Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI આગામી 5મી જૂને ગુજરાતની મુલાકાતે...વાંચો કેમ...!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચમી જૂને અંત્રોલીની મુલાકાત લેશે.  બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીના નિરીક્ષણ માટે તેઓ અંત્રોલી ખાતે બની રહેલા બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને લઈ અંત્રોલી ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ અંત્રોલી ક્રિકેટ મેદાન ખાતે હેલિપેડ...
pm modi આગામી 5મી જૂને ગુજરાતની મુલાકાતે   વાંચો કેમ
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચમી જૂને અંત્રોલીની મુલાકાત લેશે. 
બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીના નિરીક્ષણ માટે તેઓ અંત્રોલી ખાતે બની રહેલા બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનની મુલાકાત લેશે.
વડાપ્રધાનના આગમનને લઈ અંત્રોલી ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ
અંત્રોલી ક્રિકેટ મેદાન ખાતે હેલિપેડ પર ઉતરી સ્ટેશનની મુલાકાતે રવાના થશે 
વડાપ્રધાનના કાફલાનો રૂટ અને સુરક્ષા બાબતે સર્વે કામગીરી શરૂ કરાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. PM MODI 5મી જૂને સુરત જીલ્લાના અંત્રોલીની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ કામગિરી કરાઇ રહી છે.
અંત્રોલી ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂને સુરત જીલ્લાની મુલાકાત લેશે. તેઓ પલસાણા તાલુકાના અંત્રોલી ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનું સ્વપ્ન છે અને તેઓ સ્વંય આ પ્રોજેક્ટ પર દેખરેખ રાખી રહ્યા છે. દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેનનું સ્ટોપ અંત્રોલી ગામે તૈયાર થઇ રહ્યું છે જેથી આ પ્રોજેક્ટની કામગિરી નિહાળવા માટે વડાપ્રધાન અંત્રોલી ખાતે આવી રહ્યા છે.
તંત્ર દ્વારા કામગિરી શરુ કરાઇ
વડાપ્રધાનના આગમનને લઈ અંત્રોલી ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. વડાપ્રધાન  અંત્રોલી ક્રિકેટ મેદાન ખાતે હેલિપેડ પર ઉતરી બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાતે રવાના થશે. વડાપ્રધાનના કાફલાનો રૂટ અને સુરક્ષા બાબતે હાલ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.
Tags :
Advertisement

.

×