAt75 #HappyBirthdayModiji #PMModiBirthday #narendramodibirthday #narendramodiji #gujaratfirst pic.twitter.com/Txf1IqxKOg
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
અમે પીએમ મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે: દિલ્હીના મંત્રી કપિલ મિશ્રા
September 17, 2025 8:18 am
પીએમ મોદીના 75મા જન્મદિવસ પર દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું કે આજે પીએમ મોદીનો જન્મદિવસ છે, તેથી અમે અહીં હનુમાન મંદિરમાં આવ્યા છીએ, અમે પીએમ મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. ભગવાન તેમના પર આશીર્વાદ રાખે અને તેમને વધુ શક્તિ આપે.
#WATCH | Delhi: On PM Modi's 75th birthday, Delhi Minister Kapil Mishra says, "Today is Prime Minister Modi's birthday, so we have come here to the Hanuman temple, we have prayed for Prime Minister Modi's long life and good health... May God continue to keep his blessings upon… pic.twitter.com/H2jhcc1wK3
— ANI (@ANI) September 17, 2025
ભારતના પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ
September 17, 2025 8:16 am
भारत के प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। परिश्रम की पराकाष्ठा का उदाहरण प्रस्तुत करते हुए अपने असाधारण नेतृत्व से आपने देश में बड़े लक्ष्यों को प्राप्त करने की संस्कृति का संचार किया है। आज विश्व समुदाय भी आपके मार्गदर्शन में अपना…
— President of India (@rashtrapatibhvn) September 17, 2025
ગુજરાતના સુરતમાં સૌથી મોટો ત્રિરંગો લહેરાયો
September 17, 2025 8:14 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, ગુજરાતના સુરતમાં લોકોએ સૌથી મોટો ત્રિરંગો લહેરાવ્યો અને એક જ કાપડમાંથી વડાપ્રધાનનું એક વિશાળ પોસ્ટર બનાવ્યું. ત્રિરંગો અને પોસ્ટર બનાવનારા પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના પોસ્ટર સાથે ત્રિરંગો તેમના 'દરેક ઘરમાં તિરંગા' અભિયાન માટે છે, જે રાષ્ટ્રધ્વજ પ્રત્યેના તેમના પ્રેમને પ્રતિબિંબિત કરે છે. 20 લોકોની ટીમે આ પોસ્ટર બનાવવામાં 15 થી 20 દિવસ લાગ્યા. પોસ્ટરની આસપાસ એક પટ્ટો છે, જેનાથી 54 લોકો તેને સરળતાથી પકડી શકે છે. અમે સુરત અને સમગ્ર દેશવતી વડાપ્રધાન મોદીને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ.
તી કલાકાર સુદર્શન પટનાયકે પુરીમાં રેતી કલા દ્વારા પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
September 17, 2025 8:12 am
રેતી કલાકાર સુદર્શન પટનાયકે પુરીમાં રેતી કલા દ્વારા પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આખી દુનિયા ભારતની પ્રગતિ અને વિકાસ જોઈ રહી છે. દેશને આગળ વધારવામાં તેમના કાર્ય માટે અમે વડાપ્રધાન મોદીને સલામ કરીએ છીએ. વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 750 કમળના ફૂલોનો ઉપયોગ કરીને આ રેતી કલા બનાવવામાં આવી હતી.
#WATCH | Puri, Odisha: Sand artist Sudarshan Pattnaik says, "The whole world is watching how India is progressing and how the country is developing. We salute Prime Minister Modi for his work in taking the country forward... On the occasion of Prime Minister Modi's 75th birthday,… https://t.co/BaL0Sp0rLY pic.twitter.com/hKwRLxEESV
— ANI (@ANI) September 16, 2025
આખો દેશ તેમના જન્મદિવસને સેવા પખવાડિયું તરીકે ઉજવે છે: સૈયદ નસીરુદ્દીન ચિશ્તી
September 17, 2025 8:10 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, અજમેરના સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું, "હું તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આખો દેશ તેમના જન્મદિવસને સેવા પખવાડિયું તરીકે ઉજવે છે, જેનો એકમાત્ર હેતુ સેવાનો છે. તેમના મજબૂત નેતૃત્વ હેઠળ, એક નવું ભારત ઉભરી આવ્યું છે જે કોઈના દબાણ સામે ઝૂકશે નહીં."
