PM Modi આજે બિહારના ગયાની મુલાકાતે, 13 હજાર કરોડની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
- આરોગ્ય, વીજળી, માર્ગ, શહેરી વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ
- PM Modi ગંગા નદી પર લાંબા આન્ટા-સિમરિયા પુલનું ઉદ્ધાટન
- નવા પુલથી ભારે વાહનો માટે 100 કિમીનો ચકરાવો ઘટશે
PM Modi આજે બિહારના ગયાની મુલાકાતે છે. જેમાં 13 હજાર કરોડની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આરોગ્ય, વીજળી, માર્ગ, શહેરી વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ગંગા નદી પર લાંબા આન્ટા-સિમરિયા પુલનું ઉદ્ધાટન કરશે. નવા પુલથી ભારે વાહનો માટે 100 કિમીનો ચકરાવો ઘટશે. તેમજ 6800 કરોડના બક્સર થર્મલ પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. તથા મુઝફ્ફરપુરમાં કેન્સર હોસ્પિટલ, રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન સાથે જ ગયા-દિલ્હી, વૈશાલી-કોડરમા ટ્રેનને લીલીઝંડી આપશે.
છેલ્લા 3 મહિનામાં PM Modi ની બિહારની આ ચોથી મુલાકાત
છેલ્લા 3 મહિનામાં PM Modi ની બિહારની આ ચોથી મુલાકાત છે. આ પહેલા તેઓ મોતીહારી, સિવાન અને બિક્રમગંજ (રોહતાસ) માં કાર્યક્રમો કરી ચૂક્યા છે. PM Modi શુક્રવારે 11735 કરોડ રૂપિયાના 6 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં બક્સરના ચૌસામાં 660 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ, મુંગેરમાં સીવરેજ નેટવર્ક અને એસટીપી પ્રોજેક્ટ, મુઝફ્ફરપુરમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ગંગા નદી પર સિમરિયા 6 લેન બ્રિજ અને બખ્તિયારપુરથી મોકામા એનએચ 31 ફોર લેનનું કામ અને બિક્રમગંજ-ડુમરાવ રોડનું અપડેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, PM Modi 1257 કરોડ રૂપિયાના 8 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. આમાં વિવિધ શહેરોમાં સીવરેજ ટ્રીટમેન્ટ અને અન્ય માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
PM Modi આવાસ લાભાર્થીઓને ચાવીઓ સોંપશે
PM Modi ગયાજીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 12,000 લાભાર્થીઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ 4,260 લાભાર્થીઓને લાભ મળશે. પ્રધાનમંત્રી આ સમારોહમાં કેટલાક લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે નવા મકાનોની ચાવીઓ સોંપશે. પીએમ સવારે 10:30 વાગ્યે ગયાજી એરપોર્ટ પહોંચવાના છે.
ગયાજી પછી, તેઓ બેગુસરાય જશે અને ગંગા પુલનું ઉદ્ઘાટન કરશે
ગયાજીમાં કાર્યક્રમ પછી, PM Modi બપોરે થોડા સમય માટે બેગુસરાય જિલ્લાની મુલાકાત લેશે. તેઓ સિમરિયા પહોંચશે અને ગંગા નદી પર બનેલા 6 લેન પુલનું ઉદ્ઘાટન કરશે. પીએમ અહીં લગભગ 15 મિનિટ રોકાશે. આ પછી, તેઓ ગયાજી થઈને પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.
આ પણ વાંચો: Elvish Yadav ના ઘર પર ગોળીબાર કરનાર વ્યક્તિનું એન્કાઉન્ટર