"હું તમને 'દાદા' કહી શકું ? કે પછી તેના પર પણ વાંધો હશે..!, PM મોદીએ પૃચ્છા કરી
- આજે સંસદમાં વંદે માતરમની 150 મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા થઇ
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તૃણમુલ કોંગ્રેસના હાલ પુછ્યા
- લોકસભામાં ટિપ્પણી બાદ તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું
PM Modi In Loksabha : ભારતની સંસદમાં આજે વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ભારતના રાષ્ટ્રીય ગીત અને તેના ઇતિહાસ પર ચર્ચા થઈ હતી. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત રાષ્ટ્રના શહીદ સપૂતોને યાદ કરીને કરતા, વંદે માતરમના ઇતિહાસ અને સ્વતંત્રતા ચળવળમાં તેઓના યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બ્રિટિશ શાસન દરમિયાન ગુલામીથી જકડાયેલા રાષ્ટ્રને હચમચાવી નાખવા માટે વંદે માતરમ ગીતની રચના કરી હતી. પોતાના વક્તૃત્વ માટે જાણીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પક્ષોને સંબોધન કર્યું હતું, અને એક સાંસદને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું.
"હું તમને 'દાદા' કહી શકું ? કે પછી તેના પર પણ વાંધો હશે..."
જ્યારે પીએમ મોદીએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રોયને પૂછ્યું કે, "તમે કેવું અનુભવી રહ્યા છો ?", ત્યારે ગૃહ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. વંદે માતરમનો ઇતિહાસ વર્ણવતી વખતે, પીએમ મોદીએ વારંવાર બંગાળીમાં નિવેદનો ટાંક્યા હતા. તેમણે વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન, તેમણે ફરી એકવાર તૃણમૂલ સાંસદ સૌગત રોયને સંબોધીને કહ્યું, "શું હું તમને 'દાદા' કહી શકું? કે પછી તેના પર પણ વાંધો હશે...?"
સંસદમાં પીએમ મોદીના નિવેદન પર ચર્ચા
લોકસભામાં વડાપ્રધાનની ટિપ્પણી બાદ, તેઓ કોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, તે અંગે ચર્ચા શરૂ થઈ છે. જો કે, તેમના અગાઉના ભાષણો અને વરિષ્ઠ નેતાઓ સાથેના અંગત સંબંધોને જોતાં, એવું માનવામાં આવે છે કે, તેઓ સૌગત રોયનો ઉલ્લેખ કરી રહ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે, લોકસભામાં અગાઉના ભાષણોમાં, પીએમ મોદીએ બંગાળમાંથી ચૂંટાયેલા સાંસદો અને નેતાઓ (જેમ કે અધીર રંજન ચૌધરી) સાથે પણ સમાન વાતચીતનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો ------ IndiGo Flight Cancellation: 4500 ફ્લાઇટ રદ્દ થવા પાછળનું 'સિક્રેટ' કારણ સરકારે સંસદમાં ખોલ્યું!


