Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

My Roots My Principles: PM મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની લખી પ્રસ્તાવના

My Roots My Principles: વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” (I Am Georgia – My Roots, My Principles) ની પ્રસ્તાવના લખી છે.
my roots my principles   pm મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની લખી પ્રસ્તાવના
Advertisement

  • My Roots My Principles: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ લખી આત્મકથા
  • ઈટાલીના PM મેલોનીની પુસ્તકની પ્રસ્તાવના PM મોદીએ લખી
  • જ્યોર્જિયા મેલોનીની આ આત્મકથા ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” (I Am Georgia – My Roots, My Principles) ની પ્રસ્તાવના લખી છે. મેલોનીએ તેમની આત્મકથાના શીર્ષકને વડાપ્રધાન મોદીના લોકપ્રિય રેડિયો પ્રસારણ કાર્યક્રમ 'મન કી બાત'ના ટાઇટલથી પ્રેરિત ગણાવ્યું છે.જ્યોર્જિયા મેલોનીની આ આત્મકથા ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ થશે, જેનું પ્રકાશન રૂપા પબ્લિકેશન કરવા જઈ રહ્યું છે. ભારતમાં આ પુસ્તકની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.

My Roots My Principles પુસ્તકની પ્રસ્તાવના PM મોદીએ લખી પ્રસ્તાવના

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ પુસ્તકની પ્રસ્તાવના લખવાને પોતાના માટે સન્માનની વાત ગણાવી છે. તેમણે પ્રસ્તાવનામાં જ્યોર્જિયા મેલોનીને એક દેશભક્ત અને ઉત્કૃષ્ટ સમકાલીન નેતા તરીકે ઓળખાવી છે.પ્રસ્તાવનામાં પીએમ મોદીએ છેલ્લા 11 વર્ષોમાં વિશ્વના અનેક નેતાઓ સાથેની તેમની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન વિશ્વના તમામ નેતાઓએ તેમની સાથે વાતચીત કરી, જેમાંથી દરેકની જીવનયાત્રા ખૂબ જ અલગ રહી છે.

Advertisement

  My Roots My Principles માં PM મોદીએ ઇટાલીના PM ના કર્યા વખાણ

ઉલ્લેખનીય છે કે પ્રસ્તાવનામાં પીએમ મોદીએ લખ્યું છે કે ઈટાલીના વડાપ્રધાન મેલોનીનું જીવન અને નેતૃત્વ આપણને કેટલાક શાશ્વત સત્યોની યાદ અપાવે છે. ભારતમાં તેમને એક ઉત્કૃષ્ટ સમકાલીન રાજકીય નેતા અને દેશભક્તની તાજી વાર્તા તરીકે વખાણવામાં આવશે. દુનિયાની સાથે સમાન સ્તર પર જોડાઈને પણ પોતાની સાંસ્કૃતિક વારસાની રક્ષા કરવામાં તેમનો વિશ્વાસ, આપણા પોતાના મૂલ્યોને દર્શાવે છે.

Advertisement

વડાપ્રધાન મોદીએ આ પુસ્તકની પ્રસ્તાવનામાં ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે મેલોનીની પ્રેરણાદાયક અને ઐતિહાસિક યાત્રા ભારતીયોના દિલમાં ઊંડે ઉતરી છે. વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી છે કે આ પુસ્તક ભારતીય વાચકોને ચોક્કસપણે પ્રભાવિત કરશે. જ્યોર્જિયા મેલોનીની આત્મકથાનું મૂળ સંસ્કરણ વર્ષ 2021 માં લખાયું હતું. તે સમયે તેઓ ઈટાલીમાં વિપક્ષના નેતા હતા. તેના એક વર્ષ બાદ, તેઓ સામાન્ય ચૂંટણી જીતીને ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો:   America : મિશિગનના ગ્રાન્ડ બ્લેન્કમાં ચર્ચમાં ફાયરિંગ બાદ આગ, બે લોકોના મોત

Tags :
Advertisement

.

×