Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Trump tariffs: PM મોદીનો ટ્રમ્પને જવાબ, 'ખેડૂતોના હિત સર્વોપરી'

PM Modi Trump tariffs: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર PM મોદીનો સ્પષ્ટ જવાબ: 'ખેડૂતોના હિતો સાથે કોઈ સમજૂતી નહીં.
pm modi trump tariffs  pm મોદીનો ટ્રમ્પને જવાબ   ખેડૂતોના હિત સર્વોપરી
Advertisement
  • ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે PM મોદીનું મોટું નિવેદન
  • ભારતનું કૃષિ ક્ષેત્ર નવી ઊંચાઈઓ પર પહોંચ્યુંઃ PM
  • અમારા માટે ખેડૂતોનું હિત સૌથી અગ્રેસર: PM
  • ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ નહીં થાય: PM
  • મને ખબર છે તેની મોટી કિંમત ચૂકવવી પડશે: PM
  • PM મોદીએ કહ્યું હું કિંમત ચૂકવવા તૈયાર છું
  • પશુપાલકોના હિત સાથે બાંધછોડ નહીં કરાયઃ PM
  • મત્સ્ય અને પશુપાલકો માટે ભારત તૈયાર છેઃ PM
  • ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત કરવા પ્રયાસઃ PM
  • સ્વામીનાથન શતાબ્દી સંમેલનનું PMએ કર્યુ ઉદ્ધાટન
  • સ્મારક સિક્કો અને શતાબ્દી ટપાલ ટિકિટ લોન્ચિંગ

PM Modi Trump tariffs: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 50 ટકા ટેરિફનો બોમ્બ ફોડ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi Trump tariffs) તેનો સખત જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "હું ખેડૂતોના હિતો સાથે કોઈ સમજૂતી કરીશ નહીં. અમારા માટે આપણા ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે."

પીએમ મોદીએ આ વાત એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કરી. તેમણે કહ્યું કે, "ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે. હું જાણું છું કે આ માટે મને વ્યક્તિગત રીતે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું."

Advertisement

Advertisement

ખેડૂતોની તાકાત દેશની પ્રગતિનો આધાર છે:

પ્રધાનમંત્રી કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના લક્ષ્યો પર કામ કરી રહી છે. "અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી, છેલ્લાં વર્ષોમાં જે નીતિઓ બનાવવામાં આવી, તેમાં માત્ર મદદ નહોતી, પરંતુ ખેડૂતોમાં વિશ્વાસ વધારવાનો પ્રયાસ પણ હતો."

આ પણ વાંચો: Gold Rate Today: રક્ષાબંધન પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના ભાવ

ખેડૂતો માટે લેવામાં આવેલા મુખ્ય પગલાં:

  • પીએમ મોદીએ સરકાર દ્વારા ખેડૂતો માટે લીધેલા વિવિધ પગલાંનો પણ ઉલ્લેખ કર્યો
  • પીએમ ધન ધાન્ય યોજના: આ યોજના હેઠળ 100 એવા જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે જ્યાં ખેતી પાછળ રહી છે, અને ત્યાં સુવિધાઓ તેમજ આર્થિક મદદ પહોંચાડીને ખેતીમાં નવો વિશ્વાસ ઊભો કરવામાં આવી રહ્યો છે.
  • પીએમ કિસાન સન્માન નિધિ: આ યોજના દ્વારા મળતી સીધી આર્થિક સહાયથી નાના ખેડૂતોને આત્મબળ મળ્યું છે.
  • પીએમ ફસલ વીમા યોજના: આ યોજનાએ ખેડૂતોને પાકને થતા જોખમ સામે સુરક્ષા આપી છે.
  • પીએમ કૃષિ સિંચાઈ યોજના: સિંચાઈ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં આવી છે.
  • 10,000 FPOs: આના નિર્માણથી નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે.
  • ઈ-NAM: આના કારણે ખેડૂતોને પોતાનો પાક વેચવામાં સરળતા થઈ છે.

પીએમ મોદી અને ડો. સ્વામીનાથનનો સંબંધ:

પ્રધાનમંત્રી ગુરુવારે દિલ્હીમાં ICAR પૂસા ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ડો. સ્વામીનાથનને સમર્પિત એક સ્મારક સિક્કો અને શતાબ્દી ટિકિટ પણ બહાર પાડી. પીએમ મોદીએ કહ્યું કે, "હું પોતાને ભાગ્યશાળી માનું છું કે અમારી સરકારમાં ડો. સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાનો અવસર મળ્યો." તેમણે ઉમેર્યું કે, "તેમણે ભારતને ખાદ્યાન્ન મામલે આત્મનિર્ભર બનાવવાનું અભિયાન ચલાવ્યું હતું અને ખેતીમાં રાસાયણિક પ્રયોગોના જોખમો વિશે પણ ખેડૂતોને સતત જાગૃત કરતા હતા."

પીએમ મોદીએ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી પદના સમયને યાદ કરતા કહ્યું કે, "જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે અમે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના પર કામ શરૂ કર્યું હતું, જેમાં પ્રોફેસર સ્વામીનાથને ખૂબ રસ દાખવ્યો હતો અને ખુલ્લા દિલથી પોતાના સૂચનો આપ્યા હતા."

આ પણ વાંચો: Gujarat CM Bhupendra Patel નો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય

Tags :
Advertisement

.

×