PM Modi in Varanasi : કહ્યું- 'ભારત અને મોરિશસ સહયોગી નહીં, પરિવાર છે', દ્વિપક્ષીય બેઠકમાં MOU પર હસ્તાક્ષર
- PM મોદી વારાણસીમાં: 'ભારત-મોરિશસ એક પરિવાર', દ્વિપક્ષીય બેઠકમાં MOU અને આર્થિક પેકેજની જાહેરાત
- કાશીમાં મોદી-રામગુલામની મુલાકાત : ચાગોસ મુદ્દો ઉઠ્યો, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહયોગ
- વારાણસીમાં ભારત-મોરિશસ બેઠક : UPI, રૂપે કાર્ડ બાદ સ્થાનિક ચલણમાં વેપારનો નિર્ણય
- મોદીનું કાશીમાં સ્વાગત: મોરિશસના PMએ કહ્યું, ‘અન્ય કોઈ નેતાને આવું સ્વાગત નથી મળ્યું’
- ભારત-મોરિશસની દ્વિપક્ષીય મિત્રતા: વારાણસીમાં MOU, આયુષ હોસ્પિટલ અને રિંગ રોડ માટે સહાય
PM Modi in Varanasi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કાશીમાં મોરિશસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય બેઠક માટે પહોંચ્યા હતા. હોટેલ તાજમાં બંને દેશોના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશોના સંબંધોમાં હૂંફ અને નિકટતા જોવા મળી હતી. બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ વાર્તા યોજી અને બેઠક અંગે નિવેદનો જારી કર્યા. બપોર બાદ બેઠકમાં ભાગ લીધા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી દેહરાદૂન જવા રવાના થયા.
બંને દેશોએ સંયુક્ત ઘોષણાપત્ર જારી કર્યા
બપોરે બંને દેશો વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રેસ વાર્તા દ્વારા બંને દેશોના સંબંધો અંગેના સવાલોના જવાબ અધિકારીઓએ આપ્યા છે. બેઠક બાદ બંને નેતાઓએ હોટેલ તાજમાં સાથે લંચ કર્યું અને સંયુક્ત નિવેદન પણ જારી કર્યું. વારાણસીમાં મોરિશસના વડાપ્રધાને ડિએગો ગાર્સિયા મુદ્દો ઉઠાવ્યો અને રણનીતિક દૃષ્ટિએ ભારત પાસેથી સહયોગની માંગણી કરી હતી.
આ પણ વાંચો- AAP સાંસદ સંજય સિંહ હાઉસ એરેસ્ટ ; ગેટ ઉપર ચડીને ફારૂક અબ્દુલ્લા સાથે કરી વાતચીત
મોરિશસના વડાપ્રધાનનું નિવેદન
મોરિશસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામે દ્વિપક્ષીય બેઠકમાં જણાવ્યું કે, “અમારા આગમન બાદથી મારા પ્રતિનિધિમંડળ પ્રત્યે જે ઉદાર આતિથ્ય આપવામાં આવ્યું તે બદલ હું વડાપ્રધાન અને તેમની સરકારનો આભાર માનું છું. વારાણસીમાં આવ્યા બાદ હું અને મારી પત્ની બંનેને જે સ્વાગત મળ્યું તેનાથી અમે સ્તબ્ધ થઈ ગયા. મારું માનવું છે કે અન્ય કોઈ વડાપ્રધાનને આવું સ્વાગત નહીં મળ્યું હોય. મને આનંદ છે કે આ તમારા ચૂંટણી મતવિસ્તારમાં થયું. હું સમજી શકું છું કે તમે આટલી મોટી સંખ્યામાં શા માટે ચૂંટાયા છો. આ ભારતની મારી ચોથી સત્તાવાર મુલાકાત છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “વડાપ્રધાન મોદી અને મેં વૈશ્વિક પડકારો પર ગંભીર ચર્ચા કરી અને અમે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. આ મુલાકાતે એ વાતની પુષ્ટિ કરી છે કે મોરિશસ અને ભારત વચ્ચેના સંબંધો ફક્ત ઇતિહાસ કે ભૂગોળથી નહીં, પરંતુ સમાન મૂલ્યો, સંયુક્ત દ્રષ્ટિકોણ અને કાયમી મિત્રતાથી વ્યાખ્યાયિત થાય છે.”
PM Modi in Varanasi : મુલાકાત પછી પીએમ મોદીએ શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય બેઠક દરમિયાન કાશીના લોકો સાથે મુલાકાત કરી અને કાશીની હાલની સ્થિતિ જાણી. તેમણે કાશી સાથેના પોતાના સંબંધોને યાદ કર્યા અને પોતાના અનુભવો સંપાદકીય મંડળ સાથે શેર કર્યા. મોદીએ જણાવ્યું કે, “ભારતે હંમેશા ઉપનિવેશવાદથી મુક્તિ અને મોરિશસની સંપ્રભુતાની સંપૂર્ણ માન્યતાનું સમર્થન કર્યું છે અને આમાં મોરિશસની સાથે મજબૂતીથી ઊભું રહ્યું છે. મોરિશસના વિકાસમાં વિશ્વસનીય અને પ્રાથમિક ભાગીદાર બનવું ભારત માટે ગૌરવની વાત છે.”
તેમણે વધુમાં કહ્યું, “આજે અમે મોરિશસની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને એક ખાસ આર્થિક પેકેજનો નિર્ણય લીધો છે. આ પેકેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, રોજગારની નવી તકો ઊભી કરશે અને આરોગ્ય સુવિધાઓને સુદૃઢ કરશે. ભારતની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર હવે મોરિશસમાં સ્થાપિત થયું છે. આજે અમે નિર્ણય લીધો છે કે ભારત મોરિશસમાં 500 બેડનું આયુષ ઉત્કૃષ્ટતા કેન્દ્ર, સર શિવસાગર રામગુલામ નેશનલ (SSRN) હોસ્પિટલ અને પશુ ચિકિત્સા શાળા તથા પશુ હોસ્પિટલના નિર્માણમાં સહાય કરશે.”
મોદીએ વધુમાં જણાવ્યું કે, “અમે ચાગોસ સમુદ્રી સંરક્ષિત વિસ્તાર, SSR આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ATC ટાવર અને રાજમાર્ગ તથા રિંગ રોડના વિસ્તરણ જેવી પરિયોજનાઓને પણ આગળ વધારીશું. આ પેકેજ કોઈ સહાય નથી. આ અમારા સંયુક્ત ભવિષ્યમાં રોકાણ છે. ગયા વર્ષે મોરિશસમાં UPI અને રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા હતા. હવે અમે સ્થાનિક ચલણમાં વેપારને સક્ષમ કરવાની દિશામાં કામ કરીશું.”
આ પણ વાંચો- ‘9/11 પછી અમેરિકાએ જે કર્યું, તે જ અમે કર્યું’ : Doha attack ને નેતન્યાહુએ યોગ્ય ઠેરવ્યો