#WATCH | Ajmer, Rajasthan | On the occasion of PM Narendra Modi's 75th birthday, Syed Nasiruddin Chishti says, "I wish him a very happy birthday... The way the entire country celebrates his birthday in the form of Sewa Pakhwada, the only intent is service... New India has come… pic.twitter.com/BVFwQZIbL9
— ANI (@ANI) September 17, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદના મણિનગરમાં ફૂલોથી ભારતનો નકશો બનાવીને અને ગરબા રમીને ઉજવણી
September 17, 2025 8:06 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદના મણિનગરમાં ફૂલોથી ભારતનો નકશો બનાવીને અને ગરબા રમીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાઉન્સિલર કરણ ભટ્ટ પણ હાજર રહ્યા હતા. અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે અમે ભારતના નકશા પર 'નમોત્સવ' લખીને અને ગરબા રમીને પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ. આ પ્રસંગે દેશભરમાં ઘણા સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
#WATCH | Gujarat | Eve of Prime Minister Narendra Modi's 75th birthday celebrated by making a map of India with flowers and playing Garba in Maninagar, Ahmedabad.
— ANI (@ANI) September 17, 2025
BJP MLA Amul Bhatt and Councillor Karan Bhatt also participated in the event.
BJP Amul Bhatt says, "We are… pic.twitter.com/zgJ7NzBYTH
PM Modi Birthday : પ્રધાનસેવકની વિકાસ યાત્રા, PM Modi ને જન્મદિવસની શુભેચ્છાઓ
September 17, 2025 8:05 am
PM Modi Birthday : પ્રધાનસેવકની વિકાસ યાત્રા, PM Modi ને જન્મદિવસની શુભેચ્છાઓ । Gujarat First@narendramodi @PMOIndia #PMModiAt75 #HappyBirthdayModiji #PMModiBirthday #narendramodibirthday #narendramodiji #gujaratfirst pic.twitter.com/ZEAkOhipHV
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
વડાપ્રધાન મોદીના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ
September 17, 2025 7:58 am
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન કોલ કરીને PMને પાઠવી શુભેચ્છા. ટ્રમ્પે કહ્યું વડાપ્રધાન મોદી શાનદાર કામ કરી રહ્યાં છે. મિત્ર વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઃ ટ્રમ્પ
વડાપ્રધાન મોદીના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ
— Gujarat First (@GujaratFirst) September 17, 2025
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન કોલ કરીને PMને પાઠવી શુભેચ્છા
ટ્રમ્પે કહ્યું વડાપ્રધાન મોદી શાનદાર કામ કરી રહ્યાં છે
મિત્ર વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઃ ટ્રમ્પ
રશિયા-યૂક્રેન યુદ્ધવિરામ સમર્થન માટે માન્યો આભાર
PM મોદીએ રાષ્ટ્રપતિ… pic.twitter.com/sSTuHOSMbU
ભારતના આદરણીય પ્રધાનમંત્રીને જન્મદિવસની સહૃદય શુભકામનાઓ - હર્ષ સંઘવી
September 17, 2025 7:56 am
એક એવું વિરાટ વ્યક્તિત્વ જે સેવા અને સમર્પણનો સમન્વય છે,
— Harsh Sanghavi (@sanghaviharsh) September 16, 2025
જે શૌર્ય અને સાહસનો સમન્વય છે,
જે દીર્ઘદ્રષ્ટિ અને દૃઢ નેતૃત્વનો સમન્વય છે,
જે રાષ્ટ્રભક્તિનો પર્યાય છે,
જે રાષ્ટ્રપ્રીતિનો પર્યાય છે,
જે ભારતીયતાનો ધ્વજ અખિલ વિશ્વમાં લહેરાવવા કટિબદ્ધ છે,
જેનું રોમેરોમ રાષ્ટ્ર વિકાસને… pic.twitter.com/f20wuho89t
મોદીજીના નેતૃત્વમાં, ભારત વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર પણ બન્યું : અમિત શાહ
September 17, 2025 7:18 am
મોદીજીના નેતૃત્વમાં, ભારત વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર પણ બન્યું છે. અવકાશમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવથી લઈને દ્વારકામાં સમુદ્રના ઊંડાણ સુધી, તેમણે વારસા અને વિજ્ઞાન બંનેને ગૌરવ અપાવ્યું છે. તેમના નેતૃત્વમાં, આજે ભારત અવકાશ ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.
