Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PMનું મણિપુર જવું નહીં, વોટ ચોરી મુખ્ય મુદ્દો ; જૂનાગઢમાં Rahul Gandhi એ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું - ભરોસો તોડતા નહીં

Rahul Gandhi નો PM પર પ્રહાર : મણિપુર પ્રવાસ 'બડી વાત' નહીં, વોટ ચોરી જ મુખ્ય મુદ્દો, કોંગ્રેસને ભરોસો ન તોડવાની સલાહ
pmનું મણિપુર જવું નહીં  વોટ ચોરી મુખ્ય મુદ્દો   જૂનાગઢમાં rahul gandhi એ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું   ભરોસો તોડતા નહીં
Advertisement
  • Rahul Gandhi નો PM પર પ્રહાર : મણિપુર પ્રવાસ 'બડી વાત' નહીં, વોટ ચોરી જ મુખ્ય મુદ્દો, કોંગ્રેસને ભરોસો ન તોડવાની સલાહ
  • જૂનાગઢ તાલીમ કેમ્પમાં રાહુલ : વોટ ચોરી દેશનો મુખ્ય મુદ્દો, PMનું મણિપુર જવું સામાન્ય, કાર્યકર્તાઓને કહ્યું - કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો
  • Rahul Gandhi એ કોંગ્રેસને ચેતવણી : વોટ ચોરીનો મુદ્દો ઉજાગર કરો, મણિપુર પ્રવાસ મોટો નથી, ભરોસો જાળવજો
  • જૂનાગઢમાં રાહુલ : હરિયાણા-મહારાષ્ટ્રમાં વોટ ચોરી, કર્ણાટકમાં સાબિત કર્યું, PMનું મણિપુર જવું સામાન્ય
  • રાહુલ ગાંધીનો હુમલો : વોટ ચોરી દેશનો મુખ્ય મુદ્દો, મણિપુર દૌરો 'બડી વાત' નહીં, કોંગ્રેસને એકાગ્ર રહેવાની સલાહ

જૂનાગઢ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) કહ્યું કે મણિપુર લાંબા સમયથી સંકટમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સંઘર્ષગ્રસ્ત રાજ્યની મુલાકાત હવે કોઈ "મોટી વાત" નથી, કારણ કે વર્તમાનમાં "વોટ ચોરી" જ દેશનો મુખ્ય મુદ્દો છે. રાહુલે પાર્ટીના નેતાઓને ભરોસો ન તોડવાની પણ અપીલ કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી મણિપુર જઈ રહ્યાં છે, સારી બાબત છે પરંતુ હાલમાં વોટ ચોરી મુદ્દો મહત્વપૂર્ણ છે.

જૂનાગઢમાં શુક્રવારે (12 સપ્ટેમ્બર, 2025) પત્રકારોને આપેલા નિવેદનમાં, રાયબરેલીથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદીના મણિપુર પ્રવાસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "મણિપુર લાંબા સમયથી મુશ્કેલીમાં છે, અને PMનું આ વિસ્તારે જવું સારું છે, પરંતુ તે કોઈ મોટી વાત નથી. આજે દેશમાં મુખ્ય મુદ્દો 'વોટ ચોરી' છે." તેમણે દાવો કર્યો કે દરેક જગ્યાએ લોકો PMને "વોટ ચોર" કહીને સંબોધી રહ્યા છે. રાહુલે ગુજરાતના પાર્ટી જિલ્લા પ્રમુખોને કહ્યું કે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને એવું કાર્ય કરો જે ઉદાહરણ રૂપ બને.

Advertisement

આ પણ વાંચો- Rajkot : કાલાવડ રોડ પર ખાનગી બેન્કમાં મોડી રાતે ભીષણ આગ, બે કલાકની જહેમત બાદ મેળવ્યો કંટ્રોલ

Advertisement

Rahul Gandhi એ કહ્યું વિશ્વાસ તોડતા નહીં, કાર્ય પર એકાગ્ર રહો

જૂનાગઢમાં પાર્ટીના જિલ્લા પ્રમુખોના 10 દિવસીય તાલીમ કેમ્પમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને પાંડવ અને ભાજપ-આરએસએસને કૌરવ કહીને સંબોધિત કર્યા અને કહ્યું કે આ સંઘર્ષમાં અંતે તેઓ જીતશે અને જનતા સાથે મળીને 'વોટ ચોરો'ને ગદ્દી છોડવા મજબૂર કરશે. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ ચોરી લેવાઈ હતી, જ્યારે કર્ણાટકમાં તેઓએ તે સાબિત કર્યું. તેમણે કહ્યું "એરે લોકો 'વોટ ચોર'ના નારા લગાવી રહ્યા છે."

રાહુલે 41 જિલ્લા પ્રમુખોને કહ્યું, "તમારે માત્ર તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એકાગ્ર થઈને કામ કરો અને એવું કાર્ય કરો જે ઉદાહરણ બને. તમને મોટી જવાબદારી આપવામાં આવી છે, ક્યારેય પોતાના કામ ઉપરથી ધ્યાન હટાવશો નહીં. આ દરમિયાન તેમણે પાર્ટી નેતાઓને ભરોસો ન તોડવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો- Amit Chavda ની ગર્જના : અર્જુન મોઢવાડિયા પર નામ લીધા વિના પ્રહાર, ભાજપમાં ‘ગેંગવોર’નો આરોપ

Tags :
Advertisement

.

×