PM મોદીએ ટેલિફોન પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા
- Modi Putin Talk : PM મોદીએ વ્લાદિમીર પુતિનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા
- PM મોદીએ પુતિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- પુતિનને શિખર સંમેલન માટે ભારત આવવાનું આમંત્રણ અપાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM MODI) મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ને ફોન કરીને તેમને 73મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ફોન પર કરેલી વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી (Special and Privileged Strategic Partnership) ને વધુ ગાઢ બનાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
Modi Putin Talk: PM મોદીએ વ્લાદિમીર પુતિનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિન (Vladimir Putin) ને જન્મની શુભકામન આપીને તેમના સ્વાસ્થ્ય અને તમામ પ્રયાસોમાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે ભારત રશિયા સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વ્યૂહાત્મક સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાના અવસર શોધી રહ્યા છે.
Prime Minister Narendra Modi speaks with President Putin and congratulates him on his 73rd birthday. The two leaders reaffirm their commitment to further deepen India-Russia Special and Privileged Strategic Partnership. The PM also conveys that he looks forward to welcoming… pic.twitter.com/jRfc27GcyD
— Press Trust of India (@PTI_News) October 7, 2025
Modi Putin Talk: પુતિનને શિખર સંમેલન માટે ભારત આવવાનું આમંત્રણ અપાયું
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારા 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન (Annual Summit) માટે રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ જુલાઈ 2024માં મોસ્કોની મુલાકાત દરમિયાન પુતિનને આ વાર્ષિક શિખર સંમેલન માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ શિખર સંમેલન દ્વારા બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વિસ્તારવા અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપવાનું આયોજન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બંને નેતાઓએ દ્વિપક્ષીય એજન્ડાની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી, જેમાં વેપાર, સંરક્ષણ, ઊર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગની દિશા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ફોન સંવાદ સૂચવે છે કે બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને માત્ર જાળવી રાખવા જ નહીં, પરંતુ તેને વધુ વિકસાવવા માટે સતત પ્રયાસશીલ છે. રાષ્ટ્રપતિ પુતિને છેલ્લે 2021માં 21મા વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત રશિયા સાથેના તેના સંબંધોને સતત અને સર્વગ્રાહી દૃષ્ટિકોણથી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. વૈશ્વિક રાજકારણ અને પ્રાદેશિક સ્થિરતાના સંદર્ભમાં પણ બંને નેતાઓની આ વાતચીતને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની કરાઇ જાહેરાત, આ ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને પુરસ્કાર મળ્યો


