Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Lakshadweep visit : પીએમ મોદીએ લક્ષદ્વીપના દરિયામાં લગાવી ડૂબકી, બીચ પર મારી લટાર Video

પીએમ મોદી (PM Modi Lakshadweep visit) 2 જાન્યુઆરીએ લક્ષદ્વીપ પહોંચ્યા હતા. બુધવાર, 3 જાન્યુઆરીના રોજ, તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં આશરે રૂ. 1150 કરોડના મૂલ્યની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કર્યું. PM એ એ લક્ષદ્વીપ (PM Modi Lakshadweep visit)ની મુલાકાત દરમિયાન Snorkeling...
pm modi lakshadweep visit   પીએમ મોદીએ લક્ષદ્વીપના દરિયામાં લગાવી ડૂબકી  બીચ પર મારી લટાર video
Advertisement

પીએમ મોદી (PM Modi Lakshadweep visit) 2 જાન્યુઆરીએ લક્ષદ્વીપ પહોંચ્યા હતા. બુધવાર, 3 જાન્યુઆરીના રોજ, તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં આશરે રૂ. 1150 કરોડના મૂલ્યની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કર્યું.

PM એ એ લક્ષદ્વીપ (PM Modi Lakshadweep visit)ની મુલાકાત દરમિયાન Snorkeling કર્યું હતું. PM Modi એ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને ફોટોઝ અને વીડિયો શેર કર્યા હતા અને કહ્યું કે, જે લોકો Advencher કરવાનું ઈચ્છતા હોય છે. તે લોકોની લીસ્ટમાં લક્ષદ્વીપ અવશ્યક હોવું જોઈએ. કારણ કે… લક્ષદ્વીપના પ્રવાસ દરમિયાન મેં Snorkeling કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્ષણ યાદગાર અને આનંદદાયક હતી.

Advertisement

Advertisement

લક્ષદ્વીપ શક્યતાઓથી ભરેલું છે : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપ (PM Modi Lakshadweep visit)માં એક રેલીને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે લક્ષદ્વીપ ઘણી શક્યતાઓથી ભરેલું છે. આઝાદી બાદથી લક્ષદ્વીપના વિકાસ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. અહીંના લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે અમારી સરકાર અહીંના પડકારોને દૂર કરવા માટે કામ કરી રહી છે. લક્ષદ્વીપ વિકસિત ભારતનો અભિન્ન ભાગ બનશે.

શું કહ્યું PM Modi ?

PM Modi એ કહ્યું કે મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો. હું હજી પણ તેના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું.

લક્ષ્ય શું છે?

PM Modi એ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉત્તમ કરવાનો છે. લોકોના જીવનને યોગ્ય રીતે આરોગ્ય સારવાર, ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની તકો ઉભી કરવા તેમજ ભવિષ્યના Infrastructures નું નિર્માણ કરતી વખતે જીવંત સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી કરવા વિશે પણ છે.

આ પણ વાંચો : Ram Mandir : ભવ્ય મંદિર અને રામ લલ્લાની તસવીર…પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણ પત્રમાં શું છે ખાસ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×