PM Modi Bihar visit: બિહારમાં મોદી ગર્જયા, ઘૂસણખોરો સામે કરીશું કડક કાર્યવાહી
- PM Modi Bihar visit PM મોદી આજે બિહાર પ્રવાસે પૂર્ણિયા પહોંચ્યા હતા
- બિહારના પૂર્ણિયામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
- બિહારમાં 40 હજાર કરોડના વિકાસ કાર્યોનું શિલાન્યાસ કર્યો
બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે તમામ પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં અગ્રેસર જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી આજે બિહાર પ્રવાસે પૂર્ણિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રિબન કાપીને પૂર્ણિયા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયામાં લગભગ 40,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે સીએમ નીતિશ કુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
PM Modi Bihar visit કરી હતી
ઉલ્લેખનીય છે કે આ ઉદ્ઘાટન અને શિલાન્યાસ પછી એક સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે લગભગ 40 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. રેલવે , એરપોર્ટ, વીજળી, પાણી સંબંધિત આ પ્રોજેક્ટ્સ સીમાંચલના સપનાઓને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે. આજે પીએમ આવાસ યોજના હેઠળ 40 હજારથી વધુ લાભાર્થીઓને કોંક્રિટનું ઘર પણ મળ્યું છે. આ પરિવારોના જીવનમાં એક નવી શરૂઆત થઈ છે.
Purnea, Bihar: Prime Minister Narendra Modi says, "Today, the terminal was inaugurated, and the first commercial flight was flagged off. With the new airport, Purnea has entered the country's aviation map. There will now be direct connectivity from Purnea and Seemanchal to major… pic.twitter.com/TG4watJbWJ
— IANS (@ians_india) September 15, 2025
PM Modi Bihar visit : PMએ ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરાશે
આ સભામાં PM મોદીએ એમ પણ કહ્યું કે આજે દેશના કેટલાક રાજ્યો સહિત સીમાંચલમાં વસ્તી વિષયક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જ્યારે લાલ કિલ્લાથી તેમને બચાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના લોકોએ તેમને બચાવવા માટે યાત્રાઓ કાઢવાનું શરૂ કર્યું. તેઓ ઘુસણખોરોના પક્ષમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઘુસણખોરોને બચાવવા માટે આગળ આવી રહેલા નેતાઓને હું પડકાર ફેંકું છું અને કહું છું કે ગમે તેટલા પ્રયાસો કરે, અમે ઘુસણખોરોને બહાર કાઢીશું.
મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં ભારતીય કાયદો પ્રબળ રહેશે, ઘુસણખોરોની ઇચ્છા નહીં. ઘુસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને દેશ તેના સારા પરિણામો જોશે. આરજેડી-કોંગ્રેસ ઘુસણખોરોના સમર્થનમાં છે. બિહારના લોકો તેમને જવાબ આપશે. આરજેડીના શાસન દરમિયાન, બિહારની મહિલાઓએ હત્યા, બળાત્કાર અને ખંડણીના કેસો જોયા છે.
આ પણ વાંચો: Waqf Amendment Act અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, આ જોગવાઇ પર લગાવી રોક


