Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Ghana Visit : ઘાનાનાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પીએમ મોદીને ઘાનાનાં રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા 'ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
pm modi ghana visit   ઘાનાનાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Advertisement
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘાનામાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરાયા (PM Modi Ghana Visit)
  2. PM મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો
  3. પીએમ મોદીને ઘાનાનાં રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
  4. 'ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' થી સન્માનિત કરવામાં આવ્યા
  5. બંને દેશો વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર, ઘાનાનાં રાષ્ટ્રપતિને ભારતની મુલાકાત લેવા આમંત્રણ

PM Modi Ghana Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. દરમિયાન, વડાપ્રધાન મોદીને ઘાનાનો (Ghana) બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. પીએમ મોદીને ઘાનાનાં રાષ્ટ્રપતિ જોન મહામા (President John Mahama) દ્વારા 'ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' (Officer of the Order of the Star of Ghana) થી સન્માનિત કરવામાં આવ્યા છે.

હું 1.4 અબજ ભારતીયો વતી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું : PM મોદી

પીએમ મોદીએ (PM Modi) આ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થવા પર કહ્યું કે, 'ઘાનાનાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વ અને સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાનાં લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું 1.4 અબજ ભારતીયો વતી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું. હું આ સન્માન આપણા યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્ય, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્ચેનાં ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું.'

Advertisement

Advertisement

આ પણ વાંચો - PM Modi Ghana Visit : PM Modi પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો

જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવ્યા તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. સંયુક્ત નિવેદન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત-ઘાના મિત્રતાનાં કેન્દ્રમાં આપણા સહિયારા મૂલ્યો, સંઘર્ષ અને સમાવિષ્ટ ભવિષ્ય માટેનાં સહિયારા સપના છે, જેણે અન્ય દેશોને પણ પ્રેરણા આપી છે.

ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાત

આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ જાહેરાત કરતા પીએમ મોદીએ (PM Modi Ghana Visit) કહ્યું, 'આજે અમે ઘાના માટે ITEC અને ICCR શિષ્યવૃત્તિ બમણી કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોના Vocational શિક્ષણ માટે, કૌશલ્ય વિકાસ કેન્દ્ર (Skill Development Center) સ્થાપિત કરવા માટે કાર્ય કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં, અમને રાષ્ટ્રપતિ મહામાજીના "ફીડ ઘાના" (Feed Ghana) કાર્યક્રમમાં સહયોગ કરવામાં ખુશી થશે.'

આ પણ વાંચો - Japan Airline: ટેક ઓફ થયાના 10 મિનિટમાં પ્લેન 26000 ફૂટ નીચે....191 મુસાફરોના જીવ અધ્ધર

ઉપરાંત, જન ઔષધિ કેન્દ્રો દ્વારા ઘાનાનાં નાગરિકોને સસ્તી અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. રસી ઉત્પાદનમાં પણ સહયોગની ચર્ચા કરવામાં આવી હતી. આતંકવાદ સામેની લડાઈમાં ઘાનાનાં સહયોગની પ્રશંસા કરતા, પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશોએ આતંકવાદ વિરોધી સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. બંને દેશોએ યુએન સુધારાઓ પર પણ સમાન દ્રષ્ટિકોણ શેર કર્યો છે.

ઘાનાના રાષ્ટ્રપતિને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

ઘાનાના રાષ્ટ્રપતિને (President John Mahama) ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપતા, પીએમ મોદીએ કહ્યું, 'હું આવતીકાલે ભારતીય સમુદાય સાથેની મારી મુલાકાત માટે ખૂબ જ ઉત્સાહિત છું. રાષ્ટ્રપતિ મહામા, તમે ભારતનાં નજીકનાં મિત્ર છો. તમે ભારતને ખૂબ સારી રીતે જાણો છો. હું તમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. મને વિશ્વાસ છે કે તમે અમને ભારતમાં તમારું સ્વાગત કરવાની તક આપશો. ફરી એકવાર, હું ઘાના સરકાર અને ઘાનાનાં તમામ લોકોનો અદ્ભુત સ્વાગત માટે આભાર માનું છું.'

આ પણ વાંચો - Dalai Lamaના નિવેદનથી ડ્રેગનને લાગ્યો ઝટકો, કહ્યુ ઉત્તરાધિકારી તો અમે જ....

Tags :
Advertisement

.

×