मोदी जी के नेतृत्व में भारत वैश्विक आकांक्षाओं का केंद्र भी बना है। अंतरिक्ष में चाँद के दक्षिणी ध्रुव से लेकर द्वारका में समुद्र की गहराई तक, उन्होंने विरासत और विज्ञान दोनों को गौरव दिलाया है। उनके नेतृत्व में आज भारत स्पेस सेक्टर में नए कीर्तिमान बना रहा है।
— Amit Shah (@AmitShah) September 17, 2025
स्वदेशी कोविड…
ભારતના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અનેકાનેક શુભકામના - CM ભૂપેન્દ્ર પટેલ
September 17, 2025 7:15 am
આત્મનિર્ભર અને વિકસિત ભારતના સૂત્રધાર, ભારતના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અનેકાનેક શુભકામના પાઠવું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 17, 2025
સંઘર્ષોમાં તપીને, અવરોધોને ઓળંગીને તેજસ્વી હીરા સમ બનેલું આપનું વ્યક્તિત્વ અમારા સૌ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત છે. ગુજરાતના મુખ્યમંત્રીથી… pic.twitter.com/cQnZlG2F7z
જન્મદિવસ પર યોજનાઓની ભેટ
September 17, 2025 7:13 am
જન્મદિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી મોદી માત્ર એક ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ જ નહીં, પરંતુ અનેક સામાજિક યોજનાઓનો પણ પ્રારંભ કરશે. તેઓ 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અને પોષણ અભિયાન'નો પ્રારંભ કરશે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓ, કિશોરો અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવાનો છે. આ સાથે, પ્રધાનમંત્રી 'એક બગિયા મા કે નામ' અભિયાન પણ શરૂ કરશે, જે હેઠળ મહિલાઓને છોડ ભેટમાં આપવામાં આવશે અને પર્યાવરણીય સંરક્ષણને મહિલાઓની ભાગીદારી સાથે જોડવામાં આવશે.
આ વખતે PM Modi તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશમાં હશે
September 17, 2025 7:10 am
આ વર્ષે પીએમ મોદી બુધવારે તેમના 75મા જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશમાં હશે. પીએમ મોદી અહીં ધાર જિલ્લાના ભૈનસોલા ગામની મુલાકાત લેશે અને મહિલાઓ અને પરિવારો માટે આરોગ્ય અને પોષણ પર આધારિત અભિયાન શરૂ કરશે. તેઓ કાપડ ઉદ્યોગ માટે પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ પણ કરશે. આ પાર્કનો ઉદ્દેશ્ય દેશને કાપડનું કેન્દ્ર બનાવવાનો અને નિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર દેશભરમાં આવા સાત પીએમ મિત્રા પાર્ક બનાવી રહી છે.
જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર: પીએમ મોદી
September 17, 2025 7:10 am
પીએમ મોદીએ X પર પણ આ માહિતી શેર કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનતા તેમણે લખ્યું, "તમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકાની વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તમારા પ્રયાસોને સમર્થન આપીએ છીએ."
Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful resolution of the…
— Narendra Modi (@narendramodi) September 16, 2025
ટ્રમ્પે PM Modiને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું - ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે
September 17, 2025 7:09 am
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા અને તેમની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી. બંને નેતાઓ વચ્ચે ભારત-અમેરિકન સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પગલાને વોશિંગ્ટન દ્વારા ભારત સાથેના સંબંધોને નવી દિશા આપવા અને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.


