Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi ની ગુજરાતને ગેરન્ટી, અમૂલ ડેરીને બનાવાશે વિશ્વની સૌથી મોટી ડેરી

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે, આ દરમિયાન ગતિશીલ ગુજરાતના ઘણી યોજનાઓની ભેટ મળવાની છે. અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેધો અને સંબોધન કરતા ગુજરાતના ખુબ વખાણ કર્યા હતાં. પ્રધાનમંત્રીએ...
pm modi ની ગુજરાતને ગેરન્ટી  અમૂલ ડેરીને બનાવાશે વિશ્વની સૌથી મોટી ડેરી
Advertisement

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે, આ દરમિયાન ગતિશીલ ગુજરાતના ઘણી યોજનાઓની ભેટ મળવાની છે. અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેધો અને સંબોધન કરતા ગુજરાતના ખુબ વખાણ કર્યા હતાં. પ્રધાનમંત્રીએ ગામડાંના નાના ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવાની વાત પર ખાસ ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યારે માઈક્રો ઈરીકેશન, ટપક સિંચાઈથી ખેતી વધી છે. કેન્દ્ર સરકારનું જોર અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર છે.ખેડૂતોને સોલાર પમ્પ આપવાની યોજના છે. પશુપાલકો માટે ગોવર્ધન યોજના શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે અને વધુ ઉપજ મેળવી શકે.

સહકારી સમિતિઓને પ્રોત્સાહિત કરવામાં આવશેઃ PM Modi

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ગામોમાં સહકારી સમિતિઓનું નિર્માણ કરાયું છે. ખેતી, પશુપાલનમાં સહકારી સમિતિની મહત્વની ભૂમિકા છે. સહકારી સમિતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. અમૂલ આજે દુનિયાની આઠમી સૌથી મોટી ડેરી છે. અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવીશું આ મોદીની ગેરન્ટી છે.’ પ્રધાનમંત્રીએ એશિયાની સૌથી મોટી ડેરી અમુલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવવાની ગેરન્ટી આપી છે. આ સાથે પ્રધાનમંત્રીએ અન્ય પણ ઘણા વિકાસના કામોની વાત કરી હતીં. પ્રધાનમંત્રીએ ગુજરાતના વખાણ કરતા કહ્યું હતું કે, ગુજરાત જે 50 વર્ષ પહેલા નાનો છોડ હતું હવે વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

Advertisement

Advertisement

15 હજાર આધુનિક ડ્રોન નમો ડ્રોન દીદીઓને અપાશે

પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં ખેતીને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, તેઓ 15 હજાર આધુનિક ડ્રોન નમો ડ્રોન દીદીઓને અપાશે. આ સાથે નમો ડ્રોન ગામે ગામ દીદીઓ સુધી પહોંચશે દીદીઓ ખેતમાં અગ્રીમ સાબિત થશે.’ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગામડાંઓને વધારે પ્રાથમિકતા આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નાના ખેડૂતોનું જીવન કેવી રીતે સુધારવું તે સરકારની પ્રાથમિકતા છે. સરકારે ખેડૂતોને ઉત્કૃષ્ટ કક્ષાના બિયારણ આપ્યા છે. દૂધાળુ પશુઓની જાતિ સુધારવાનો હંમેશા પ્રયાસ કર્યો છે.’ વધુંમાં કહ્યુ કે, પશુઓને અનેક પ્રકારના રોગોથી બચાવવા માટે સરકારે 15 હજાર કરોડના ખર્ચે રસીકરણ કર્યુ છે. જેથી ખેડૂતો અને પશુપાલકોને વધુ ખર્ચ ના કરવો પડે.

આ પણ વાંચો: PM Modi એ ગુજરાતીઓને કર્યું સંબોધન, કહ્યું, ‘ગુજરાત આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું…’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×