Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી G7 સમિટમાં અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા, ચીનને આપ્યો આ કડક સંદેશો

G7 સમિટમાં ભાગ લેવા માટે PM Modi આ દિવસોમાં જાપાનમાં છે. જાપાનમાં ચાલી રહેલી આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. આ દરમિયાન PM મોદીએ હિરોશિમામાં તમામ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. શનિવારે G7 કાર્યક્રમમાં સામેલ થતા...
pm મોદી g7 સમિટમાં અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા  ચીનને આપ્યો આ કડક સંદેશો
Advertisement

G7 સમિટમાં ભાગ લેવા માટે PM Modi આ દિવસોમાં જાપાનમાં છે. જાપાનમાં ચાલી રહેલી આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. આ દરમિયાન PM મોદીએ હિરોશિમામાં તમામ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. શનિવારે G7 કાર્યક્રમમાં સામેલ થતા પહેલા PM મોદીએ જાપાની મીડિયા સાથે વાતચીત કરી હતી. જાપાનમાં પ્રકાશિત અખબાર Yomiuri Shimbun એ સમિટ દરમિયાન PM મોદીને ચીન વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા. PM મોદીએ પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા.

PM ને પૂછવામાં આવ્યું કે, ચીન સતત પોતાની સેનાનું વિસ્તરણ કરી રહ્યું છે, આ અંગે ભારતનું શું વલણ છે? PM મોદીને ચીન અને તાઈવાનમાં ચાલી રહેલા તણાવ અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા. PM મોદીએ કહ્યું કે, ભારત સાર્વભૌમત્વ, વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે દરિયાઈ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનને પ્રોત્સાહન આપતી વખતે ભારત તેની સાર્વભૌમત્વ અને અખંડિતતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

Advertisement

Advertisement

PM મોદીએ કહ્યું કે, ભારતે પોતાનો અભિગમ દર્શાવીને બાંગ્લાદેશ સાથેની જમીન અને દરિયાઈ સરહદોને સફળતાપૂર્વક ઉકેલી છે. યુક્રેન પર રશિયાના આક્રમણ અને તેલની આયાત પર PM મોદીએ કહ્યું કે ભારત વાતચીતની નીતિની તરફેણ કરે છે.

જણાવી દઈએ કે, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ Rishi Sunak, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ Joko Widodo અને સંયુક્ત રાષ્ટ્રના ચીફ António Guterres સાથે પણ મુલાકાત કરી હતી. બ્રિટિશ વડા પ્રધાન સુનકે પણ તેમના ટ્વિટર હેન્ડલ પર PM મોદી સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં બંને નેતાઓ ગળે મળતા જોવા મળે છે. ઈન્ડોનેશિયાના નેતા સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, “રાષ્ટ્રપતિ જોકો અને શ્રીમતી વિડોડોને મળ્યા. ભારત ઈન્ડોનેશિયા સાથે મજબૂત સંબંધોને ખૂબ મહત્વ આપે છે.

બેઠક બાદ PM મોદીએ ટ્વિટ કર્યું, "હિરોશિમામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ António Guterres સાથે સારી વાતચીત થઈ." અગાઉ PM મોદીએ તેમના જાપાનના પીએમ Fumio Kishida, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ Yoon Suk Yeol, વિયેતનામના પીએમ Pham Minh Chinh સાથે વાતચીત કરી હતી. PM મોદીએ જર્મન ચાન્સેલર Olaf Scholz સાથે પણ મુલાકાત કરી હતી.

G-7 સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. તે વિશ્વના સૌથી ધનિક લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે. જાપાને તેની G-7 ની અધ્યક્ષતામાં ભારત અને અન્ય સાત દેશોને સમિટમાં આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો : ભારત-યુએસ સંયુક્ત રીતે લાંબા અંતરની તોપો અને જેટ એન્જિનનું ઉત્પાદન કરશે, બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ

Tags :
Advertisement

.

×