ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra માં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત...

Maharashtra માં વિકાસ અને સુશાસનની જીત - PM મોદી NDA ને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ આભાર - PM મોદી NDA ના લોક કલ્યાણના પ્રયાસોની ગૂંજ દરેક જગ્યાએ સંભળાશે - PM મોદી PM મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત...
06:58 PM Nov 23, 2024 IST | Dhruv Parmar
Maharashtra માં વિકાસ અને સુશાસનની જીત - PM મોદી NDA ને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ આભાર - PM મોદી NDA ના લોક કલ્યાણના પ્રયાસોની ગૂંજ દરેક જગ્યાએ સંભળાશે - PM મોદી PM મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત...
  1. Maharashtra માં વિકાસ અને સુશાસનની જીત - PM મોદી
  2. NDA ને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ આભાર - PM મોદી
  3. NDA ના લોક કલ્યાણના પ્રયાસોની ગૂંજ દરેક જગ્યાએ સંભળાશે - PM મોદી

PM મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું- એક થઈને આપણે વધુ ઊંચાઈ મેળવીશું! NDA ને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને રાજ્યના યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર. આ પ્રેમ અને હૂંફ અનન્ય છે. હું લોકોને ખાતરી આપું છું કે અમારું જોડાણ મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતુ રહેશે.

NDA ના લોક કલ્યાણના પ્રયાસોની ગૂંજ દરેક જગ્યાએ સંભળાશે...

તેમણે અન્ય રાજ્યોમાં પણ NDA ની જીત માટે જનતા અને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું - 'NDA ના જન કલ્યાણના પ્રયાસોનો પડઘો સર્વત્ર સંભળાઈ રહી છે. પેટાચૂંટણીમાં NDA ના ઉમેદવારોને આશીર્વાદ આપવા માટે હું અન્ય રાજ્યોમાં લોકોનો આભાર માનું છું. અમે તેમના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. તેણે આગળ લખ્યું- 'મને દરેક NDA કાર્યકર્તા પર ગર્વ છે જેમણે પાયાના સ્તરે કામ કર્યું છે. તેમણે સખત મહેનત કરી, લોકોની વચ્ચે જઈને અમારા સુશાસનના એજન્ડા પર વિગતવાર વાત કરી.

આટલી વિશાળ બહુમતી ક્યારેય જોઈ નથી - અજિત પવાર

અજિત પવારે વધુમાં કહ્યું કે, જ્યારથી હું રાજનીતિમાં છું ત્યારથી મેં ક્યારેય કોઈ ગઠબંધન માટે આટલી મોટી બહુમતી જોઈ નથી. હવે જો હાર થાય છે તો વિપક્ષ બેલેટ પેપરની વાત કરે છે, પરંતુ લોકસભા ચૂંટણી વખતે આવું કેમ નહોતું કહ્યું. અમે ઝારખંડમાં હારી ગયા છીએ.

આ પણ વાંચો : Maharashtra Election : જંગી બહુમતી બાદ CM ના ચહેરા પર મહાયુતિના નેતાઓએ શું કહ્યું?

અમે જનતા સમક્ષ નમન કરીએ છીએ : ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમે મહારાષ્ટ્રની જનતા સમક્ષ નમન કરીએ છીએ. હવે આપણે ઘણું કામ કરવાનું છે. હું તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. આ PM નરેન્દ્ર મોદીમાં મહારાષ્ટ્રનો વિશ્વાસ દર્શાવે છે.

આ પણ વાંચો : Maharashtra Election : Insta પર 56 લાખ અને FB પર 41 લાખ ફોલોઅર્સ તો પણ વોટ મળ્યા માત્ર 155...

CM ના ચહેરા પર કોઈ વિવાદ નથી...

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિને 'અભૂતપૂર્વ વિજય' આપ્યો છે અને CM ના ચહેરા પર કોઈ વિવાદ થશે નહીં. ફડણવીસે પત્રકારોને કહ્યું- મહારાષ્ટ્રની જનતાએ અમને અભૂતપૂર્વ જીત અપાવી છે. આ દર્શાવે છે કે લોકો PM નરેન્દ્ર મોદીની સાથે છે. 'જો આપણે સાથે છીએ તો સુરક્ષિત છીએ' એમના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોએ એક થઈને અમને મત આપ્યો. CM ના ચહેરા પર અમારો કોઈ વિવાદ નથી. પહેલા દિવસથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે ચૂંટણી પછી ત્રણેય પક્ષોના નેતાઓ સાથે બેસીને આ અંગે નિર્ણય કરશે. નિર્ણય દરેકને સ્વીકાર્ય હશે, તેના પર કોઈ વિવાદ નથી.

આ પણ વાંચો : Sharad Pawarના છ દાયકાથી વધુના રાજકીય જીવનમાં આ સૌથી ખરાબ ચૂંટણી

Tags :
BJPCongressECI results MaharashtraGujarati NewsIndiaMaharashtra Assembly election resultsMaharashtra Election resultMaharashtra Election ResultsMaharashtra election results 2024Maharashtra Vidhan Sabha Chunav ResultsNationalpm modiShiv Sena
Next Article