PM MODI નું આજે રાત્રે દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે (25 જૂન) રાત્રે તેમની અમેરિકા અને ઇજિપ્તની સરકારી મુલાકાતથી પરત ફરશે. PM મોદીનું પ્લેન લગભગ 12:30 વાગ્યે પાલમ એરપોર્ટ પહોંચશે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે ભાજપે જોરદાર તૈયારીઓ કરી છે. પીએમના સ્વાગત માટે દિલ્હીના તમામ સાંસદો...
Advertisement
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે (25 જૂન) રાત્રે તેમની અમેરિકા અને ઇજિપ્તની સરકારી મુલાકાતથી પરત ફરશે. PM મોદીનું પ્લેન લગભગ 12:30 વાગ્યે પાલમ એરપોર્ટ પહોંચશે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે ભાજપે જોરદાર તૈયારીઓ કરી છે. પીએમના સ્વાગત માટે દિલ્હીના તમામ સાંસદો એરપોર્ટ પર હાજર રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 11:45 વાગ્યે એરપોર્ટ પહોંચશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક
પીએમ મોદી 20 જૂનના રોજ અમેરિકાના પ્રથમ રાજકિય પ્રવાસ પર ગયા હતા. ત્યાં, પીએમ મોદીએ સૌપ્રથમ 21 જૂને ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. પીએમ મોદીએ અગ્રણી કંપનીઓના સીઈઓ સાથે પણ બેઠક કરી હતી. પીએમનું વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
અમેરિકી સંસદને સંબોધિત કરી હતી
રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેને PM મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. અમેરિકા સાથે ઘણી ડીલ કરવા ઉપરાંત પીએમએ યુએસ સંસદને પણ સંબોધિત કરી હતી. આ તેમનું બીજું સંબોધન હતું. આ પહેલા પણ 2016માં તેમણે અમેરિકી સંસદને સંબોધિત કરી હતી. આ સાથે પીએમએ વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યા હતા.
ઇજિપ્તના બે દિવસના પ્રવાસે ગયા હતા
પીએમ અમેરિકાની મુલાકાત બાદ શનિવારે (24 જૂન) ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે કૈરો પહોંચ્યા હતા. પીએમ મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની મુલાકાતે ગયા હતા. છેલ્લા 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન, તેમણે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા માટે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સહિત ઇજિપ્તના નેતૃત્વ સાથે વાતચીત કરી.
'ઓર્ડર ઓફ ધ નાઈલ' એવોર્ડથી સન્માનિત
વડાપ્રધાને રવિવારે દાઉદી બોહરા સમુદાયની મદદથી પુનઃસ્થાપિત કરાયેલ 11મી સદીની અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. આ મસ્જિદ ફાતિમી વંશના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૈરોમાં 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ઓર્ડર ઓફ ધ નાઇલ એ ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે.
આ પણ વાંચો----PM MODI ને મળ્યું ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


