'6 દસકામાં પ્રથમ વખત ભારતમાં સતત ત્રીજી વખત એક જ સરકાર ચૂંટાઇને આવી' – PM મોદી
- વિદેશ પ્રવાસના પ્રથમ પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઇપ્રસ પહોંચ્યા
- રાષ્ટ્રપતિની અધ્યક્ષતાવાળા બિઝનેસ રાઉન્ડ ટેબલ ઇવેન્ટમાં ભાગ લીધો
- ભારતમાં રોકાણની તકો વિશે વિગતવાર વાત મુકતા વડાપ્રધાન મોદી
PM MODI IN CYPRUS : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) પાંચ દિવસના વિદેશ પ્રવાસે છે. આ મુસાફરીના પહેલા પડાવમાં તેઓ સાઇપ્રસ (CYPRUS) પહોંચ્યા છે. જ્યાં લિમાસોલ (Limassol) માં તેમણે રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડૌલિડેસ સાથે બિઝનેસ રાઉન્ડ ટેબલ ઇવેન્ટમાં ભાગ લીધો છે. અને તેમણે સીઇઓ ફોરમને સંબોધી છે. આ સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે, ભારતમાં 6 દસક બાદ એક જ સરકાર સતત ત્રીજી વખત ચૂંટાઇને આવી છે. પાછલા 10 વર્ષમાં ડિજીટલ ક્રાંતિ સર્જાઇ છે. ડિજીટલ ઇન્ક્લુઝિવિટિ એક મિસાલ બની છે. યુપીઆઇના માધ્યમથી આજે વિશ્વના 50 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે. ફ્રાન્સ જેવા કેટલાય દેશો તેમાં જોડાયા છે.
#WATCH | लिमासोल, साइप्रस: भारत-साइप्रस CEO फोरम को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "ऐसा 6 दशक बाद हुआ है कि एक ही सरकार लगातार तीसरी बार चुनकर आई है... पिछले 10 वर्षों में डिजिटल क्रांति आई है, वित्तीय समावेशन एक मिसाल बना है। यूनिफाइड पेमेंट्स इंटरफेस यानी… pic.twitter.com/Ki9QSMsC1G
— ANI_HindiNews (@AHindinews) June 15, 2025
આ વર્ષે અમે મેન્યુફેક્ચરિંગ મિશનની શરૂઆત કરી છે
વધુમાં તેમણે જણાવ્યું કે, સાઇપ્રસને તેમાં જોડાવવા માટે વાતચિત ચાલી રહી છે, હું તેનું સ્વાગત કરું છું. અમે ભારતમાં ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અમે વાર્ષિક સો અરબ ડોલર જેટલા ભંડોળનું રોકાણ કરી રહ્યા છીએ. આ વર્ષે અમે મેન્યુફેક્ચરિંગ મિશનની શરૂઆત કરી છે, અમારૂ ફોકસ સમુદ્ર અને બંદરોના વિકાસનું છે, અમે શિપ બિલ્ડિંગ અને શિપ બ્રેકિંગને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. તે માટે નિતિગત બદલાવ પણ લાવવામાં આવી રહ્યો છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર પણ તેજીથી આગળ વધી રહ્યું છે. અમારા એક લાખથી વધુ સ્ટાર્ટઅપ માત્ર સપનાં નહીં સમાધાન વેચી રહ્યા છે.
એક દશકમાં ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું
પીએમ મોદીએ તેમ પણ ઉમેર્યું કે, અમે સાયપ્રસને યૂરોપના પ્રવેશ દ્વાર તરીકે જદોઇ રહ્યા છીએ. બંને દેશો વચ્ચે પરસ્પર 150 મિલિયન ડોલરના વેપારની શક્યતા. ઇનોવેશન ભારતની આર્થિક તાકાતનો મજબૂત સ્તંભ છે. વિતેલા એક દશકમાં ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, સાથે જ વર્ષના અંતમાં EU સાથે FTA માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
સાઇપ્રસ વિઝિટ વ્યુહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વની
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ, સાયપ્રસમાં ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ સહિતના અગ્રણીઓ જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસની મુલાકાત બાદ જી 7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડ જનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વડાપ્રધાનની સાઇપ્રસ વિઝિટને વ્યુહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વની માનવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચેના સંબંધો આ બેઠક બાદ વધુ મજબુત બનશે તેવું સુત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો ---Israel-Iran War : ભારતીય દૂતાવાસે ઈરાનમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી , હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા


