Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી-નડેલા મુલાકાત; Microsoft એ ભારતમાં 1.57 લાખ કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત

Microsoft ના સીઈઓ સત્ય નડેલાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. તેમની કંપની ભારતમાં 17.5 અબજ અમેરિકી ડોલર (લગભગ 1.57 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે, જે એશિયામાં માઇક્રોસોફ્ટનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. માઇક્રોસોફ્ટનું આ રોકાણ ભારતના AI First ભવિષ્ય માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ અને સાર્વભૌમ ક્ષમતા (સોવરેન કેપેબિલિટી)ના નિર્માણમાં મદદ કરશે.
pm મોદી નડેલા મુલાકાત  microsoft એ ભારતમાં 1 57 લાખ કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત
Advertisement
  • Microsoft નો મેગા પ્લાન : ભારતમાં 1.57 લાખ કરોડનું રોકાણ, AI યુગનો પાયો મજબૂત
  • PM મોદી-નડેલા મુલાકાત બાદ રોકાણ : 17.5 અબજ ડોલર ભારતને મળશે
  • એશિયામાં સૌથી મોટું રોકાણ : માઇક્રોસોફ્ટ ભારતને બનાવશે AI સુપરપાવર
  • વિકસિત ભારતને નવી ગતિ : સત્ય નડેલાએ 1 કરોડ લોકોને AI તાલીમનું વચન આપ્યું
  • 2047ના સપનાને વેગ : માઇક્રોસોફ્ટના રેકોર્ડ બ્રેક રોકાણની જાહેરાત

નવી દિલ્હી : Microsoft ના સીઈઓ સત્ય નડેલાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. તેમની કંપની ભારતમાં 17.5 અબજ અમેરિકી ડોલર (લગભગ 1.57 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે, જે એશિયામાં માઇક્રોસોફ્ટનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે.

માઇક્રોસોફ્ટનું આ રોકાણ ભારતના AI First ભવિષ્ય માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ અને સાર્વભૌમ ક્ષમતા (સોવરેન કેપેબિલિટી)ના નિર્માણમાં મદદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મોટા રોકાણની માહિતી આપી હતી.

Advertisement

તેમણે લખ્યું, “ભારતની AI તકો અંગે પ્રેરણાદાયી ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર. ભારતની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે માઇક્રોસોફ્ટ 17.5 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે, જે એશિયામાં અમારું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ ભારતના AI First ભવિષ્ય માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય અને સાર્વભૌમ ક્ષમતા નિર્માણમાં મદદ કરશે.”

Advertisement

જાન્યુઆરીમાં પણ કરી હતી મોટી જાહેરાત

2025ની જાન્યુઆરીમાં ભારત પ્રવાસ દરમિયાન નડેલાએ જાહેરાત કરી હતી કે આગામી 2 વર્ષમાં કંપની ભારતમાં ક્લાઉડ, AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસમાં 3 અબજ ડોલરનું રોકાણ કરશે, જેમાં નવા ડેટા સેન્ટર બનાવવાનો પણ સમાવેશ થાય છે.

Microsoft ભારતના AI માર્કેટને વેગ આપશે

ટેક કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ રોકાણનો હેતુ ભારતમાં AIને વેગ આપવાનો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વિઝનને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે. કંપનીએ જાહેરાત કરી છે કે માઇક્રોસોફ્ટ પોતાના Advanta (AI) GE India પ્રોગ્રામના બીજા તબક્કામાં આગામી પાંચ વર્ષમાં 1 કરોડ લોકોને AI કૌશલ્યની તાલીમ આપીને દેશની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતાને પણ ટેકો આપશે.

ભારત પ્રવાસ દરમિયાન નડેલાએ કહ્યું હતું કે ભારત ઝડપથી AI નવીનતામાં આગળ વધી રહ્યું છે, જેનાથી દેશભરમાં નવા અવસરો ખુલી રહ્યા છે. આજે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસમાં જે રોકાણની જાહેરાત કરી રહ્યા છીએ, તે ભારતને AIમાં વિશેષ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને દેશભરના લોકો તથા સંગઠનોને વ્યાપક લાભ મળે તેની ખાતરી કરશે.

આ પણ વાંચો- ઉત્તર કોરિયામાં કાગળ ખતમ ! બેન્ક નોટ-અખબાર પણ નથી છપાતા

Tags :
Advertisement

.

×