ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શાળાના મુસ્લિમ પ્રિન્સિપાલને હટાવવા પાણીની ટાંકીમાં નાખ્યું ઝેર: બાળકો બીમાર, CM સિદ્દારમૈયા કહે- આ જઘન્ય અપરાધ

કર્ણાટકના બેલગાવીથી એક ચોંકાવનારા સમાાર સામે આવી રહ્યા છે. જ્યાં એક મુસ્લિમ હેડમાસ્ટરને પદેથી હટાવવા માટે શાળાના બાળકોને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
11:59 PM Aug 03, 2025 IST | Mujahid Tunvar
કર્ણાટકના બેલગાવીથી એક ચોંકાવનારા સમાાર સામે આવી રહ્યા છે. જ્યાં એક મુસ્લિમ હેડમાસ્ટરને પદેથી હટાવવા માટે શાળાના બાળકોને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કર્ણાટકના બેલગાવીથી એક ચોંકાવનારા સમાાર સામે આવી રહ્યા છે. જ્યાં એક મુસ્લિમ હેડમાસ્ટરને પદેથી હટાવવા માટે શાળાના બાળકોને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બેલગાવીના સવદત્તી તાલુકાના હુલિકટ્ટી ગામમાં ઘટી જેના કારણે 12 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ આ ઘટનાની નિંદા કરી અને તેને ધાર્મિક દ્વેષ અને કટ્ટરવાદથી પ્રેરિત 'જઘન્ય કૃત્ય' ગણાવ્યું. આ ઘટનાએ સમાજિક સમન્વય માટે ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેમાં પોલીસની તપાસ અને શાસક વર્ગની જવાબદારી પર પણ ચર્ચા ચાલી રહી છે.

આ ઘટના 14 જુલાઈ, 2025ના રોજ એક સરકારી શાળામાં ઘટી, જ્યાં હેડમાસ્ટર સુલેમાન ગોરીનાયક 13 વર્ષથી સેવા આપી રહ્યા છે. આરોપીઓએ દહેશત ફેલાવવા અને હેડમાસ્ટર પર દોષ લગાવી તેમને નિલંબિત કે સ્થાનાંતરિત કરાવવા માટે શાળાની પાણીની ટાંકીમાં ઝેર મિક્સ કર્યું. આ દૂષિત પાણી પીવાથી 12 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, જોકે સદ્દનશીબે અન્ય કોઈ જીવલેણ ઘટના ઘટી નહતી. પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, કૃષ્ણા મદારે પાંચમી ધોરણના એક વિદ્યાર્થીને ઝેરી બોટલ આપી અને ટાંકીમાં મિક્સ કરવા માટે ઉશ્કેર્યો. જણાવવામાં આવ્યું છે કે સાગર પાટીલ અને નાગનગૌડા પાટીલે કૃષ્ણાને બ્લેકમેલ કર્યો હતો અને તેના અંતરજાતીય સંબંધોનો ખુલાસો કરવાની ધમકી આપી હતી.

પોલીસે જણાવ્યું કે શ્રી રામ સેનાના તાલુક અધ્યક્ષ સાગર પાટીલે આ ષડયંત્ર રચ્યો અને ઝેર પાણીની ટાંકીમાં નંખાવ્યુ. તેમણે કબૂલ કરતાં જણાવ્યું કે આ કૃત્ય શાળાના મુસ્લિમ હેડમાસ્ટર સામે નારાજગીને કારણે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીના નિવેદન અને મળેલા પુરાવા આધારે પોલીસે ત્રણેય આરોપીઓ—સાગર પાટીલ, કૃષ્ણા મદાર અને નાગનગૌડા પાટીલની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓ હવે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

સિદ્દારમૈયાની નિંદા અને સવાલ

મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ કૃત્યને સાંપ્રદાયિક સમન્વય માટે "ગંભીર ખતરો" ગણાવ્યું અને કહ્યું, "ધાર્મિક કટ્ટરવાદ અને સાંપ્રદાયિક દ્વેષ જઘન્ય કૃત્યોને જન્મ આપી શકે છે, અને આ ઘટના જેનાથી માસૂમ બાળકોનો નરસંહાર થઈ શકે તેનું પ્રમાણ છે. 'કરુણા જ ધર્મનો મૂળ છે' કહેનાર શરણોની ભૂમિમાં આટલી ક્રૂરતા અને દ્વેષ કેવી રીતે ઉદભવી શકે? મને હજુ પણ આ પર વિશ્વાસ નથી." તેમણે ભાજપ નેતાઓ અને દક્ષિણપંથી સંગઠનો પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો રાજકીય લાભ માટે ધર્મના નામે દ્વેષ ફેલાવે છે, તેમણે આત્મચિંતન કરવું જોઈએ.

તેમણે પૂછ્યું, "શું પ્રમોદ મુતાલિક આ ઘટનાની જવાબદારી લેશે? તેમણે એવા નેતાઓને આગળ આવીને પોતાના પાપોની પ્રાયશ્ચિત કરવાની સલાહ આપી, જે આવા સામાજિક વિનાશક કૃત્યોનું સમર્થન કરે છે.

પોલીસની કાર્યવાહી અને ભવિષ્યની અપેક્ષા

સિદ્દારમૈયાએ પોલીસની સજ્જન કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું, "બાળકોના નરસંહારની દુષ્ટ યોજના નિષ્ફળ કરનાર પોલીસ કર્મચારીઓને અભિનંદન. મને પૂર્ણ વિશ્વાસ છે કે ન્યાયિક પ્રણાલી આવા જઘન્ય અપરાધ કરનાર ગુનેગારોને યોગ્ય સજા આપશે." પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે શાળાના બાળકોને શંકાસ્પદ સંજોગોમાં બીમારી થઈ જેના પછી પીવાના પાણીના સ્ત્રોતની જાતે દૂષિત કરવાનું બનાવ સામે આવ્યું.

આ પણ વાંચો- ભારત-યુએસ સંબંધોમાં તણાવ: ટ્રમ્પનું 25% ટેરિફ અને ભારતની ઊર્જા રણનીતિ

Tags :
Belagavicommunal hatredMuslim headmasterpoisoning incidentSiddaramaiah
Next Article