Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Greece માં Chandrayaan-3 ની સફળતા પર PM Modi એ કહી આ મહત્વની વાત

PM Modi Greece Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 25 ઓગસ્ટના રોજ એથેંસમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યાં. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું પરિવાર વચ્ચે આવ્યો છું. આ શ્રવાણનો મહિનો છે. ભગવાન શિવનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં દેશે એક...
greece માં chandrayaan 3 ની સફળતા પર pm modi એ કહી આ મહત્વની વાત
Advertisement

PM Modi Greece Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 25 ઓગસ્ટના રોજ એથેંસમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યાં. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું પરિવાર વચ્ચે આવ્યો છું. આ શ્રવાણનો મહિનો છે. ભગવાન શિવનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં દેશે એક નવી ઉપલબ્ધી હાંસલ કરી છે. ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો પહેલો દેશ બની ગયો છે. ભારતને દુનિયાભરમાંથી શુભકામનાઓ મળી રહી છે. દરેક ભારતીયને શુભકામનાઓ મળી રહી છે.

ચંદ્રએ બહેન પૃથ્વીની રાખડીનું માન રાખ્યું

વડાપ્રધાને કહ્યું કે, અમારે ત્યાં તો એમ પણ ચંદ્રમાને મામા કહેવામાં આવે છે. આપણી ધરતી માતાએ રક્ષાબંધન તરીકે ધરતી પરથી ચંદ્રમા તરફ ચંદ્રયાન મોકલ્યું અને ચંદ્રમાએ પણ પોતાની બહેવ ધરતીની રાખડીનું માન રાખ્યું. જ્યારે ઉત્સવનો માહૌલ હોય છે તો મન કરે છે કે જલ્દીથી આપણા પરિવારના લોકો વચ્ચે પહોંચી જઈએ. હું મારા પરિવારજનો વચ્ચે આવી ગયો છુ. વડાપ્રધાને કહ્યું કે, ચાંદ પર તિરંગો ફરકાવીને અમે દુનિયાને ભારતની ક્ષમતાઓથી માહિતગાર કર્યાં છે તમારા ચહેરા કહે છે કે તમે દુનિયામાં ક્યાંય પણ હોય. તમારા દિલમાં ભારત ધડકે છે. ચંદ્રયાન-3ની શાનદાર સફળતા પર હું તમને ફરી એકવાર શુભકામના આપું છું.

Advertisement

pm narendra modi addresses members of indian

Advertisement

ભારત ગ્રીસના લોકો સાથે

તેમણે કહ્યું કે, તમે જોયું કે, ગ્રીસ સરકારે મને ગ્રીસના સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કર્યો. તમે બધા આ સમ્માનને પાત્ર છો, 140 કરોડ ભારતીય આ સમ્માનના હકદાર છે. હું આ સમ્માનને મા ભારતીના સંતાનોને સમર્પિત કરું છું. આજે ગ્રીસના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જ્યારે અહીં જંગલોમા આગ લાગી તો તે એક મોટું સંકટ બની ગયું. ગ્રીસમાં અનેક લોકોના મોત થયા. સંકટની આ ઘડીમાં ભારત ગ્રીસના લોકો સાથે ઉભું છે.

બંને દેશોના સંબંધો સદીઓ જુના

બંને દેશોના સંબંધોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, ગ્રીસ-ભારતના સંબંધો સદીઓ જુના છે. આ સભ્યતાના સંબંધો છે. સંસ્કૃતિના સંબંધો છે. આપણે બંને એક બીજા પાસેથી ઘણું શિખ્યા છીએ. આપણે એક-બીજાને ઘણું બધુ શિખવ્યું પણ છે. ઘણાં ઓછા લોકોને ખબર છે કે ગુજરાતના વડનગર જ્યાં મારો જન્મ થયો છે કે પણ એથેંસની જેમ એક જીવંત શહેર છે ત્યાં પણ હજારો વર્ષ જુની સભ્યતાના અવશેષો મળ્યા છે. તે માટે એથેંસ આવવું મારા માટે એક અલગ જ અનુભવ ભરેલું છે.

ગ્રીસ અને મોર્ય સામ્રાજ્ય વચ્ચે મૈત્રીપુર્ણ સંબંધો હતા. સમ્રાટ અશોકના ગ્રીસ સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. જ્યારે દુનિયાનો એક મોટો ભાગ લોકશાહી વિશે જાણતો નહોતો ત્યારે આપણા દેશોમાં લોકતાંત્રિક સંસ્થાઓ હતી. બંને સભ્યતાઓએ એક-બીજાને ઘણું બધુ શિખવ્યું છે.

આ પણ વાંચો : PM MODI IN GREECE : ગ્રીસના રાષ્ટ્રપતિએ PM મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’થી સન્માનિત કર્યાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×