નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, વેપાર અને પર્યટનને મળશે નવો વેગ
- PM Mumbai Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં બે મેગા પ્રોજેકટનું કર્યું ઉદ્વાટન
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું લોકાર્પણ
- હવેથી ડીબી પાટિલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Mumbai Visit) બુધવારે મુંબઈની કનેક્ટિવિટીને કાયાપલટ કરનારા બે મેગા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું, જે હવેથી ડીબી પાટિલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખાશે. આ સાથે જ તેમણે મુંબઈ મેટ્રો લાઇન ૩ના અંતિમ તબક્કાને પણ ખુલ્લો મૂક્યો.આ ઉદ્ઘાટન સમારોહમાં વડા પ્રધાન સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે ઉદ્ઘાટન પછીના પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ આ પ્રોજેક્ટ્સનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે કહ્યું, "આજે, મુંબઈની લાંબી રાહ પૂરી થઈ છે. મુંબઈને હવે તેનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી ગયું છે. આ એરપોર્ટ આ પ્રદેશને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.તેમણે મેટ્રો લાઇન ૩ (સંપૂર્ણપણે ભૂગર્ભ મેટ્રો સિસ્ટમ) વિશે કહ્યું કે, "આનાથી મુંબઈમાં મુસાફરી વધુ સરળ બનશે અને લોકોનો કિંમતી સમય બચશે."
#WATCH | Navi Mumbai, Maharashtra | Prime Minister Narendra Modi inaugurates Phase 1 of the Navi Mumbai International Airport, built at a cost of around Rs 19,650 crore.
(Source: DD News) pic.twitter.com/ff3z7MvhsH
— ANI (@ANI) October 8, 2025
PM Mumbai Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહી આ મોટી વાત
PM મોદીએ NMIA ના નિર્માણની પ્રશંસા કરતાં કહ્યું કે, "નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક એવો પ્રોજેક્ટ છે જે વિકસિત ભારતને પ્રતિબિંબિત કરે છે. છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર બનેલ આ એરપોર્ટ કમળના ફૂલ જેવો આકાર ધરાવે છે. આનો અર્થ એ છે કે તે સંસ્કૃતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે."તેમણે ઉમેર્યું કે આ નવું એરપોર્ટ મહારાષ્ટ્રના ખેડૂતોને તેમના ઉત્પાદનો યુરોપ અને પશ્ચિમ એશિયાના સુપરમાર્કેટ સુધી પહોંચાડવા માટેનું સીધું માધ્યમ પૂરું પાડશે.
વડાપ્રધાને દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું કે, "૨૦૧૪ પહેલા આપણા દેશમાં ફક્ત ૭૪ એરપોર્ટ હતા, અને આજે આ સંખ્યા ૧૬૦ ને વટાવી ગઈ છે." તેમણે કહ્યું કે 'ઉડાન' યોજનાને કારણે, છેલ્લા એક દાયકામાં લાખો સામાન્ય લોકોએ પહેલીવાર હવાઈ મુસાફરી કરીને પોતાના સપના પૂરા કર્યા છે.PM સેતુ યોજના: તેમણે ₹૬૦,૦૦૦ કરોડની PM સેતુ યોજનાનો ઉલ્લેખ કર્યો, જેનો ઉદ્દેશ્ય દેશના અસંખ્ય ITI ને ઉદ્યોગ સાથે જોડવાનો છે.નવા અભ્યાસક્રમો તેમણે મહારાષ્ટ્ર સરકારની પહેલની પ્રશંસા કરી, જેના દ્વારા સેંકડો ITI અને ટેકનિકલ શાળાઓમાં ડ્રોન, સૌર ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી નવી તકનીકોમાં તાલીમ આપતા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
PM Mumbai Visit: નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓના વપરાશની કરી વાત
'વિકસિત ભારત'ના મંત્ર પર ભાર મૂકતા તેમણે દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા વિનંતી કરી. તેમણે કહ્યું, "હું તમને સ્વદેશીને અપનાવવા વિનંતી કરું છું. ગર્વથી કહો, 'આ સ્વદેશી છે.' દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓ ઘરે લાવશે અને ભેટમાં આપશે. આનાથી દેશના પૈસા દેશમાં જ રહેવામાં અને યુવાનોને રોજગાર આપવામાં મદદ મળશે."નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓક્ટોબરના અંત સુધીમાં ટિકિટનું વેચાણ શરૂ થવાની ધારણા છે. પ્રારંભિક તબક્કામાં અહીંથી ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇન્સની ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ Zoho Mail ની સેવા અપનાવી, જાહેર કર્યું નવું Email આઇડી


