Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI પહોંચ્યા બેંગલુરુ, જય વિજ્ઞાન, જય અનુસંધાનનો આપ્યો નારો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) શનિવારે વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યા છે.  તેઓ થોડી વારમાં ઇસરો પહોંચશે અને ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને ચંદ્રયાનની અભૂતપુર્વ સિદ્ધિ અંગે અભિનંદન મુલાકાત કરી રહ્યા છે. હજારો લોકો એ હાથમાં તિરંગા સાથે ઉભા રહીને પીએમ મોદીનું અભિવાદન...
pm modi પહોંચ્યા બેંગલુરુ  જય વિજ્ઞાન  જય અનુસંધાનનો આપ્યો નારો 
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) શનિવારે વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યા છે.  તેઓ થોડી વારમાં ઇસરો પહોંચશે અને ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને ચંદ્રયાનની અભૂતપુર્વ સિદ્ધિ અંગે અભિનંદન મુલાકાત કરી રહ્યા છે.
હજારો લોકો એ હાથમાં તિરંગા સાથે ઉભા રહીને પીએમ મોદીનું અભિવાદન કર્યું 
બેંગલુરુમાં વડાપ્રધાન મોદીનું ઠેર ઠેર લાખોની જનમેદનીએ સ્વાગત કર્યું હતું. ઇસરો તરફ જતા રસ્તા પર પીએમ મોદીનો રોડ શો યોજાયો હતોજેમાં હજારો લોકો એ હાથમાં તિરંગા સાથે ઉભા રહીને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. બેંગલુરુમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાને આ પ્રસંગે જય વિજ્ઞાન, જય અનુસંધાનનો નારો આપ્યો હતો.
ગ્રીસથી પહોંચ્યા બેંગલુરુ
દક્ષિણ આફ્રીકા અને ગ્રીસની પોતાની બે દેશોની યાત્રા પૂર્ણ કર્યાં બાદ વડાપ્રધાન મોદી પૂર્વ નિર્ધારિત યાત્રા પર સીધા બેંગલુરૂ, કર્ણાટક આવ્યા છે. તેઓ શનિવારે 26 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન મિશનમાં સામેલ થયેલા ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. ચંદ્રયાન-3ની સફળતાના તરત બાદ 23 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના પ્રમુખ એસ.સોમનાથને ફોન પર શુભકામના આપી હતી અને વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરવાની વાત કરી હતી.
Tags :
Advertisement

.

×