Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં PM Modi એ રૂપેરા પરિવાર સાથે કરી ખાસ મુલાકાત

અમદાવાદની મુલાકાત દરમિયાન નિકોલ ખાતે PM Modi એ જાહેરસભાને સંબોધન કરી હતી, સભા બાદ રૂપેરા પરિવારની  ખાસ મુલાકાત કરી હતી
અમદાવાદમાં pm modi એ રૂપેરા પરિવાર સાથે કરી ખાસ મુલાકાત
Advertisement
  • અમદાવાદમાં PM Modi સાથે રૂપેરા પરિવારની મુલાકાત
  • નિકોલમાં જાહેરસભાને સંબોધન બાદ PMએ કરી મુલાકાત
  • હર્ષિદાબેન રૂપેરા સહિત પરિવારના 7 સભ્યોને મળ્યા PM
  • સ્વ. રામજીભાઈ રૂપેરા સાથે સંઘમાં સાથે કામ કરતા હતા PM મોદી
  • PM મોદીને રૂપેરા પરિવાર સાથે વર્ષો જૂના છે સંબંધ
  • અમદાવાદના મણિનગર ખાતે રહે છે રૂપેરા પરિવાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, આજે અમદાવાદની મુલાકાત દરમિયાન નિકોલ ખાતે PM મોદીએ જાહેરસભાને સંબોધન કરી હતી, આ સભા બાદ પીએમ મોદીએ રૂપેરા પરિવારની  ખાસ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીના રૂપેરા પરિવાર સાથે વર્ષો જૂના ગાઢ સંબંધો છે. આ પરિવાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચો:  PM Modi Gujarat Visit : ગાંધીનગરનાં રાજભવનમાં પીએમ મોદીનું રાત્રિ રોકાણ, રાજકીય બેઠકોની પણ શક્યતા

Advertisement

PM Modi સાથે રૂપેરા પરિવારની મુલાકાત

Advertisement

નોંધનીય છે કે સભા સંબોધન બાદ PM મોદીએ હર્ષિદાબેન અશ્વિનભાઈ રૂપેરા સહિત પરિવારના સાત સભ્યો સાથે મુલાકાત કરી. આ ખાસ મુલાકાત દરમિયાન જૂની યાદો તાજી થઈ, કારણ કે વડાપ્રધાન મોદીએ સ્વ. રામજીભાઈ રૂપેરા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં એકસાથે કામ કર્યું હતું. આ સંબંધોની ગરમાગરમી અને પરસ્પર આદર આ મુલાકાતમાં સ્પષ્ટ જોવા મળી હતી.

આ પણ વાંચો: હવે ડ્રગ્સ માફિયાઓની ખેર નથી, રાજ્ય સરકારે ANTF યુનિટ બનાવવાની કરી મોટી જાહેરાત

PM Modi નું   રૂપેરા પરિવારે કર્યો ભવ્ય સ્વાગત 

નિકોલમાં જાહેરસભા બાદ વડાપ્રધાને ખાસ સમય કાઢીને રૂપેરા પરિવારને મળવાનું પસંદ કર્યું, જે તેમની નમ્રતા અને જૂના સંબંધો પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે. રૂપેરા પરિવારે પણ વડાપ્રધાનનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું, અને આ મુલાકાતથી રૂપેરા પરિવાર ખુબ ખુશ થઇ ગયા હતા. વડાપ્રધાનના રૂપેરા પરિવાર સાથે ગાઢ સંબધોને ઉજાગર કરે છે, અતિ વ્યસ્ત શેડયૂલમાં પણ પીએમ મોદીએ રૂપેરા પરિવાર માટે સમય કાઢયો તે રૂપેરા પરિવાર સાથે તેમની નિકટતાના સંબધ જોવા મળે છે.

આ પણ વાંચો: Ghandhinagar કલેકટરે જિલ્લાના નાગરિકોને સાબરમતી નદી કિનારે નહીં જવા કરી ખાસ અપીલ 

Tags :
Advertisement

.

×