મીરાબાઇ જન્મોત્સવમાં સામેલ થયા PM MODI, સ્ટેમ્પ ટિકીટ અને 525 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)એ મથુરા પહોંચીને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સંત મીરાબાઈની 525મી જન્મજયંતિ પર પીએમ મોદીએ મીરાબાઈના નામ પર પોસ્ટલ સ્ટેમ્પ અને 525 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો હતો. મથુરા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે મને વ્રજની મુલાકાત લેવાની તક મળી છે. કૃષ્ણ જેમને બોલાવે છે તે જ વ્રજમાં આવે છે. વ્રજની દરેક છાયામાં રાધા વિદ્યમાન છે અને શ્રી કૃષ્ણ દરેક કણમાં હાજર છે.
મથુરાના કાન્હા ગુજરાતમાં જઈને જ દ્વારકાધીશ બન્યા
સંત મીરાબાઈની 525મી જન્મજયંતિ પર પીએમ મોદીએ કહ્યું કે, "ભગવાન કૃષ્ણથી લઈને મીરાબાઈ સુધીનો ગુજરાત સાથે એક અલગ જ સંબંધ રહ્યો છે. મથુરાના કાન્હા ગુજરાતમાં જઈને જ દ્વારકાધીશ બન્યા. મીરાની ભક્તિ વૃંદાવન વિના પૂર્ણ નથી. એકલા મથુરા અને વ્રજની મુલાકાત લેવાના ફાયદા તમામ તીર્થધામોના લાભો કરતાં પણ વધારે છે."
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने उत्तर प्रदेश के मथुरा में संत मीरा बाई के सम्मान में एक स्मारक डाक टिकट और एक स्मारक सिक्का जारी किया। pic.twitter.com/Hd2pP6eUjX
— ANI_HindiNews (@AHindinews) November 23, 2023
સમગ્ર ભારતની સંસ્કૃતિની ઉજવણી
પીએમ મોદીએ કહ્યું, "મીરાબાઈની 525મી જન્મજયંતિ એ માત્ર એક સંતની જન્મજયંતિ નથી, તે સમગ્ર ભારતની સંસ્કૃતિની ઉજવણી છે. આપણો ભારત દેશ હંમેશાથી નારી શક્તિની પૂજા કરતો દેશ રહ્યો છે. મીરાબાઈ જેવા સંતે બતાવ્યું કે મહિલાઓનો આત્મવિશ્વાસ, સમગ્ર વિશ્વને દિશા આપવાની શક્તિ ધરાવે છે." આ સાથે પીએમ મોદીએ કહ્યું કે તે સમયગાળા દરમિયાન સંત મીરાબાઈએ પણ સમાજને તે રસ્તો બતાવ્યો જેની તે સમયે સૌથી વધુ જરૂર હતી. ભારતના આવા કપરા સમયમાં મીરાબાઈ જેવા સંતે બતાવ્યું કે મહિલાઓનો આત્મવિશ્વાસ સમગ્ર વિશ્વને દિશા આપવાની શક્તિ ધરાવે છે.
વ્રજ ભૂમિને વિકાસથી વંચિત રાખ્યું
પીએમ મોદીએ કહ્યું કે વ્રજ ક્ષેત્રે મુશ્કેલ સમયમાં પણ દેશને તરતો રાખ્યો, પરંતુ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ પવિત્ર યાત્રાને જે મહત્વ મળવું જોઈતું હતું તે થયું નથી. જેઓ ભારતને તેના ભૂતકાળથી અલગ કરવા માંગતા હતા, જેઓ ભારતની સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક ઓળખથી અળગા હતા, જેઓ આઝાદી પછી પણ ગુલામીની માનસિકતા છોડી શક્યા નહોતા, તેઓએ પણ વ્રજ ભૂમિને વિકાસથી વંચિત રાખ્યું હતું.
આ પણ વાંચો---PONZI SCAM : દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજને પૂછપરછ માટે ED નું સમન્સ


