Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મણીપુરમાં શાંતિનો સુરજ જરૂરથી ઉગશે, વિકાસની રાહ પર આગળ વધશે : PM મોદી

મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે વડાપ્રધાન મોદી જવાબ આપ્યો. વડાપ્રધાન મોદીએ આજે સાંજે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપ્યો. મોનસૂન સત્રમાં વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 અને 9 મી ઓગસ્ટ સુધી ચર્ચા...
મણીપુરમાં શાંતિનો સુરજ જરૂરથી ઉગશે  વિકાસની રાહ પર આગળ વધશે   pm મોદી
Advertisement

મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે વડાપ્રધાન મોદી જવાબ આપ્યો. વડાપ્રધાન મોદીએ આજે સાંજે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપ્યો. મોનસૂન સત્રમાં વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 અને 9 મી ઓગસ્ટ સુધી ચર્ચા થઈ જ્યાં વિપક્ષી સાંસદોએ સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યા તો સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વિરોધી પક્ષોને આડેહાથ લીધાં હતા.

મણિપુરમાં શાંતિનો સુરજ ઉગશે : વડાપ્રધાન મોદી

મોદીના ભાષણ વચ્ચે વિપક્ષના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે જણાવ્યું કે, મોદી મણિપુર મુદ્દે બોલતા નથી. આ પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે લોકો લોકશાહીમાં વિશ્વાસ નથી તે સંભળાવા તૈયાર છે પણ સાંભળવા તૈયાર નથી. તેઓ જુઠ્ઠાણા ફેલાવીને ભાગી જાય છે. જે બાદ વડાપ્રધાન મોદીએ મણિપુર પર વાત કરી. તેમણે કહ્યું કે, જો વિપક્ષ ગૃહમંત્રીની ચર્ચા માટે સહમત હોત તો લાંબી ચર્ચા થઈ શકી હોત. મણિપુર પર ગૃહમંત્રી એ વિસ્તારથી બધા વિષયને સમજાવ્યા સરકાર અને દેશની ચિંતાને વ્યક્ત કરી, નેક ઈમાનદારીથી મણિપુર માટે રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો પણ આ લોકોએ રાજનીતિ સિવાય કંઈ કર્યું નહી. મણિપુરમાં કોર્ટનો નિર્ણય આવ્યો તેના પક્ષ વિપક્ષની સ્થિતિ હિંસા થઈ અનેકને તકલીફ પડી મહિલા સાથે અક્ષ્યમ્ય અપરાધ થયાં. દોષિતને સખ્ત સજા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરે છે. હું દેશના લોકોને વિશ્વાસ અપાવું છું શાંતિનો સુરજ ઉગશે મણિપુર નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. મણિપુરના લોકોને આગ્રહપૂર્વક કહું છું દેશા તમારી સાથે છે. આપણે સૌ મળીને આનું સમાધાન કાઢીશું ત્યાં શાંતિની સ્થાપના થશે મણિપુર ફરી વિકાસની રાહ પર આગળ વધશે. તેના પ્રયાસમાં કસર રહેશે નહી.

Advertisement

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2018માં પણ વિપક્ષના મારા સાથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા ત્યારે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસનો પ્રસ્તાવ અમારો નહી વિપક્ષનો ફ્લોપ ટેસ્ટ છે અને એવું જ થયું કે વિપક્ષ પાસે જેટલા મત છે તેટલા મત પણ ભેગા કરી શક્યાં નહી. જનતાએ પણ આમના માટે નો કોન્ફીડન્સ જાહેર કર્યો NDA અને ભાજપને વધારે સીટ મળે છે. એક રીતે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. NDA અને ભાજપ 2024 ની ચૂંટણીમાં જુના બધા રેકોર્ડ તોડીને જનતાના આશિર્વાદ સાથે પરત આવશે.

Advertisement

કોંગ્રેસને ભારતના સામર્થ્ય પર ભરોસો નથી

કોંગ્રેસ પાર્ટી અને તેમના મિત્રોનો ઈતિહાસ રહ્યો છે કે તેમને ભારતના સામર્થ્ય પર ભરોસો નથી. ગૃહને યાદ અપાવું કે પાકિસ્તાન સરહદે હુમલો કરતું, આતંકવાદી હુમલો થતાં જવાબદારી પાકિસ્તાન લેતું નહી અને પાકિસ્તાનની વાત પર આ લોકો વિશ્વાસ કરતા. કાશ્મીર સળગતું રહ્યું કોંગ્રેસ હુરિયત, અલગાવવાદીઓ અને પાકિસ્તાનનો ધ્વજ લઈને ફરતા તેમના પર વિશ્વાસ કરતા. ભારતે એરસ્ટ્રાઈક, સર્જીકલ સ્ટ્રાઈક કરરી સેના પર તેમને ભરોસો નથી. આજે દુનિયામાં કોઈ ભારતને અપશબ્દો કહે તેમના પર વિશ્વાસ આવી જાય છે.
ભારતને બદનામ કરવામાં તેમને મજા આવે છે. કોરોના મહામારીમાં ભારતના વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવી તેના પર તેમને ભરોસો નથી. નાગરિકોએ ભારતની વેક્સિન પર વિશ્વાસ વ્યક્ત કર્યો આમને ભારતના સામર્થ્ય પર વિશ્વાસ નથી. ભારતના લોકોમાં કોંગ્રેસ પ્રત્યે નો કોન્ફિડન્સનો ભાવ ઉંડો છે. કોંગ્રેસ અહમથી ઘેરાયેલી છે તેમને જમીન નથી દેખાતી.

આ ઈન્ડિયા નહી ઘમંડિયા ગઠબંધન

વડાપ્રધાન મોદીએ વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. પર નિશાન સાધતા જણાવ્યું કે, આ ઈન્ડિયા ગઠબંધન નથી ઘમંડિયિા ગઠબંધન અને આની જાનમાં દરેકને વરરાજા બનવું છે બધાને વડાપ્રધાન બનવું છે. આ ગઠબંધને એ પણ નથી વિચાર્યું કે કોની સાથે ચાલવું. પશ્ચિમ બંગાળમાં TMC કોંગ્રેસ સામસામે છે દિલ્હીમાં સાથે, વાયનાડમાં જે લોકોએ કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ કરી તેની સાથે મિત્રતા કરી. બહારથી શકલ બદલી જુના પાપો જનતાથી કેમ છૂપાવશો? અત્યારે સ્થિતિ એવી છે એટલે હાથોમાં હાથ છે જ્યારે સ્થિતિ બદલશે બાદમાં હાથમાંથી છરીઓ પણ નિકળશે. આ ઘમંડિયા ગઠબંધન દેશમાં પરિવારવાદનું પ્રતિબંબ છે.

આ પણ વાંચો : અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં અમિત શાહે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×