Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ASEAN શિખર સંમેલનમાં સામેલ થવા મલેશિયા જશે નહીં પીએમ મોદી

ASEAN શિખર સંમેલનમાં પીએમ મોદી વર્ચ્યુલી જોડાશે પરંતુ મલેશિયા જશે નહીં તેવા સમાચારોની પુષ્ટી પોતે પીએમ મોદીએ કરી છે. આ અંગે મલેશિયાના વડાપ્રધાન અન્વર ઇબ્રાહિમે જાણકારી આપી હતી કે પીએમ મોદી એશિયન શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી જોડાશે પરંતુ વ્યક્તિગત રીતે આવી શકશે નહીં.. ઈબ્રાહિમે આપેલા કારણને કોંગ્રેસે ફગાવતા નવો આરોપ મૂક્યો છે
asean શિખર સંમેલનમાં સામેલ થવા મલેશિયા જશે નહીં પીએમ મોદી
Advertisement
  • ASEAN સંમેલનમાં વર્ચ્યુઅલી જોડાશે મોદી, દિવાળીના કારણે મલેશિયા યાત્રા રદ્દ
  • પીએમ મોદીની મલેશિયા યાત્રા રદ, વર્ચ્યુઅલ જોડાશે : અન્વર ઇબ્રાહિમે પુષ્ટિ કરી
  • દિવાળીના કારણે મોદી નહીં જાય મલેશિયા, ટ્રમ્પ સાથે મુલાકાત ટળશે: કોંગ્રેસનો તીખો તીર
  • 47મા ASEAN સંમેલનમાં મોદી વર્ચ્યુઅલ, જયશંકર પ્રતિનિધિત્વ કરશે
  • મલેશિયા સંમેલનથી મોદી દૂર કારણ દિવાળી : રમેશનો આરોપ- ટ્રમ્પથી બચવા માટે

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયામાં યોજાઈ રહેલા 47મા ASEAN શિખર સંમેલનમાં વ્યક્તિગત રૂપે સામેલ થશે નહીં. મલેશિયાના વડાપ્રધાન અન્વર ઇબ્રાહિમે ગુરુવારે આની પુષ્ટિ કરતાં જણાવ્યું કે મોદી દિવાળીના ઉત્સવને કારણે સંમેલનમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે.

આ સંમેલન 26થી 28 ઓક્ટોબર સુધી ક્વાલાલમ્પુરમાં યોજાશે. અન્વરે આ પણ જણાવ્યું કે ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આની પુષ્ટિ કરી છે.

Advertisement

તેમણે અન્વર ઇબ્રાહિમને મલેશિયાની ASEAN અધ્યક્ષતા માટે અભિનંદન આપ્યા અને સંમેલનની સફળતાની શુભેચ્છા આપી. પીએમ મોદીએ કહ્યું, "હું ASEAN-ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ રીતે જોડાવા અને ASEAN-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ કરવા માટે આતુર છું."

Advertisement

આ પણ વાંચો- Be careful ! યુ-ટ્યુબ પરથી જોઈને તૈયાર કરેલી દેશી બંદૂકે છીનવી લીધી 125 આંખોની રોશની

ભારત-મલેશિયા સંબંધોને નવી ઊંચાઈ આપવાની તૈયારી

અન્વર ઇબ્રાહિમે જણાવ્યું કે તેમણે તાજેતરમાં મોદીના એક સહયોગી સાથે ફોન પર વાત કરી. આ વાતચીતમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને વ્યાપક સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂકાયો. ભારત મલેશિયા માટે વેપાર, રોકાણ, તકનીક, શિક્ષણ અને પ્રાદેશિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. અન્વરે કહ્યું કે મલેશિયા ભારત સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક સહયોગને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છે.


તેમણે આ પણ ઉમેર્યું કે મલેશિયા ASEAN-ભારત સહયોગને મજબૂત કરવા માટે કામ કરશે, જેથી પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ વધે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક દેશોના નેતાઓ પણ ભાગ લેશે. જે ASEANના સંવાદ ભાગીદારો છે. ટ્રમ્પ 26 ઓક્ટોબરે બે દિવસની મુલાકાત માટે ક્વાલાલમ્પુર પહોંચશે.

કોંગ્રેસે તીખો વ્યંગ, ટ્રમ્પ સાથે મુલાકાતથી બચવાનો આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે મોદીના આ નિર્ણય પર વ્યંગ કસતાં દાવો કર્યો કે પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યક્તિગત મુલાકાતથી બચવા માંગે છે.

રમેશે X પર લખ્યું કે ટ્રમ્પે અનેક વખત દાવો કર્યો છે કે તેમણે ઓપરેશન સિંદૂર રોક્યું અને ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવાનું વચન આપ્યું છે. તેમના મુજબ, ટ્રમ્પ સાથે વ્યક્તિગત મુલાકાત મોદી માટે જોખમી થઈ શકે છે.

રમેશે આ પણ કહ્યું કે મોદીએ તાજેતરમાં મિસરમાં યોજાયેલા ગાઝા શાંતિ સંમેલનમાં પણ ટ્રમ્પ સાથે મુલાકાતના ડરથી ભાગ લીધો નથી. તેમણે આરોપ લગાવ્યો કે ક્વાલાલમ્પુરમાં યોજાતા આ સંમેલનમાં ન જઈને પીએમ મોદી વિશ્વ નેતાઓ સાથે મુલાકાત અને પોતાની 'વિશ્વગુરુ' છબીને ચમકાવવાનો એક તક ગુમાવી રહ્યા છે.

આ પણ વાંચો- વજુભાઈ ડોડીયાના નિધન પર કોમેન્ટ વિવાદ અંગે Hardik Patel નો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.

×