Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi એ આ 10 લોકોને સ્થૂળતા ઘટાડવા માટે ચેલેન્જ આપી

ખોરાકમાં તેલનો 10% ઘટાડો કરવા જેવા નાના પ્રયાસો દ્વારા આ પડકારનો સામનો કરી શકાય
pm modi એ આ 10 લોકોને સ્થૂળતા ઘટાડવા માટે ચેલેન્જ આપી
Advertisement
  • પીએમ મોદીએ 'મન કી બાત'માં સ્થૂળતાની સમસ્યા પર ચર્ચા કરી
  • ખાદ્ય તેલમાં 10% ઘટાડો કરવાનો પડકાર શરૂ કરવામાં આવ્યો
  • પીએમએ સ્થૂળતા સામે 10 લોકોને પડકાર ફેંક્યો

 PM Modi : રવિવારે 'મન કી બાત' કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વધતી જતી સ્થૂળતાની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ખોરાકમાં તેલનો 10% ઘટાડો કરવા જેવા નાના પ્રયાસો દ્વારા આ પડકારનો સામનો કરી શકાય છે. પીએમએ કહ્યું કે તેઓ આ માટે એક ચેલેન્જ શરૂ કરશે. તેમણે કહ્યું કે તેઓ 10 લોકોને ચેલેન્જ આપશે કે શું તેઓ તેમના ખોરાકમાં તેલ 10% ઘટાડી શકે છે. સોમવારે, વડાપ્રધાન મોદીએ આ માટે 10 લોકોને ચેલેન્જ આપ્યુ, જેમાં જમ્મુ અને કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

Advertisement

X પર આપી માહિતી

ગઈકાલે 'મન કી બાત' માં જણાવ્યા મુજબ, હું સ્થૂળતા સામેની લડાઈને મજબૂત બનાવવા અને ખોરાકમાં ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે આ 10 લોકોને નોમિનેટ કરવા માંગુ છું. હું તેમને પણ 10 લોકોને નોમિનેટ કરવા અપીલ કરું છું જેથી આપણું આંદોલન મોટું બને," પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું.

Advertisement

આ 10 લોકોને ચેલેન્જ આપવામાં આવી

આનંદ મહિન્દ્રા, દિનેશ લાલ યાદવ નિરહુઆ, મનુ ભાકર, મીરાબાઈ ચાનુ, મોહનલાલ, નંદન નીલેકણી, ઓમર અબ્દુલ્લાહ, આર માધવન, શ્રેયા ઘોષાલ તથા સુધા મૂર્તિ

મન કી બાત કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે એક અભ્યાસ મુજબ, દર 8 માંથી એક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકોમાં પણ સ્થૂળતાની સમસ્યા ચાર ગણી વધી ગઈ છે. WHO ના ડેટા દર્શાવે છે કે 2022 માં, વિશ્વભરમાં લગભગ 250 મિલિયન લોકો વધુ વજનવાળા હતા. પીએમએ કહ્યું, 'આપણે નાના પ્રયાસોથી સાથે મળીને આ પડકારનો સામનો કરી શકીએ છીએ.' ઉદાહરણ તરીકે, મેં એક પદ્ધતિ સૂચવી હતી કે રસોઈ તેલમાં 10 ટકાનો ઘટાડો કરવો.

10 લોકોને ચેલેન્જ આપવાની પણ અપીલ કરી

પીએમએ કહ્યું, “આજે, મન કી બાતના આ એપિસોડ પછી, હું 10 લોકોને આગ્રહ કરીને ચેલેન્જ આપીશ કે શું તેઓ તેમના ખોરાકમાં તેલનું પ્રમાણ 10% ઘટાડી શકે છે? હું તેમને 10 નવા લોકોને પણ આ જ ચેલેન્જ આપવા વિનંતી કરીશ. મારું માનવું છે કે, આ સ્થૂળતા સામે લડવામાં ઘણી મદદ કરશે.’ ભારતને ખાદ્ય તેલની કુલ જરૂરિયાતના 57% આયાત કરવા પડે છે. તેમના કાર્યક્રમમાં, પીએમએ ઓલિમ્પિયન નીરજ ચોપરા, બે વખતની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયન નિખત ઝરીન અને પ્રખ્યાત ડોક્ટર દેવી શેટ્ટીના ખાસ સંદેશાઓ પણ વાંચ્યા.

આ પણ વાંચો: Rajkot : સમૂહ લગ્નના નામે છેતરપીંડીના મામલે વધુ એક અયોજકની ધરપકડ

Tags :
Advertisement

.

×