Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Gujarat Visit: બહુચરાજીથી બર્મિંગહામ, નવો માઈલસ્ટોન રચવા ગુજરાત તૈયાર

PM Modi બેચરાજી-માંડલ વિસ્તારમાં આવેલ હાંસલપુર ખાતે મારૂતી મોટરકાર કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટમાં બે ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપશે
pm modi gujarat visit  બહુચરાજીથી બર્મિંગહામ  નવો માઈલસ્ટોન રચવા ગુજરાત તૈયાર
Advertisement
  • PM Modi હાસલપુર ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી
  • PM સવારે 9.45 કલાકે ગાંધીનગરથી હાસલપુર રવાના થશે
  • સુઝુકીના બેટરી સંચાલિત ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું કરશે લોકાર્પણ

PM Modi Gujarat Visit: PM Modi ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. PM Modi હાસલપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. PM Modi સવારે 9.45 કલાકે ગાંધીનગરથી હાસલપુર રવાના થશે. તેમજ સુઝુકીના બેટરી સંચાલિત ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તથા 12 વાગ્યા સુધી સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં હાજરી આપશે. PM Modi 12.45 વાગે પરત અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

Advertisement

ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે ગુજરાત મહત્વનું કેન્દ્ર બનશે

PM Modi સવારે 10:30 વાગ્યે બેચરાજી-માંડલ વિસ્તારમાં આવેલ હાંસલપુર ખાતે મારૂતી મોટરકાર કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટમાં બે ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પ્રથમ વખત ભારતમાં નિર્મિત બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) “Vitara”નું વૈશ્વિક પ્રસ્થાન કરાશે. સાથે જ 100 દેશોમાં ઇલેક્ટ્રિક વાહન નિકાસને લીલી ઝંડી આપવામાં આવશે. વધુમાં, લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત પણ થશે, જે ભારતના બેટરી ઇકોસિસ્ટમને નવો તબક્કો આપશે. આ સાથે ગુજરાતમાં લિથિયમ-આયન બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થવાનું છે, જે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે ગુજરાતને મહત્વનું કેન્દ્ર બનાવશે.

Advertisement

PM Modi ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યના આગેવાનો સાથે બેઠક કરી શકે છે

બિનસત્તાવાર સૂત્રો મુજબ PM Modi ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યના આગેવાનો સાથે બેઠક કરી શકે તેવી શક્યતા છે, જોકે અંતિમ કાર્યક્રમ વડાપ્રધાનની વ્યસ્તતા પર આધારિત રહેશે. વડાપ્રધાનના આગમનને લઈ અમદાવાદથી ગાંધીનગર સુધીનું સમગ્ર વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. સુરક્ષા એજન્સીઓએ તમામ માર્ગોને બેરિકેડિંગ કરીને સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા માર્ગોનું રિસરફેસિંગ, ડિવાઇડરોનું સજાવટ કામ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 26 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×