Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi : વડાપ્રધાન મોદી ગોવાના પ્રવાસે, ભારત ઉર્જા સપ્તાહ 2024 નું કરશે ઉદ્ઘાટન

આજે 6 ફેબ્રુઆરીએ PM નરેન્દ્ર મોદી ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024 નું ઉદ્ઘાટન કરશે અને 1350 કરોડ રૂપિયાથી વધારેની અલગ અલગ પરિયોજનાઓની આધારશિલા મુકશે, તેની સાથે જ NIT નું સ્થાયી પરિસર દેશને સમર્પિત કરશે. PM વિકસિત ભારત, વિકસિત ગોવા 2047...
pm modi   વડાપ્રધાન મોદી ગોવાના પ્રવાસે  ભારત ઉર્જા સપ્તાહ 2024 નું કરશે ઉદ્ઘાટન
Advertisement

આજે 6 ફેબ્રુઆરીએ PM નરેન્દ્ર મોદી ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024 નું ઉદ્ઘાટન કરશે અને 1350 કરોડ રૂપિયાથી વધારેની અલગ અલગ પરિયોજનાઓની આધારશિલા મુકશે, તેની સાથે જ NIT નું સ્થાયી પરિસર દેશને સમર્પિત કરશે. PM વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમને પણ સંબોધિત કરશે. મોદી વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમનું પણ સંબોધન કરશે.

PM મોદી ઉર્જા સપ્તાહ 2024 નું કરશે ઉદ્ઘાટન

ઊર્જાની જરૂરિયાતોમાં અવિરતતા હાંસલ કરવી એ PM નું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં ઇન્ડિયા એનર્જી વીક 2024 ગોવામાં 6 થી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. તે ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વગ્રાહી ઊર્જા પ્રદર્શન અને સંમેલન હશે, જે ઊર્જા મૂલ્યની સંપૂર્ણ શૃંખલાને એકસાથે લાવશે તથા ભારતના ઊર્જા પરિવર્તનના લક્ષ્યાંકો માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. PM વૈશ્વિક ઓઇલ અને ગેસનાં CEO તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું આયોજન કરશે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવું અને તેમને ઉર્જા મૂલ્ય સાંકળમાં એકીકૃત કરવું એ ભારત ઉર્જા સપ્તાહ 2024 માટે મહત્વપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેમાં વિવિધ દેશોમાંથી આશરે 17 ઊર્જા મંત્રીઓ, 35,000થી વધુ ઉપસ્થિતો અને 900થી વધુ પ્રદર્શકો ભાગ લેશે તેવી અપેક્ષા છે. તેમાં છ સમર્પિત કન્ટ્રી પેવેલિયન હશે- કેનેડા, જર્મની, નેધરલેન્ડ્સ, રશિયા, યુકે અને યુએસએ.

Advertisement

PM Modi

PM Modi

Advertisement

1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

PM ગોવામાં જાહેર કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટનઅને શિલાન્યાસ કરશે. PM નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ગોવાનાં કાયમી પરિસરનું ઉદ્ઘાટનકરશે. નવનિર્મિત સંકુલમાં ટ્યુટોરિયલ સંકુલ, વિભાગીય સંકુલ, સેમિનાર સંકુલ, વહીવટી સંકુલ, છાત્રાલયો, આરોગ્ય કેન્દ્ર, સ્ટાફ ક્વાર્ટર્સ, સુવિધા કેન્દ્ર, રમતગમતનું મેદાન અને સંસ્થાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ સુવિધાઓ છે.

ONGC સર્વાઇવલ સેન્ટર...

ONGC સર્વાઇવલ સેન્ટરને એક પ્રકારના ઇન્ટિગ્રેટેડ સી સર્વાઇવલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે ભારતીય દરિયાઇ અસ્તિત્વ ટકાવી રાખવાની તાલીમ ઇકોસિસ્ટમને વૈશ્વિક ધોરણો સુધી આગળ ધપાવે છે. તે વાર્ષિક 10,000-15,000 કર્મચારીઓને તાલીમ આપે તેવી અપેક્ષા છે. સિમ્યુલેટેડ અને નિયંત્રિત કઠોર હવામાનની પરિસ્થિતિઓમાં કસરતોથી તાલીમાર્થીઓની દરિયાઇ અસ્તિત્વ ટકાવી રાખવાની કુશળતામાં વધારો થશે અને આમ વાસ્તવિક જીવનની આપત્તિઓમાંથી સલામત રીતે છટકી જવાની શક્યતામાં સંભવિત વધારો થશે.

આ પણ વાંચો : PM Modi Speech: લોકસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીની આ ખાસ 15 વાતો

Tags :
Advertisement

.

×