PM મોદીનો આગામી 9મે નો રશિયા પ્રવાસ મોકુફ રખાયો, જાણો કારણ
- વડાપ્રધાન મોદીનો રશિયાનો પ્રવાસ રદ્દ
- 9 મેના રોજ રશિયા નહીં જાય PM મોદી
- વિક્ટ્રી ડે પરેડમાં સામેલ થવાના હતા PM
- મૉસ્કોમાં યોજાવાની હતી વિક્ટ્રી ડે પરેડ
PM Modi : રશિયાએ 9 મેના રોજ વિજય દિવસ પરેડ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi)આમંત્રણ આપ્યું હતુ. જે હાલ પુરતુ મોકુફ રાખવામાં આવ્યું છે એટલે કે પીએમ મોદી 9 મી મેના પરેડના કાર્યક્રમમાં હાજરી આપી શકળે નહીં. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ( russia visit) પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે આ માહિતી આપી.
રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે 9 મેના રોજ યોજાનાર ઉજવણીમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, રશિયાએ પીએમ મોદીની મોસ્કો (pm modi russia visit)મુલાકાત રદ કરવાનું કારણ આપ્યું નથી. પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી
આ પણ વાંચો-Pahalgam Terror Attack : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પુનર્ગઠનથી અજિત ડોભાલ બનશે વધુ આક્રામક
શી જિનપિંગ સમારોહમાં હાજરી આપશે
મોદી ઉપરાંત, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપવા અને રેડ સ્ક્વેર પર વિજય પરેડ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. શીએ પુષ્ટિ આપી છે કે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. મોસ્કોમાં લગભગ 20 વિદેશી નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે.
નાઝી જર્મની પર વિજયની ઉજવણી
રશિયા 9 મેના રોજ બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પર વિજયની ઉજવણી કરે છે અને આ વર્ષે તેણે પસંદગીના સાથી દેશોના નેતાઓને 80મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.
આ પણ વાંચો-MP News: દતિયામાં એક પતિની 2 પત્નીઓએ ફેમિલી કોર્ટમાં જ કર્યુ દંગલ
રાષ્ટ્રપતિ પુતિન પહેલી વાર 2000 માં નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા
રાષ્ટ્રપતિ પુતિન પહેલી વાર ઓક્ટોબર 2000 માં નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા અને તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે વ્યૂહાત્મક ભાગીદારી ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. છેલ્લા 25 વર્ષોમાં આ ભાગીદારી નવી દિલ્હી અને મોસ્કો વચ્ચે એક ખાસ ભાગીદારીમાં પરિવર્તિત થઈ છે.


